બ્રેકિંગ ન્યુઝ
VTV / Politics / વિશ્વ / રાષ્ટ્રપતિના શપથગ્રહણ બાદ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત આવવાની તૈયારીમાં! મીડિયા રિપોર્ટમાં કરાયો દાવો
Last Updated: 09:59 AM, 19 January 2025
ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લેવાના છે. આ પછી તેઓ ભારતની મુલાકાતે આવી શકે છે. એક મીડિયા રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. જોકે આ માટેની તારીખ નક્કી કરવામાં આવી નથી.
ADVERTISEMENT
ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લેવાના છે. આ પછી તેઓ ભારતની મુલાકાતે આવી શકે છે. એક મીડિયા રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. જોકે આ માટેની તારીખ નક્કી કરવામાં આવી નથી. ડોનાલ્ડ ટ્રમ્પ એક ખાસ વિમાન દ્વારા વોશિંગ્ટન પહોંચી ચુક્યા છે, જ્યાં તેમણે નવા રાષ્ટ્રપતિ તરીકે કાર્યભાર સંભાળવાનો છે. તેમની સાથે તેમની પત્ની મેલાનિયા અને પુત્ર બેરોન પણ હાજર છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ ચીનની મુલાકાત પણ લઈ શકે છે. રિપોર્ટ અનુસાર ટ્રમ્પ ભારતની મુલાકાત લેવામાં પણ ઇચ્છુક છે. તેઓ આ અંગે તેમના સલાહકારો સાથે વાત કરી રહ્યા છે.
ADVERTISEMENT
એવું કહેવામાં આવી રહ્યું છે કે ટ્રમ્પની આ મુલાકાત એપ્રિલમાં અથવા વર્ષના અંતમાં થઈ શકે છે. અમેરિકન મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ઉપરાંત નરેન્દ્ર મોદીને વ્હાઇટ હાઉસ ખાતે બેઠક માટે આમંત્રણ મોકલવાનો વિચાર પણ ચાલી રહ્યો છે.
તેમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ગયા મહિને ક્રિસમસ દરમિયાન વિદેશ મંત્રી એસ જયશંકરે વોશિંગ્ટનની મુલાકાત લીધી ત્યારે પ્રારંભિક સ્તરની વાતચીત થઈ હતી. ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં ભારતનું પ્રતિનિધિત્વ એસ જયશંકર કરી રહ્યા છે. ભારત ઓસ્ટ્રેલિયા, જાપાન અને યુનાઇટેડ સ્ટેટ્સના નેતાઓની બનેલી ક્વાડ સમિટનું આયોજન કરવા માટે તૈયાર છે.
આ સમય દરમિયાન તેઓ અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધો સુધારવા અંગે ચર્ચા કરી શકે છે. તમને જણાવી દઈએ કે ટ્રમ્પે પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન ચીન પર વધારાના કર લાદવાની ધમકી આપી હતી. આનાથી બંને દેશોના સંબંધો પર પણ અસર પડી છે. ટ્રમ્પ પોતાની મુલાકાત દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વાતચીત કરીને સંબંધો સુધારી શકે છે.
એક દિવસ પહેલા જ ટ્રમ્પે ચીનના રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરી હતી. ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં ચીનના ઉપરાષ્ટ્રપતિ હાન ઝેંગ હાજર રહેશે. આ પહેલી વાર હશે જ્યારે કોઈ વરિષ્ઠ ચીની અધિકારી અમેરિકન રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ સમારોહના સાક્ષી બનશે. ચીનના રાષ્ટ્રપતિને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ શી જિનપિંગ કોઈપણ વિદેશી રાષ્ટ્રપ્રમુખના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપતા નથી.
આ પણ વાંચોઃ ટ્રમ્પના શપથ ગ્રહણમાં સામેલ થશે અંબાણી ફેમિલી, મંચ પર મળશે આ સ્પેશિયલ સ્થાન
જિનપિંગ સાથે ફોન પર વાત કર્યા પછી ટ્રમ્પે કહ્યું કે ચીનના રાષ્ટ્રપતિ સાથે તેમની ખૂબ સારી વાતચીત થઈ. ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું કે મેં હમણાં જ ચીનના રાષ્ટ્રપતિ સાથે વાત કરી છે. મને આશા છે કે આપણે સાથે મળીને ઘણી સમસ્યાઓનો ઉકેલ લાવીશું, અને તાત્કાલિક પગલાં લઈશું. ટ્રમ્પે કહ્યું કે તેઓએ વેપાર, ફેન્ટાનાઇલ, ટિકટોક અને અન્ય વિષયો પર ચર્ચા કરી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ બંને દેશો માટે ખૂબ જ સારું છે. રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને હું વિશ્વને વધુ શાંતિપૂર્ણ અને સુરક્ષિત બનાવવા માટે તમામ પ્રયાસો કરીશું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.