donald trump lost president election may go to jail
સંકટ /
રાષ્ટ્રપતિ પદથી હટ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પને જેલભેગાં કરાય તેવી શક્યતા, જાણો કારણ
Team VTV11:37 AM, 10 Nov 20
| Updated: 11:56 AM, 10 Nov 20
અમેરિકાના રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામ આવી ચૂક્યા છે અને જો બાઈડેને નવા રાષ્ટ્રપતિ તરીકે પસંદગી પામ્યા છે. ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ ન ફક્ત ચૂંટણી હાર્યા છે. પરંતું આગળ તેમને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. રાષ્ટ્રપતિ પદથી હટતાની સાથે તે જેલ પણ જઈ શકે છે.
ટ્રમ્પને મુશ્કેલ આર્થિક સ્થિતિનો પણ સામનો કરવો પડી શકે
ટ્રમ્પ પર પદથી હટ્યા બાદ તેમના પર ગુનાહિત કાર્યવાહી થઈ શકે
મારા પર ખોટા આરોપ લગાવાઈ રહ્યા છે- ટ્રમ્પે
બીબીસીના એક સમાચાર મુજબ વિશેષજ્ઞોના જણાવ્યાનુંસાર તેમના કાર્યકાળમાં થયેલા કથિત ગોળાટાની તપાસમાં જાણવા મળ્યું છે તેમને રાષ્ટ્રપતિ પદથી હટ્યા બાદ તેમના પર ગુનાહિત કાર્યવાહી ઉપરાંત તેમના મુશ્કેલ આર્થિક સ્થિતિનો પણ સામનો કરવો પડી શકે છે. રાષ્ટ્રપતિ પદ પર રહેતા તેમની વિરુદ્ધ અધિકારીક કામો માટે કેસ ન ચલાવી શકાય.
પ્રેસ યૂનિવર્સિટીમાં કોનસ્ટીચ્યૂશનલ લોના પ્રોફેસર બેનેટ ગર્શમેને કહ્યું કે એ વાતની સંભાવના છે કે ટ્રમ્પ પર ગુનાહિત મામલાઓ ચલાવવમાં આવશે. ટ્રમ્પ પર બેંક સાથે છેતરપિંડી, ટેક્સ છેતરપિંડી, મની લોન્ડ્રિંગ, ચૂંટણીમાં છેતરપિંડી જેવા મામલાના આરોપ લગાવવામાં આવ્યા છે. તેમના કામો સાથે જોડાયેલી જે પણ માહિતી મીડિયામાં આવી રહી છે તે નાણાકીય છે.
જો કે કેસ અહીં સુધી મર્યાદિત નથી. પરંતું તમને ભારે આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે. આમાં મોટા પાસે ખાનગી દેવું અને તેમના વ્યવસાયમાં મુશ્કેલી સામિલ છે. આવનારા 4 વર્ષમાં ટ્ર્મ્પને 30 કરોડ ડૉલરથી વધારે દેવું ચૂકવવાનું છે. એ પણ ત્યારે જ્યારે તેમની આર્થિક સ્થિતિ સારી નથી. જો કે ટ્રમ્પ હંમેશા દાવો કરતા આવ્યા છે કે તે પોતાના દુશ્મનોના ષડયંત્રનો શિકાર બન્યા છે. તેમના પર ખોટા આરોપ લગાવાઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે તેમના શાસન દરમિયાન તેઓ ગોળાટાના આરોપોની ન્યાય વિભાગની તપાસ અને આ વર્ષે શરુઆતમાં તેમના પર ચાલેલા મહાભિયોગથી તે સફળતાપૂર્વક બહાર આવી ગયા હતા. પરંતુ આ તમામ તપાસ અને પ્રક્રિયાઓ રાષ્ટ્રપતિને મળેલા અભિયોગમાં મળેલી સુરક્ષા અંતર્ગત થઈ હતી. ન્યાયીક વિભાવ વારંવાર કહેતું રહ્યું કે રાષ્ટ્રપતિ પદ પર રહેલા વ્યક્તિની વિરુદ્ધ કેસ ન ચલાવી શકાય.
ગર્શમેને કહ્યુ કે આપણે પહેલાથી જાણીએ છીએ કે મતદાતા વિશ્વાસઘાતના આરોપ લગાવી શકાય છે કમ કે મૈનહટન માટે અમેરિકન એર્ટોનીએ ટ્રમ્પને માઈકલ કોહેનની સાથે ષડયંત્રના સાથી ગણાવ્યા છે. વિશેષજ્ઞ ટ્ર્મ્પના પૂર્વ વકીલ માઈકલની વિરુદ્ધ થયેલી તપાસને પણ યાદ કરી. 2018માં માઈકલ ચૂંટણી ગળબડમાં ગુનેગાર ઠર્યા હતા. તેમના પર ટ્ર્મ્પ સાથે અફેર હોવાનો દાવો કરનારી પોર્ન એક્ટ્રેસ સ્ટોર્મા ડેનિયલ્સને 2016માં ચૂંટણીમાં પૈસા આપવાનો આરોપ લગાવાયો હતો.
માઈકલની તપાસ દરમિયાન રાષ્ટ્રપતિ પદના એક ઉમેદવાર ગુનાહિત ગતિવિધીઓ સાથે જોડાયેલા હોવાની વાત હતી. આ ઉમેદવારને ટ્રમ્પના નામ સાથે જોડવામાં આવી રહ્યું હતુ. 2019માં સ્પેશલ કાઉન્સિલ રોબર્ટ મુલરે 2016ના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રશિયાની દખલને લઈને તપાસની રિપોર્ટ સોંપી હતી. જો કે આ રિપોર્ટમાં ટ્રમ્પને ક્લિન ચીટ આપવામાં આવી હતી. રિપોર્ટમાં ભલે ટ્રમ્પ વિરુદ્ધ કોઈ પુરાવા ન મળ્યા હોય પણ કહેવામાં આવ્યું હતું કે તેમણે તપાસમાં અડચણ ઊભી કરવાનો પ્રયાસ કર્યો છે. ટ્રમ્પે મુલરને પદ પરથી હટાવવાનો પણ પ્રયાસ કર્યો હતો.
ડિસેમ્બર 2019માં ડેમોક્રેટ્સના બહુમત વાળા હાફઉ ઓફ રિપ્રેજેન્ટેટિવમાં તેમના પર અભિયોગ ચલાવાયો પરંતુ ફેબ્રુઆરી 2020માં રિપબ્લિકન્સે બહુમત વાળા સેનેટે તેમને અપરાધ મુક્ત કરી દીધા હતા. ડોનાલ્ડ ટ્રમ્પ ત્રીજા એવા અમેરિકન રાષ્ટ્રપતિ છે જેમને મહાભિયોગનો સામનો કરવો પડ્યો હતો.