બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / 'આ તારીખ પહેલા જો ઈઝરાયલના બંધકોને હમાસ નહીં છોડે તો મીડિલ ઈસ્ટમાં તબાહી લાવી દઇશ', ટ્રમ્પની ખુલ્લી ધમકી
Last Updated: 08:13 AM, 3 December 2024
Donald Trump : અમેરિકાના નવા ચૂંટાયેલા યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હમાસને ખુલ્લી ધમકી આપી છે. વાસ્તવમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, જો ગાઝા પટ્ટીમાં બંધક બનાવવામાં આવેલા લોકોને 20 જાન્યુઆરીએ તેમની શપથવિધિ પહેલા છોડવામાં નહીં આવે તો મધ્ય પૂર્વમાં 'તબાહી મચાવી દઇશ. ઈઝરાયેલના આંકડાઓ અનુસાર ગયા વર્ષે ઈઝરાયેલ પર હુમલા દરમિયાન હમાસના આતંકવાદીઓએ ઈઝરાયેલ-અમેરિકન નાગરિકો સહિત 250થી વધુ લોકોને બંધક બનાવી લીધા હતા. ગાઝામાં હજુ પણ રાખવામાં આવેલા 101 વિદેશી અને ઇઝરાયેલી બંધકોમાંથી અડધા જીવંત હોવાનો અંદાજ છે.
ADVERTISEMENT
ટ્રમ્પે આપી ધમકી
ટ્રમ્પે પોતાના નિવેદનમાં કહ્યું, જો 20 જાન્યુઆરી, 2025 સુધીમાં બંધકોને છોડવામાં નહીં આવે તો મધ્ય પૂર્વમાં તબાહી સર્જાશે. માનવતા વિરુદ્ધ આ અત્યાચાર કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું, જે લોકોએ આવું કર્યું તેમને અમેરિકાના ઈતિહાસની સૌથી મોટી સજા આપવામાં આવશે. ટ્રમ્પે કહ્યું કે, જો યોગ્ય સમયે કાર્યવાહી નહીં કરવામાં આવે તો અમેરિકા એવી સજા આપશે જે આજ સુધી કોઈને મળી નથી.
ADVERTISEMENT
આ તરફ હમાસે બંધકોની મુક્તિ અને ગાઝામાંથી ઇઝરાયેલની સંપૂર્ણ પીછેહઠના બદલામાં યુદ્ધ સમાપ્ત કરવાની માંગ કરી છે. જ્યારે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું છે કે, જ્યાં સુધી હમાસનો સંપૂર્ણ નાશ નહીં થાય ત્યાં સુધી યુદ્ધ ચાલુ રહેશે. તમને જણાવી દઈએ કે ઈઝરાયેલમાં પણ બંધકોની મુક્તિ માટે નેતન્યાહુ વિરુદ્ધ વિરોધનો અવાજ ઉઠાવવામાં આવ્યો છે. આ દરમિયાન સોમવારે હમાસે કહ્યું કે, ગાઝામાં 33 બંધકો મૃત્યુ પામ્યા છે, જોકે તેમણે તેમની રાષ્ટ્રીયતા જાહેર કરી નથી.
નોંધનિય છે કે, ઈઝરાયેલે 7 ઓક્ટોબર, 2023ના રોજ હમાસના નેતૃત્વવાળા આતંકવાદીઓએ ઈઝરાયલી સમુદાયો પર હુમલો કર્યા બાદ યુદ્ધ શરૂ કર્યું હતું જેમાં 1,200 લોકો માર્યા ગયા હતા. ઈઝરાયેલની સૈન્ય કાર્યવાહીમાં અત્યાર સુધીમાં 44,400 થી વધુ પેલેસ્ટાઈનીઓ માર્યા ગયા છે અને ગાઝાની મોટાભાગની વસ્તી વિસ્થાપિત થઈ ગઈ છે. ગાઝાના અધિકારીઓના જણાવ્યા અનુસાર ગાઝાનો મોટો વિસ્તાર સંપૂર્ણ રીતે બરબાદ થઈ ગયો છે.
શું કહી રહ્યું છે હમાસ ?
હમાસના કાર્યકારી ગાઝા ચીફ ખલીલ અલ-હૈયાએ તાજેતરમાં એક નિવેદનમાં કહ્યું હતું કે, જ્યાં સુધી પેલેસ્ટિનિયન ક્ષેત્રમાં યુદ્ધ સમાપ્ત ન થાય ત્યાં સુધી ઇઝરાયેલ સાથે બંધકો કેદીઓના વિનિમય માટે કોઈ કરાર થશે નહીં. એક ઈન્ટરવ્યુમાં હૈયાએ કહ્યું હતું કે, યુદ્ધ સમાપ્ત થયા વિના કેદીઓની આપ-લે થઈ શકે નહીં. ગયા વર્ષે 7 ઓક્ટોબરે હમાસે ઇઝરાયેલ પર હુમલો કર્યો હતો જેમાં 1200 લોકો માર્યા ગયા હતા, જ્યારે 250ને બંધક બનાવ્યા હતા. તેમાંના કેટલાકને બે ટૂંકા યુદ્ધવિરામ હેઠળ શરતી રીતે મુક્ત કરવામાં આવ્યા હતા પરંતુ ઘણા હુમલાઓમાં માર્યા ગયા હતા. લગભગ 100 બંધકો હજુ પણ હમાસની કેદમાં છે. તેને મુક્ત કરાવવા માટે સતત દેખાવો થઈ રહ્યા છે. યુદ્ધવિરામ માટે અનેક નિષ્ફળ પ્રયાસો થયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT