બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / આખરે ટ્રમ્પની શપથવિધિના શપથગ્રહણ સમારોહના સ્થાનમાં કેમ કરાયો ફેરફાર, કારણ જાણીને ચોંકી જશો

વર્લ્ડ / આખરે ટ્રમ્પની શપથવિધિના શપથગ્રહણ સમારોહના સ્થાનમાં કેમ કરાયો ફેરફાર, કારણ જાણીને ચોંકી જશો

Last Updated: 08:23 AM, 18 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Donald Trump : અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો શપથ ગ્રહણ સમારોહ સખત ઠંડીને કારણે સોમવારે (21 જાન્યુઆરી) ના રોજ બહાર નહીં પરંતુ US કેપિટલની અંદર યોજાશે

Donald Trump : આગામી 20 જાન્યુઆરીએ એટલે કે સોમવારે સમગ્ર વિશ્વની નજર અમેરિકા પર રહેશે. આ દિવસે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના નવા રાષ્ટ્રપતિ તરીકે શપથ લેવા જઈ રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા ઠંડીને લઈને કહેર કરવામાં આવેલા એલર્ટના કારણે ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહનું સ્થાન પણ બદલાઈ ગયું છે. અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો શપથ ગ્રહણ સમારોહ સખત ઠંડીને કારણે સોમવારે (21 જાન્યુઆરી) ના રોજ બહાર નહીં પરંતુ US કેપિટલની અંદર યોજાશે. 40 વર્ષમાં આ પ્રથમ વખત હશે કે, જ્યારે કોઈ અમેરિકી રાષ્ટ્રપતિનો શપથ ગ્રહણ સમારોહ અંદર યોજાશે.

ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર માહિતી આપી

ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે (17 જાન્યુઆરી) પોતાના સોશિયલ પ્લેટફોર્મ પર કહ્યું, દેશમાં આર્કટિક વાવાઝોડું ચાલી રહ્યું છે. હું નથી ઈચ્છતો કે લોકોને કોઈ પણ પ્રકારે ઈજા થાય તેથી મેં આદેશ આપ્યો છે કે, પ્રાર્થના અને અન્ય ભાષણો ઉપરાંત ઉદ્ઘાટન સંબોધન યુનાઈટેડ સ્ટેટ્સ કેપિટોલ રોટુન્ડામાં થાય.

વધુ વાંચો : ટ્રમ્પે બોલાવી ક્વાડ વિદેશ મંત્રીઓની બેઠક, મહત્વના મુદ્દાઓ પર થશે વાતચીત

40 વર્ષ પછી થશે આવું

આ પહેલા અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીગને પણ ઠંડીના કારણે શપથ ગ્રહણ સમારોહનું સ્થળ બદલી નાખ્યું હતું. 1985માં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીગને પણ ઠંડીના કારણે રોટુંડામાં ભાષણ આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે, અગાઉ આ સમારોહ યુએસ કેપિટોલની બહાર નેશનલ મોલમાં યોજાવાનો હતો. સોમવારે વોશિંગ્ટનમાં ટ્રમ્પના શપથ ગ્રહણ સમયે તાપમાન માઈનસ 7 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની ધારણા છે. આ સમયગાળા દરમિયાન ઠંડા પવન લોકોને પરેશાન કરી શકે છે. ટ્રમ્પે કહ્યું કે, સમર્થકો કેપિટલ વન એરેનાની અંદર સ્ક્રીન પર સમારોહ જોઈ શકે છે. કેપિટલ વન એરેના એ વોશિંગ્ટન શહેરમાં સ્થિત એક વ્યાવસાયિક બાસ્કેટબોલ અને હોકી એરેના છે, જેમાં 20,000 લોકો બેસી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Swearing-in ceremony Donald Trump US Capitol
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ