બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / કરન્સીને લઇ ડોનાલ્ડ ટ્રમ્પે BRICS દેશોને આપી ધમકી, આર્થિક મોરચે ભારતને થઈ શકે નુકસાન

વર્લ્ડ / કરન્સીને લઇ ડોનાલ્ડ ટ્રમ્પે BRICS દેશોને આપી ધમકી, આર્થિક મોરચે ભારતને થઈ શકે નુકસાન

Last Updated: 12:16 PM, 1 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આવનારી 20 મી જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ પદ માટેના શપથ લેશે. આ પહેલા તેમણે બ્રિક્સમાં જોડાયેલા દેશોને ખુલ્લી ચીમકી આપી છે. બ્રિક્સ દેશોને ધમકી આપતા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકન ડોલરને રિપ્લેસ કરવા માટે જો કોઈ નવી કરન્સી લાગુ કરવા માટે સમર્થન પણ આપશે તો તેઓ 100% ટેક્સ લાગુ કરશે.

અમેરિકાના નવા રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ આવતા મહિને એટલે કે 20 જાન્યુઆરીએ શપથ લેવાના છે પણ તે પહેલા તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી છે જેમાં તેમણે બ્રિક્સ દેશોને ચીમકી આપી છે આ લિસ્ટમાં ભારતનું નામ પણ છે અને આનાથી ભારતને પણ નુકસાન થઈ શકે છે.

બ્રિક્સ દેશોમાં ભારત પણ સામેલ

ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને પણ ચેતવણી આપી છે. બ્રિક્સ દેશોમાં બ્રાઝિલ, રશિયા, ચીન, દક્ષિણ આફ્રિકા, ઈજિપ્ત, ઇથોપિયા, યુએઈ, ઈરાનનો પણ સમાવેશ થાય છે. ત્યારે ડોનાલ્ડે કહ્યું હતું કે જે કોઈ પણ અમેરિકન ડોલરને કમજોર કરવાનો પ્રયત્ન કરશે તેની સામે અમેરિકા પગલાં લેશે.

રશિયા અને ઈરાનનો પણ સમાવેશ

આ ઉપરાંત બ્રિક્સમાં અઝરબૈજાન, મલેશિયા અને ટર્કી પણ સામેલ થવા માંગે છે. ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટમાં કહ્યું હતું કે અલગ ચલણ અપનાવવા માટે કે પછી ડોલરના સામે બીજા કોઈ ચલણને સમર્થન આપવા પર પણ કાર્યવાહી થશે. બ્રિક્સ દેશોમાં રશિયા અને ઈરાનનો પણ સમાવેશ થાય છે જે અમેરિકાના દુશ્મન છે, જો કે એક્સપર્ટ માની રહ્યા છે કે અમેરિકાએ આ ધમકી મુખ્યત્વે રશિયા અને ઈરાનને આપી છે.

ટ્રમ્પની જીતથી નાખુશ વિધાર્થીઓ

રશિયા એ એકમાત્ર દેશ છે જેણે અલગ કરન્સીની વાત કરી છે. એક વાત એ પણ છે કે ડોનાલ્ડ ટ્રમ્પે જીત્યા પછી તરત જ ચીન, કેનેડા અને મેક્સિકોથી આયાત થનાર સમાન પર ટેરિફ લગવવાનો આદેશ કર્યો છે. તેમણે વિદેશથી આવતા વિધાર્થીઓ માટે પણ કહ્યું કે જો તેના પર પ્રતિબંધ નહીં લાગે તો કેનેડા અને મેક્સિકો પર વધુ 25% ટેક્સ લગાવશે અને ભારતને પણ નિશાન પર લીધું છે.

વધુ વાંચો: ગુજરાતી મૂળના બન્યાં FBI ડાયરેક્ટર, જાણો ટ્રમ્પે કેમ લીધો આ મોટો નિર્ણય

કાશ પટેલ બનશે FBI ચીફ

ડોનાલ્ડ ટ્રમ્પે કાશ પટેલને FBI ચીફના પદ માટે નોમિનેટ કર્યા છે. 20 જાન્યુઆરી 2025ના રોજ જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ પદની શપથ લેશે ત્યારબાદ કાશ પટેલ FBI ચીફના પદ પર કાર્યરત થઈ જશે. કાશ પટેલના વખાણ કરતાં ટ્રમ્પે કહ્યું હતું કે પટેલે સચ્ચાઈ, જવાબદારી અને સંવિધાનના સમર્થનમાં ઊભા રહીને રશિયા તરફથી થઈ રહેલા ફ્રોડને ઉઘાડો પાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

US President Donald Trump BRICS countries
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ