બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / દક્ષિણ સરહદ પર ઈમરજન્સી, થર્ડ જેન્ડર સમાપ્ત, ટેરિફ વધારીશું, શપથ લેતા જ ટ્રમ્પના મોટા એલાન
Last Updated: 12:11 AM, 21 January 2025
ડોનાલ્ડ ટ્રમ્પે 20 જાન્યુઆરી 2025ના રોજ એટલે કે, આજે યુનાઇટેડ સ્ટેટ્સના 47મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે. ટ્રમ્પે અનેક કેસ, બે મહાભિયોગ અને બે ઘાતક હુમલાઓનો સામનો કર્યા પછી સત્તામાં અમેરિકાની આશ્ચર્યજનક વાપસી કરી છે. કડકડતી ઠંડીના કારણે 40 વર્ષમાં પ્રથમ વખત કેપિટલ હિલની અંદર અમેરિકી રાષ્ટ્રપતિનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. જેડી વેન્સે ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. ડોનાલ્ડ ટ્રમ્પના શપથ સમારોહ કાર્યક્રમમાં અરબોપતિઓ, ઉદ્યોગપતિઓ, તેમની કેબિનેટના સભ્યો અને ભૂતપૂર્વ યુએસ પ્રમુખો સહિત અન્ય મહાનુભાવોએ હાજરી આપી હતી. પદના શપથ લીધા બાદ પોતાના સંબોધનમાં ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની દક્ષિણી સરહદ પર રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી હતી. તમને જણાવી દઈએ કે અમેરિકાની દક્ષિણી સરહદ મેક્સિકો સાથે છે.
ADVERTISEMENT
રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ મોટી જાહેરાતો કરી
ADVERTISEMENT
આ પણ વાંચો: 'હવેથી કોઈ પણ દેશને અમે અમારો ફાયદો નહીં ઉઠાવવા દઈએ', રાષ્ટ્રપતિ બનતા જ ટ્રમ્પનો હુંકાર
''પનામા કેનાલ પાછી લેશે''
ટ્રમ્પે પનામા કેનાલ પાછી લેવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે કહ્યું કે પનામા કેનાલમાંથી પસાર થતા અમેરિકન જહાજોને વધુ ટોલ વસૂલવામાં આવે છે. પનામાને કેનાલ આપવી એ મૂર્ખતાપૂર્ણનો નિર્ણય હતો. તેમણે કહ્યું કે ''પનામા કેનાલ પર ચીનનું નિયંત્રણ છે અમે તેને પાછું લઈ જઈશું'' ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ''અમેરિકા તે કામ વધુ સારી રીતે કરે છે જેને અશક્ય માનવામાં આવે છે
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.