બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / સોનું, ઇંધણ, સેન્સેક્સ..., જાણો ડોનાલ્ડ ટ્રમ્પની જીતથી કોના પર કેવી અસર પડી? ભારતમાં પણ દેખાશે ઇમ્પેક્ટ

બિઝનેસ / સોનું, ઇંધણ, સેન્સેક્સ..., જાણો ડોનાલ્ડ ટ્રમ્પની જીતથી કોના પર કેવી અસર પડી? ભારતમાં પણ દેખાશે ઇમ્પેક્ટ

Last Updated: 09:37 AM, 7 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Donald Trump : અમેરિકી ચૂંટણીના પરિણામો આવતાની સાથે જ ક્રૂડ ઓઈલ, શેરબજાર, સોનું, બિટકોઈન અને રૂપિયા પર ભારે અસર જોવા મળી હતી. જ્યારે રૂપિયો તેના સૌથી નીચા સ્તરે ગયો ત્યારે સ્થાનિક શેરબજાર અને ક્રિપ્ટોકરન્સીમાં તીવ્ર વધારો નોંધાયો

Donald Trump : ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના આગામી રાષ્ટ્રપતિ હશે. મહત્વનું છે કે, અમેરિકી ચૂંટણીના પરિણામો આવતાની સાથે જ ક્રૂડ ઓઈલ, શેરબજાર, સોનું, બિટકોઈન અને રૂપિયા પર ભારે અસર જોવા મળી હતી. જ્યારે રૂપિયો તેના સૌથી નીચા સ્તરે ગયો ત્યારે સ્થાનિક શેરબજાર અને ક્રિપ્ટોકરન્સીમાં તીવ્ર વધારો નોંધાયો હતો. જોકે સોના અને ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. 6 નવેમ્બરે જાહેર થયેલા પરિણામોમાં ટ્રમ્પ અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે.

મંગળવારે બપોરે ભારતીય શેરબજારમાં જોરદાર રિકવરી જોવા મળી હતી. ટ્રમ્પની જીત બાદ બજારે સકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો. પેન્સિલવેનિયામાં ટ્રમ્પની જીત બાદ નેશનલ સ્ટોક એક્સચેન્જ દિવસના સર્વોચ્ચ સ્તર 24,537.6 પર પહોંચ્યો હતો. જ્યારે BSE 1000 પોઈન્ટના ઉછાળા સાથે 80,569.73 પર પહોંચ્યો હતો.

ભારતીય રૂપિયામાં રેકોર્ડ ઘટાડો

ટ્રમ્પની જીત બાદ ભારતીય રૂપિયો બુધવારે અમેરિકી ડોલરના મુકાબલે તેના સૌથી નીચા સ્તર 84.25 પર પહોંચી ગયો હતો. વિશ્લેષકોનું કહેવું છે કે, ટ્રમ્પની નીતિઓ આવનારા દિવસોમાં રૂપિયાને વધુ નબળો પાડશે કારણ કે ટ્રમ્પ મોંઘવારી ઘટાડવા માટે ઘણા પગલાં લઈ શકે છે.

વૈશ્વિક સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો

ટ્રમ્પની જીત બાદ અમેરિકી ડૉલર મજબૂત થયો પરંતુ સોના-ચાંદીના આંતરરાષ્ટ્રીય ભાવમાં ઘટાડો થયો. ડૉલરની મજબૂતાઈને કારણે ભારતીય ગ્રાહકો માટે સોનું ખરીદવું પણ મોંઘુ થઈ શકે છે.

ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો

બુધવારે બ્રેન્ટ ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થયો હતો. તે પ્રતિ ડોલર 2.09 ટકા ઘટીને 73.95 પર આવી ગયો છે. રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા બાદ ટ્રમ્પે કહ્યું, તેલની કિંમતો મારા પર છોડો અમારી પાસે અન્ય દેશ કરતા વધુ તેલ અને ગેસ છે.

બિટકોઇન તેના ઉચ્ચતમ સ્તર પર

ટ્રમ્પની જીત બાદ બિટકોઈનના ભાવમાં પણ વધારો જોવા મળ્યો હતો. તે તેની સર્વકાલીન ઉચ્ચતમ $75,011 પર પહોંચ્યું હતું. આ બધા સિવાય અમેરિકન બોન્ડના ભાવમાં 4.45 ટકાનો વધારો જોવા મળ્યો હતો.

વધુ વાંચો : 185 અંકની તેજી સાથે સેન્સેક્સ આજે 80500ને પાર, તો નિફ્ટી કેટલાં અંકે પહોંચ્યો, જાણો કયા શેર તેજીમાં

ભારત પર ટ્રમ્પની જીતની અસર

ટ્રમ્પની નીતિ અમેરિકા ફર્સ્ટ છે. એવું માનવામાં આવે છે કે, ટ્રમ્પ આયાત પર ટેરિફ વધારી શકે છે અને તેની અસર અમેરિકા સાથે વેપાર કરતા તમામ દેશો પર જોવા મળી શકે છે. ખાસ કરીને ડૉલરની મજબૂતીથી ભારતને ફુગાવાના દબાણનો સામનો કરવો પડી શકે છે. બજારમાંથી મૂડી બહાર જવાની પણ શક્યતા છે. ટ્રમ્પની કડક સ્થળાંતર નીતિ ભારતના ટેક ઉદ્યોગને અસર કરી શકે છે કારણ કે આ ઉદ્યોગ ભારતમાંથી કુશળ શ્રમિકોની મુક્ત અવરજવર પર આધારિત છે. જોકે ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન ભારત સાથે સારા સંબંધો જોવા મળ્યા હતા. ચીન પર ટ્રમ્પની નીતિઓ એશિયામાં ડ્રેગનના પ્રભાવને સંતુલિત કરવા માટે માનવામાં આવતી હતી. પૂર્વ રાષ્ટ્રપતિએ ચીનને અમેરિકન સુરક્ષા માટે ખતરો ગણાવ્યો હતો. એવું માનવામાં આવે છે કે, ભારતીય કંપનીઓને ડિફેન્સ, ટેક અને એક્સપોર્ટ સેક્ટરમાં સારી તકો મળશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Stock Market Stock Market, Donald Trump Crude Oil
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ