બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:20 AM, 18 September 2024
યુએસ રિપબ્લિકન રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે કહ્યું કે તે આવતા અઠવાડિયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે. ડોનાલ્ડ ટ્રમ્પે મિશિગનના ફ્લિન્ટમાં તેના ચૂંટણી પ્રચારના કાર્યક્રમમાં આ મુલાકાતની જાહેરાત કરી છે.
ADVERTISEMENT
US Presidential Candidate Donald Trump reiterates his strong friendship with PM @narendramodi ji, stating, "He happens to meet me next week."
— Tulla Veerender Goud (@TVG_BJP) September 18, 2024
He further praised Modi, calling him "one of the sharpest minds," and emphasized that India is at the top now under his leadership. pic.twitter.com/X76E1r2YHf
આ મુલાકાત દરમિયાન તે ભારત સાથે અમેરિકાના વેપાર સંબંધો વિશે વાત કરશે. જો કે આ બેઠક ક્યાં થશે તે અંગેની માહિતી પ્રાપ્ત થઈ નથી. નોંધનીય છે કે પીએમ મોદી 21 થી 23 સપ્ટેમ્બર સુધી અમેરિકાના પ્રવાસે રહેશે.
ADVERTISEMENT
Former US President Donald Trump said at a campaign event that India was a "very big abuser" of the U.S.-India trade relationship and that he will meet Prime Minister Narendra Modi next week, reports Reuters pic.twitter.com/aIsKLcqYp2
— ANI (@ANI) September 18, 2024
આ પહેલા મંગળવારે વિદેશ મંત્રાલયે પીએમ મોદીના અમેરિકા પ્રવાસનો વિગતવાર કાર્યક્રમ જાહેર કર્યો હતો. આ મુજબ, અમેરિકામાં ક્વાડ મીટિંગમાં ભાગ લેવાની સાથે પીએમ મોદી અન્ય ઘણા કાર્યક્રમોમાં પણ ભાગ લેશે. અહેવાલો અનુસાર, આ દરમિયાન વડાપ્રધાન ટ્રમ્પ સાથે પણ મુલાકાત કરી શકે છે. 2017 થી 2021 સુધી ટ્રમ્પના પ્રેસિડેન્ટ રહેવા દરમિયાન પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચે મજબૂત ભાગીદારી જોવા મળી હતી. આ દરમિયાન, હ્યુસ્ટનમાં "હાઉડી મોદી" અને ભારતમાં "નમસ્તે ટ્રમ્પ" જેવા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જે સમગ્ર વિશ્વમાં ચર્ચાના વિષય બન્યા હતા.
ટ્રમ્પ અને પીએમ મોદી વચ્ચે મજબૂત ભાગીદારી
ટ્રમ્પ અને પીએમ મોદી વચ્ચેના સંબંધોએ અમેરિકા-ભારત સંબંધોને મજબૂત બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. બંને નેતાઓએ ખાસ કરીને સંરક્ષણ અને વ્યૂહાત્મક બાબતોમાં ચીનના વધતા પ્રભાવનો સામનો કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. વેપાર વિવાદો હોવા છતાં, તેમની ભાગીદારી મજબૂત રહી, જેનાથી "ક્વાડ" જેવી પહેલો દ્વારા સુરક્ષા સહકારને પ્રોત્સાહન મળ્યું.
પીએમ મોદીનો અમેરિકા પ્રવાસ
PM નરેન્દ્ર મોદી 21 સપ્ટેમ્બરે યુએસ પ્રમુખ જો બાઇડન દ્વારા આયોજિત વિલ્મિંગ્ટન, ડેલવેરમાં ચોથા ક્વોડ લીડર્સ સમિટમાં ભાગ લેશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે ક્વાડ સમિટમાં નેતાઓ પાછલા વર્ષમાં ક્વાડ દ્વારા હાંસલ કરેલી પ્રગતિની સમીક્ષા કરશે અને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રના દેશોને તેમના લક્ષ્યોને પૂર્ણ કરવામાં મદદ કરવા માટે આગામી વર્ષ માટે એક એજન્ડાની રૂપરેખા નક્કી કરશે. 22 સપ્ટેમ્બરે પીએમ મોદી ન્યૂયોર્કમાં ભારતીય સમુદાયની એક બેઠકને પણ સંબોધિત કરશે. તેઓ એઆઈ, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, સેમિકન્ડક્ટર અને બાયોટેકનોલોજીના અત્યાધુનિક ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે વધુ સહયોગને પ્રોત્સાહન માટે અગ્રણી યુએસ કંપનીઓના સીઈઓ સાથે પણ વાર્તાલાપ કરશે.
આ પણ વાંચો: ન્યૂયોર્કના હિન્દુ મંદિરમાં તોડફોડ, ભડક્યું ભારતીય દૂતાવાસ, કરી કડક કાર્યવાહીની માંગ
UNGA સમિટને સંબોધિત કરશે
આ સિવાય મોદી 23 સપ્ટેમ્બરે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં સમિટને સંબોધિત કરશે. સમિટની થીમ 'બહેતર કાલ માટે બહુપક્ષીય ઉકેલો' છે. આ સમિટમાં મોટી સંખ્યામાં વૈશ્વિક નેતાઓ ભાગ લે તેવી અપેક્ષા છે. આ દરમિયાન મોદી વિશ્વના ઘણા નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે અને પરસ્પર હિતના મુદ્દાઓ પર ચર્ચા કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.