બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / VIDEO : ટ્રમ્પે હાથમાં તલવાર લઈને ડાન્સ શરુ કરી દેતાં સિક્રેટ સર્વિસને શ્વાસ ચઢ્યો, મેલાનિયા સાથે 'ઈન્ટીમેટ'
Last Updated: 05:28 PM, 21 January 2025
અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યાં બાદ ડોનાલ્ડ ટ્રમ્પ કમાન્ડર ઈન ચીફ બોલ ખાતે મિલિટરી સેરેમનીમાં પરંપરાગત કેક કાપવા માટે પહોંચ્યાં હતા અને ત્યાં એવી હરકતો કરી નાખી કે તેમની સુરક્ષા સંભાળી રહેલા સિક્રેટ સર્વિસના એજન્ટોને પરસેવો વળી ગયો હતો.
ADVERTISEMENT
THE MOST DANGEROUS MAN IN THE WORLD RIGHT NOW...😎🇺🇸🤣🤣🤣 pic.twitter.com/b0MwA5xf2l
— il Donaldo Trumpo (@PapiTrumpo) January 21, 2025
રાષ્ટ્રપતિ બન્યાં બાદ ડોનાલ્ડ ટ્રમ્પની જાતજાતની હરકતો
ADVERTISEMENT
રાષ્ટ્રપતિ બન્યાં બાદ ડોનાલ્ડ ટ્રમ્પ જાતજાતની હરકતો કરી રહ્યાં છે. શપથ પહેલાના તેમના ડાન્સ બાદ અને તેમણે બીજો પણ વિચિત્ર ડાન્સ કર્યો છે જેનો વીડિયો વાયરલ થયો છે. હકીકતમાં કમાન્ડર ઈન ચીફ બોલ ખાતે મિલિટરી સેરેમનીમાં ટ્રમ્પ કેક કાપવા માટે પહોંચ્યાં હતા અને જ્યાં તેમને એક મોટી મિલિટરીની તલવાર આપવામાં આવી, તલવાર હાથમાં આવતાં ટ્રમ્પ ચાળો સૂઝ્યો અને તેઓ ડાન્સ કરવા લાગ્યાં હતા, આ જોઈને સિક્રેટ સર્વિલના એજન્ટો ચિંતાતુર બનેલા દેખાતાં હતા. પત્ની મેલાનિયાએ પણ ટ્રમ્પના તાલે તાલ મિલાવ્યો હતો.
US NEWS
— TT (@6002_TT) January 21, 2025
2025 Presidential Post-Inaugurationpic.twitter.com/tEhDyJ9HF3
Presidential Inaugural Ball First Dance
President Donald J. Trump and First Lady Melania's Inaugural Ball First Dance
ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ પત્ની ઉષા સાથે હાજર
ટ્રમ્પ જ્યારે સ્ટેજ પર હાથમાં તલવાર લઈને ડાન્સ કરી રહ્યાં હતા ત્યારે ત્યાં પત્ની ઉષા સાથે ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ હાજર રહ્યાં હતા અને તેમણે ઈશારો કર્યો હતો કે ટ્રમ્પના તલવાર ડાન્સથી સિક્રેટ સર્વિસના એજન્ટો નર્વસ થઈ રહ્યાં છે.
પત્ની મેલાનિયા સાથે ઈન્ટીમેટ
તલવાર ડાન્સ બાદ ટ્રમ્પ પત્ની મેલાનિયા સાથે ઈન્ટીમેટ થતાં જોવા મળ્યાં હતા. કપલે એક શાનદાર ડાન્સ પણ કર્યો હતો.
ટ્રમ્પ બન્યાં 47મા US પ્રેસિડન્ટ
રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યાના અઢી મહિના બાદ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની સત્તા સંભાળી લીધી છે. રાજધાની વોશિંગ્ટન ડીસીમાં કેપિટલ હિલની અંદર યોજાયેલા શપથ ગ્રહણ સમારોહમાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ જોન રોબર્ટ્સે ડોનાલ્ડ ટ્રમ્પને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યાં હતા. ટ્રમ્પે બે બાઈબલ પર હાથ રાખીને શપથ લીધાં હતા. આ સાથે તેઓ અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ બન્યાં છે. ટ્રમ્પની સાથે જેડી વેન્સે પણ ઉપરાષ્ટ્રપતિ પદના શપથ લીધાં હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.