બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:08 PM, 3 December 2024
સોશિયલ મીડિયાના આ દૌરમાં રીલ્સનો રાફડો ફાટ્યો છે. એવામાં રીલ બનાવતા લોકો પબ્લિક પ્લેસનું ધ્યાન રાખ્યા વગર ગમે ત્યાં રીલ બનાવવા લાગી જતાં હોય છે. જેમાં અમુક વખત અશ્લીલતાં પણ ફેલાવવામાં આવતી હોય છે. એવામાં એક છોકરીનો વીડિયો વાયરલ થયો છે. જેમાં તે રસ્તા વચ્ચે ડાન્સ કરતી જોવા મળી રહી છે.
ADVERTISEMENT
तेजी से फैल रही सड़क पर नाचने की ये बीमारी Reels बनाने का भूत हुआ सवार
— Jai Bharat Express, जय भारत एक्सप्रेस (@anandra58985982) December 3, 2024
सोशल मीडिया पर वीडियो वायरल है जिसमे एक लड़की को अचानक रील बनाने का भूत सवार हुआ और उसने व्यस्त सड़क पर ही नाचना शुरू कर दिया,उत्तर प्रदेश के सीतापुर में रील, ट्रैफिक हुआ बाधित.#UttarPradesh #sitapur #Reels pic.twitter.com/1HBQoC824o
આ વીડિયો ઉત્તર પ્રદેશના સીતાપુરનો છે. જેને જોઈને લોકો ભડકી ઉઠ્યા છે. વાયરલ વીડિયોમાં યુવતી રસ્તાની વચ્ચે ડાન્સ કરતી જોવા મળી રહી છે. જેમાં યુવતી કેમેરાની સામે સાડી પહેરીને રોડ પર ડાન્સ કરી રહી છે. તો નજીકના વાહનોમાં પસાર થતા લોકો યુવતીને ડાન્સ કરતા જોઈ રહ્યા છે. કેટલાક લોકો રસ્તા પર ઉભા રહીને તેના ડાન્સની મજા માણી રહ્યા છે. કેટલાક લોકો પોતાના કેમેરામાં યુવતીના ડાન્સને રેકોર્ડ કરી રહ્યા છે. આ વીડિયોમાં તે યુવતી ટ્રાફિકના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરી રહી છે. આ સિવાય તે પોતાનો જીવ તેમજ અન્ય લોકોનો જીવ પણ જોખમમાં મૂકી રહી છે. પરંતુ રીલના નશામાં કોઈ ધૂત હોય ત્યારે આવુ વિચારવાનું લોકો બંધ કરી દે છે.
ADVERTISEMENT
આ વીડિયોને સોશિયલ સાઈટ X પર @anandra58985982 નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. જેમાં દાવો કરાઈ રહ્યો છે કે આ વીડિયો ઉત્તર પ્રદેશના સીતાપુરનો છે. જ્યાં રસ્તાની વચ્ચો વચ રીલ બનાવતા ટ્રાફિકના નિયમોનું પણ ભંગ થયું હતું. જેથી સોશિયલ મીડિયામાં લોકો યુવતી પર ભડકી ઉઠ્યા હતા. જેમાં અમુક લોકો યુવતી પર કાયદેસરની કાર્યવાહીની માંગ પણ કરી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
એક વાત કઉં / બહુ ગરમ ચા પીવાની આદત છે? આ રોગ થઇ શકે છે
ADVERTISEMENT