બટાકાથી વધારે એની છાલ છે વધારે મહત્વની, જાણો કેટલાક બેમિસાલ ફાયદા

By : krupamehta 04:25 PM, 09 July 2018 | Updated : 04:25 PM, 09 July 2018
મોટાભાગે શાકભાજી સાથે બટાકા ખાવાનું પસંદ કરે છે અને લોકો એને આરામથી ખાય પણ છે. બટાકાનું શાક બનાવતી વખતે એની છાલને કચરો સમજીને દરેક લોકો ફેંકી દે છ, પરંતુ આજે તમે જાણી જદશો કે બટકાની છાલ તમારા કેટલા કામની છે તો તમે પણ આજથી જ છાલ ફેંકશો નહીં. 

બટાકામાં 2 ટકા ફાઇબર મળી આવે છે, જે મોટાભાગે બટાકાની છાલમાં હોય છે. જેને આપણે છોલીને ફેંકી દઇએ છીએ. આ પેટમાં સૌથી સારું રહે છે. એવામાં છાલ નિકાળ્યા બાદ શરીરમાં ચરબી વધવાની શક્યતા વધી જાય છે. 

બટાકાને છાલ સાથે બાફશો તો એમાં મોજૂદ પ્રોટીન વૃદ્ધાવસ્થામાં તાકાત આપશે અને નબળાઇ મહેસૂસ થશે નહીં. કારણ કે એમાં મોજૂદ પ્રોટીનથી સ્વાસ્થ્ય અને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. 

કદાચ તમે આ પહેલા ક્યારેય સાંભળ્યું હશે નહીં. પરંતુ આ બિલકુલ સત્ય છે કે જો ક્યારેય પણ ઇજા પહોંચે તો એ જગ્યા પર બટાકાની છાલની પીસીને લગાવો, એનાથી ઘા ભરવામાં ખૂબ જ ફાયદો થશે. 

બટાકા માત્ર સ્વાસ્થ્ય સારું નથી બનાવતા પરંતુ એની છાલ તમારું દિમાગ પણ તેજ કરે છે. બટાકાની છાલમાં ભરપૂર પોટેશિયમ હોય છે કારણ કે બટાકા જમીનની અંદર ઊગે છે. પોટેશિયમ સ્કીનછી લઇને મગજ સુધી દરેક માટે જરૂરી છે. 

મોટાભાગે બ્રેકફાસ્ટમાં બ્રેડ, ફ્રૂટડ, જ્યુસ વગેરે ખાતા હશો. પરંતુ જો બ્રેકફાસ્ટમાં બટાકાની છાલને સામેલ કરશો તો વધારે સારું રહેશે. બટાકાની છાલને સૂકવીને મીઠા સાછે થોડા તેલમાં તળીને પણ ખાઇ શકાય છે. 

જો તમને ભૂખ લાગી છે અને વધારે ખાવાની ઇચ્છા ના થાય તો તમે બટાકાની છાલ સાથે ઉકાળીને દહીં અને ચટણીની સાથે ખાવ તરત પેટ ભરાઇ જશે. 

શરીર પર ગમે ત્યારે દાઝી જાવ અથવા ગરમ પામી પડે તો એની ઉપર તરત જ બટાકાની છાલ લગાવવાથી ઠંડક મળે છે.Recent Story

Popular Story