બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / વિશ્વ / આલિશાન બંગલાથી લઈને ગોલ્ફ કોર્સ, ડોનાલ્ડ ટ્રમ્પની ભારતમાં છે કરોડો રૂપિયાની સંપત્તિ
Last Updated: 11:30 PM, 19 January 2025
અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આવતીકાલે એટલે કે, 20 જાન્યુઆરીએ અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બાદ તેમની સંપત્તિમાં જોરદાર વધારો થયો છે. ટ્રમ્પની પ્રોપર્ટી માત્ર અમેરિકામાં જ નહીં પરંતુ દુનિયાના અલગ-અલગ દેશોમાં છે. ભારતમાં પણ ટ્રમ્પ પાસે આલીશાન બંગલાથી લઈને ટાવર સુધીની દરેક વસ્તુ છે. બિઝનેસ મેગેઝિન ફોર્બ્સ મુજબ અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સંપત્તિમાં સોમવારે 865 મિલિયન ડોલર એટલે કે, લગભગ 7,100 કરોડ રૂપિયાથી વધુનો વધારો થયો છે.
ADVERTISEMENT
અમેરિકા પછી ભારતમાં સૌથી વધુ ટ્રમ્પ ટાવર્સ
થોડા જ વર્ષોમાં અમેરિકા પછી ભારતમાં સૌથી વધુ ટ્રમ્પ ટાવર હશે. હાલમાં મુંબઈ, પુણે, ગુરુગ્રામ અને કોલકાતામાં ચાર ટ્રમ્પ ટાવર છે. આગામી છ વર્ષમાં તેની સંખ્યા વધીને 10 થશે. નવા પ્રોજેક્ટ્સમાં નોઈડા, હૈદરાબાદ, બેંગલુરુ અને પૂણે જેવા મોટા શહેરોમાં બહુમાળી ટાવર, ઓફિસ બિલ્ડિંગ, વિલા અને ગોલ્ફ કોર્સનો સમાવેશ થશે.
ADVERTISEMENT
આ પણ વાંચો: ગુજરાત યુનિવર્સિટીમાં 4 કરોડથી વધુનું કૌભાંડ, પ્રોફેસર કમલજીત લખતરીયાની ધરપકડ
''ભારત-અમેરિકા સંબંધો વધુ મજબૂત થશે''
ભારતમાં ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશનના ભાગીદાર ટ્રિબેકા ડેવલપર્સના સ્થાપક કલ્પેશ મહેતાનું કહેવું છે કે, 2014માં મુંબઈમાં ટ્રમ્પ ટાવરના લોન્ચિંગ વખતે ડોનાલ્ડ ટ્રમ્પે ભારતમા વધુ રસ દાખવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં તેમણે ભારતને ઉભરતા બજાર તરીકે જોયું હતું. મહેતાના મતે ટ્રમ્પના રાષ્ટ્રપતિ બનવાથી ભારત-અમેરિકા સંબંધો વધુ મજબૂત થશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.