બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ડોનાલ્ડ ટ્રમ્પની જીતથી Teslaના શેર રોકેટ બન્યા, આવ્યો 15 ટકા સુધીનો ઉછાળો, કમાઈ લીધા 2000000000000

બિઝનેસ / ડોનાલ્ડ ટ્રમ્પની જીતથી Teslaના શેર રોકેટ બન્યા, આવ્યો 15 ટકા સુધીનો ઉછાળો, કમાઈ લીધા 2000000000000

Last Updated: 10:03 AM, 7 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Elon Musk News : ડોનાલ્ડ ટ્રમ્પની જીતથી અમેરિકી શેરબજાર ચમકી ઉઠ્યું અને વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્ક પર પૈસાનો વરસાદ થયો, એલન મસ્કે માત્ર 24 કલાકમાં 2 લાખ કરોડ રૂપિયાથી વધુ કમાઈ લીધા

Elon Musk : અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામો આવી ગયા છે અને ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. આ તરફ હવે ડોનાલ્ડ ટ્રમ્પની જીતથી અમેરિકી શેરબજાર ચમકી ઉઠ્યું અને ભારતીય શેરબજાર પણ ઉછળ્યું. આ દરમિયાન વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્ક પર પૈસાનો વરસાદ થયો અને તેણે માત્ર 24 કલાકમાં 2 લાખ કરોડ રૂપિયાથી વધુ છાપ્યા. હકીકતમાં યુએસ માર્કેટમાં તેજી વચ્ચે તેમની કંપની ટેસ્લાના શેરમાં 15 ટકાનો ઉછાળો આવ્યો.

અમેરિકન શેરબજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો. ડાઉ જોન્સ 1508 પોઈન્ટ અથવા 3.57 ટકા વધીને 43,729 ના સ્તર પર પહોંચી ગયો છે. જ્યારે S&P500 પણ ખતરનાક ઝડપે દોડ્યો હતો તે 2.53 ટકા ઉછળ્યો હતો. એટલું જ નહીં નાસ્ડેકમાં પણ લગભગ 3 ટકાનો વધારો જોવા મળ્યો હતો. અમેરિકન માર્કેટમાં આવેલી આ તેજીને કારણે ઘણી કંપનીઓના શેર વિક્રમી ઊંચાઈ સાથે ઉછળ્યા અને એલોન મસ્કથી લઈને જેફ બેઝોસ સુધીના દરેકની નેટવર્થમાં જોરદાર ઉછાળો આવ્યો.

ટ્રમ્પની જીતના કારણે અમેરિકન માર્કેટમાં આવેલી તેજીનો સૌથી વધુ ફાયદો વિશ્વના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્કને થયો અને તેમની નેટવર્થમાં જોરદાર ઉછાળો આવ્યો. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર એલન મસ્કની નેટવર્થમાં $26.5 બિલિયન અથવા લગભગ રૂ. 22,32,65 કરોડથી વધુનો વધારો થયો છે. સંપત્તિમાં આ વધારા પછી એલન મસ્કની નેટવર્થ $290 બિલિયન થઈ ગઈ છે.

ટેસ્લા સ્ટોકમાં ઉછાળાની અસર

એલન મસ્કની સંપત્તિમાં આ ઉછાળા પાછળનું કારણ તેની ઈલેક્ટ્રિક કાર ઉત્પાદક કંપની ટેસ્લાના શેરમાં મજબૂત વધારો છે. ખરેખર ડોનાલ્ડ ટ્રમ્પની જીતના સમાચારને કારણે ટેસ્લાના શેરમાં લગભગ 15 ટકાનો ઉછાળો આવ્યો હતો. ટેસ્લાના શેર $284.67 ના સ્તરે ખૂલ્યા અને $289.59 ના સ્તરે વધ્યા. બજાર બંધ થવા પર એલન મસ્કનો આ સ્ટોક 14.75 ટકાના જંગી ઉછાળા સાથે $288.53 પર બંધ થયો.

વધુ વાંચો : સોનું, ઇંધણ, સેન્સેક્સ..., જાણો ડોનાલ્ડ ટ્રમ્પની જીતથી કોના પર કેવી અસર પડી? ભારતમાં પણ દેખાશે ઇમ્પેક્ટ

આ અબજોપતિઓની સંપત્તિમાં પણ થયો વધારો

અમેરિકન શેરબજારમાં ઉછાળાની અસર માત્ર એલન મસ્કની સંપત્તિ પર જોવા મળી નથી પરંતુ Top-10 Billionaires ટોચની યાદીમાં સામેલ અન્ય દિગ્ગજોની સંપત્તિમાં પણ જોરદાર વધારો થયો છેબ્લૂમબર્ગ અનુસાર, એમેઝોનના જેફ બેઝોસે છેલ્લા 24 કલાકમાં $7.14 બિલિયનનો નફો કર્યો અને તેમની નેટવર્થ વધીને $228 બિલિયન થઈ ગઈ. આ સિવાય લેરી એલિસને $9.88 બિલિયન, લેરી પેજે $5.53 બિલિયન અને વોરેન બફેટે $7.58 બિલિયનની કમાણી કરી.

વધુ વાંચો : 185 અંકની તેજી સાથે સેન્સેક્સ આજે 80500ને પાર, તો નિફ્ટી કેટલાં અંકે પહોંચ્યો, જાણો કયા શેર તેજીમાં

ભારતીય બજારે પણ ટ્રમ્પને સલામ કરી

અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં જીત બદલ માત્ર અમેરિકન બજાર જ નહીં પરંતુ ભારતીય શેરબજારે પણ ટ્રમ્પને સલામ કર્યા અને સેન્સેક્સ-નિફ્ટી તોફાની ઉછાળા સાથે બંધ થયા. દિવસભર ગ્રીન ઝોનમાં કારોબાર કર્યા બાદ BSE નો 30 શેરો વાળા પ્રમુખ સેન્સેક્સ 901.50 પોઈન્ટના વધારા સાથે 80,378.13 ના સ્તરે બંધ થયા હતા, જ્યારે NSE નો નિફ્ટી 273.05 પોઈન્ટના વધારા સાથે 24,486.35 ના સ્તર પર બંધ થયો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Elon Musk Donald Trump Tesla
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ