બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / VIDEO : 'આ રહ્યો મારો દીકરો', ટ્રમ્પે પુત્રની ઓળખાણ કરાવી, જોતાં પ્રેમમાં પડી જવાય તેવો સુંદર
Last Updated: 05:59 PM, 21 January 2025
ટ્રમ્પ તો આખી દુનિયા ઓળખે છે પરંતુ અત્યાર સુધી તો તેમના પુત્રને ભાગ્યે જ કોઈ ઓળખતું હતું પરંતુ હવે દુનિયાને તેમના પુત્રની પણ ઓળખાણ મળી ગઈ છે. શપથ ગ્રહણ સમારોહમાં ટ્રમ્પનો દીકરો બેરન ટ્રક લાઈમ લાઈટ ખાટી ગયો હતો અને જેવી ટ્રમ્પે પુત્રની ઓળખાણ કરાવી કે તરત જ તેણે ઓડિયન્સનું ધ્યાન ખેંચ્યું હતું.
ADVERTISEMENT
#WATCH | Washington, DC: "I have a very tall son...," says US President #DonaldTrump as he introduces Barron Trump to the crowd at Capitol One Arena.
— ANI (@ANI) January 20, 2025
He further says, "...He knew the youth vote. We won the youth vote by 36 points. He was saying - 'Dad, you have to go out and do… pic.twitter.com/Xq0SBiejJV
પુત્ર પર પોરસાયા ટ્રમ્પ
ADVERTISEMENT
શપથ ગ્રહણમાં ટ્રમ્પે જ્યારે લાંબા હાથ કરીને પોતાના પુત્ર બેરોનનો પરિચય આપ્યો ત્યારે લોકો તાકતા રહી ગયાં હતા. બેરોનની ઓળખાણ આપતાં ટ્રમ્પે કહ્યું કે મારો એક ખૂબ જ ઊંચો પુત્ર છે, જેણ પ્રચારમાં મારી ખૂબ મદદ કરી હતી. ટ્રમ્પે કહ્યું કે અમે યુવાનોના મતો જાણતાં હતા. અમને યુવાનોના 36 પોઈન્ટ મળ્યાં. બેરન કહેતો કે 'પપ્પા, તમારે બહાર જઈને આ એક કે તે એક કરવું પડશે'. અમે તેમાંથી ઘણું કર્યું. તે બધાનો આદર કરે છે, તે તેમને ખૂબ સારી રીતે સમજ્યો છે.
Trump dances with sword while Village People YMCA plays at Commander-In-Chief inaugural ball pic.twitter.com/w0PVPzDZZK
— Howard Mortman (@HowardMortman) January 21, 2025
પિતાને પરિચય આપતાં બેરોન કર્યું અભિવાદન
ટ્રમ્પે ઓળખાણ કરાવતાં બેરોન ઊભો થયો હતો અને લોકોનુ અભિવાદન ઝીલતો જોવા મળ્યો હતો. ટ્રમ્પ જ્યારે પહેલી વાર 2017માં રાષ્ટ્રપતિ બન્યાં ત્યારે બેરોન 10 વર્ષનો હતો અને ટ્રમ્પ બીજ વાર પ્રેસિડન્ટ બન્યાં ત્યારે બેરોન 6 ફૂટ 9 ઈંચનો હટ્ટોકટ્ટો યુવાન બની ચૂકયો છે.
2006માં બેરોનનો જન્મ
20 માર્ચ, 2006ના રોજ જન્મેલા બેરોન ડોનાલ્ડ અને મેલાનિયા ટ્રમ્પનું એકમાત્ર સંતાન છે. બેરોન નામ ખૂબ ગમતું હોવાથી ટ્રમ્પે પુત્રનું નામ બેરોન રાખ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.