ભારતીયોને ટ્રમ્પે આપ્યાં ખુશખબર...H-1B વીઝામાં ફેરફાર કરશે અમેરિકા

By : admin 09:30 AM, 12 January 2019 | Updated : 09:30 AM, 12 January 2019
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે H-1B વીઝા ધારકોને આશ્વાસન આપ્યું છે કે તેમનું પ્રશાસન જલ્દી એવો ફેરફાર કરશે, જેનાથી તેઓને અમેરિકામાં રોકાવવા ભરોસો મળશે. જ્યારે તેઓને અમેરિકાનું નાગરિકતા લેવા માટે સંભવિત રસ્તો બનશે.

H-1B વીઝામાં સૌથી વધારે આઇટીમાં જોબ કરતાં લોકો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્વારે ટ્વિટ કરી જણાવ્યું હતું કે તેમનું પ્રશાસન એચ-1બી વીઝમાં અમેરિકાની નિતિઓમાં ફેરફાર કરવાની યોજના બનાવી રહ્યું છે.

જેમાં પ્રતિભાશાળી તેમજ ઉચ્ચ કૌશલ્ય ધરાવતા લોકોને અમેરિકામાં કેરિયર બનાવા માટે પ્રોત્સાહન આપશે. ટ્રમ્પે ટ્વિટ કરી જણાવ્યું કે અમેરિકામાં એચ-1બી વીઝા ધારકોને નિશ્ચિત થઇ શકે છે કે ફેરફાર જલ્દી કરવામાં આવશે જેને લઇને તમે અહીં આસાનીથી રોકાઇ શકશો અને તમને ભરોસો બેસશે.

તેની સાથે જ અમેરિકાનું નાગરિકત્વ મેળવવાનો રસ્તો સાફ થઇ જશે. અમે પ્રતિભાશાળી તેમજ ઉચ્ચ કૌશલ્ય ધરાવતાં લોકોને અમેરિકામાં કેરિયર બનાવવા માટે પ્રોત્સાહન આપીશું.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું આ ટ્વિટ ભારતીય વ્યવસાયીકો તેમજ ખાસ કરીને આઇટી ક્ષેત્રમાં જોબ કરતાં લોકો માટે ખુશખબર છે. જે લોકોને ગ્રીન કાર્ડ અથવા કાયમી કાનૂની નિવાસ મેળવવા માટે હાલ વર્તમાન સમયમાં અંદાજે 10 વર્ષ જેટલો સમય સુધી રાહ જોવી પડે છે.

રાષ્ટ્રપતિ શાસનકાળના પહેલા બે વર્ષમાં ટ્રમ્પ શાસને એચ-1બી વીઝા ધારકો માટે વધુ સમય સુધી રોકાવા તેમજ વીઝા મેળવવાનું મુશ્કેલ કરી દીધું હતું. ભારતના આઇટી પ્રોફેશનલ અહી એચ-1બી વીઝામાં રહેવાનું વધારે પસંદ કરતાં હોય છે.  Recent Story

Popular Story