Sunday, July 21, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

સજા / પુત્રી પર દુષ્કર્મ કરી ગર્ભવતી કરનાર પિતાને ૧૦ વર્ષની કેદ

પુત્રી પર દુષ્કર્મ કરી ગર્ભવતી કરનાર પિતાને ૧૦ વર્ષની કેદ

સગી પુત્રી પર દુષ્કર્મ આચરનાર પિતાને અદાલતે ૧૦ વર્ષની સજા ફટકારી રૂ.૭પ૦૦૦ દંડ ફટકાર્યો છે. દંડની રકમમાંથી ભોગ બનનાર પુત્રીને રૂ.પ૦,૦૦૦ વળતર ચૂકવવા પણ હુકમ કર્યો છે. 

જામનગર જિલ્લાભરમાં ચકચાર જગાવનાર કેસની વિગત એવી છે કે મૂળ નવા મોખાણામાં રહેતા આધેડ તેની પુત્રી અને પુત્ર સાથે જામનગરમાં ધુવાવ નાકા પાસે પુત્રીના નાનીના ઘરે રહેતા હતા. નાનીના અવસાન બાદ પિતા પુત્ર અને પુત્રીને સાથે લઇ વાડીએ રહેવા ગયા હતા. 
 
Image result for પુત્રી પર દુષ્કર્મ

આ દરમ્યાન પિતાએ પોતાની સગી પુત્રી પર દુષ્કર્મ આચરી તેણીને ગર્ભ રાખી દીધો હતો. પુત્રીએ અમદાવાદ મુકામે રહેતા તેના માસીને બનાવની જાણ કરતાં તેણે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

સમગ્ર મામલે પોલીસે પિતા સામે પોકસો અને દુષ્કર્મનો ગુનો નોંધી પિતાની ધરપકડ કરી ચાર્જશીટ રજૂ કર્યું હતું. આ કેસ પોકસો અદાલતમાં ચાલી જતાં સરકારી વકીલ ડી.બી.વજાણીએ ૩૯ દસ્તાવેજી પુરાવા સાથે રજૂઆતો કરી હતી, જે ધ્યાને લઇ ન્યાયાધીશ પી.સી. રાવલે પિતાને તકસીરવાર ઠેરવી ૧૦ વર્ષની સજા અને રૂ.૭પ૦૦૦નો દંડ ફટકાર્યો છે. દંડની રકમમાંથી ભોગ બનનાર પુત્રીને રૂ.પ૦,૦૦૦ વળતર ચૂકવવા હુકમ કર્યો છે.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ