બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:51 PM, 11 December 2024
અમેરિકાના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) નું માનવું છે કે જન્મથી મળતી નાગરિકતા 'વાહિયાત' છે અને 20 જાન્યુઆરીએ સત્તા સંભાળ્યા બાદ તેઓ તેને ખતમ કરવા માંગે છે. અમેરિકામાં જન્મ લેનાર દરેક બાળકને અમેરિકન નાગરિકત્વ મળવાનો અધિકાર બંધારણમાં 150 વર્ષથી વધુ સમયથી છે. આ નિયમ હેઠળ, અમેરિકા તેની સરહદમાં જન્મેલા દરેક બાળકને નાગરિકતા (Birthright Citizenship) આપે છે. ભલે તેમના માતા-પિતા બીજા દેશના નાગરિક હોય. જોકે, ટ્રમ્પ ટૂંક સમયમાં આમાં ફેરફાર કરવાના છે.
ADVERTISEMENT
ટ્રમ્પે (Donald Trump) એક ઇન્ટરવ્યુમાં કહ્યું, 'આપણે તેને બદલવું પડશે. અમારે કદાચ લોકો પાસે પાછા જવું પડી શકે છે. પરંતુ અમારે આનો અંત લાવવો પડશે.' જો કે તેમણે આ મુદ્દો પોતાના પ્રથમ કાર્યકાળ દરમિયાન પણ ઉઠાવ્યો હતો, પરંતુ કોઈ નક્કર પરિણામો પ્રાપ્ત થયા ન હતા. એક અહેવાલમાં સર્કલ ઓફ કાઉન્સેલ્સના ભાગીદાર રસેલ એ. સ્ટેમેટ્સને ટાંકીને કહેવામાં આવ્યું કે 'ટ્રમ્પ અને તેમના સમર્થકોની દલીલ છે કે આ સિસ્ટમનો દુરુપયોગ થઈ રહ્યો છે. યુએસ નાગરિક બનવા માટે કડક ધોરણો હોવા જોઈએ.'
ટ્રમ્પનો વિરોધ શું છે?
ADVERTISEMENT
જન્મથી મળતી નાગરિકતાનો (Birthright Citizenship) અધિકાર બંધારણના 14મા સુધારા પર આધારિત છે. એવામાં તેને ખતમ કરવાથી ટ્રમ્પ સામે અનેક કાયદાકીય પડકારો આવશે. 14મા સુધારા મુજબ, 'યુનાઇટેડ સ્ટેટ્સમાં જન્મેલ કે તેના અધિકારક્ષેત્રને આધીન, જન્મેલ દરેક વ્યક્તિ યુનાઇટેડ સ્ટેટ્સનો નાગરિક છે.' ટ્રમ્પ (Donald Trump) અને આ નીતિના વિરોધીઓનું કહેવું છે કે આનાથી 'બર્થ ટુરિઝમ'ને પ્રોત્સાહન મળે છે. તેમનું કહેવું છે કે ગર્ભવતી મહિલાઓ ખાસ કરીને બાળકોને જન્મ આપવા માટે અમેરિકા આવે છે, જેથી તેમના બાળકોને અમેરિકાની નાગરિકતા મળી શકે અને પછી તેઓ તેમના દેશ પાછી જતી રહે છે.
ભારતીયો પર શું થશે અસર?
ઇમિગ્રેશન ઘટાડવાની વાત કરનારા નંબર્સ યુએસએના સંશોધન નિયામક એરિક રુઆર્કે કહ્યું, "માત્ર સરહદ પાર કરીને અને બાળકને જન્મ આપવાથી કોઈને પણ નાગરિકતાનો અધિકાર હોવો જોઈએ નહીં." અમેરિકન ઇમિગ્રેશન કાઉન્સિલ દ્વારા 2011માં જારી કરાયેલી એક ફેક્ટશીટમાં જણાવવામાં આવ્યું કે જન્મસિદ્ધ નાગરિકતા દૂર કરવાથી દરેક પ્રભાવિત થશે અને અમેરિકન માતા-પિતા માટે તેમના બાળકોની નાગરિકતા સાબિત કરવી વધુ મુશ્કેલ બની જશે.
આ પણ વાંચો: કેનેડામાં ભણવાનું સ્વપ્ન પૂરું થશે! કારણ કે ભારતીયોને થઇ રહ્યો છે આ ફાયદો, જાણો વિગત
પ્યુ રિસર્ચના 2022ના યુએસ સેન્સસના વિશ્લેષણ અનુસાર, લગભગ 48 લાખ ભારતીય-અમેરિકનો યુએસમાં રહે છે. તેમાંથી 34 ટકા એટલે કે 16 લાખ અમેરિકામાં જન્મ્યા છે. આ વ્યક્તિઓ વર્તમાન કાયદા હેઠળ અમેરિકન નાગરિકો છે. જો ટ્રમ્પ આ કાયદો ખતમ કરે છે, તો 16 લાખ ભારતીય મૂળના અમેરિકનોને સીધી અસર થશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.