Dogs roaming the patient ward at New Civil Hospital surat
સિક્યૂરિટીનો ખર્ચો માથે /
VIDEO: નવી સિવિલની 'સૂરત' જોઇ લો, રાત્રે દર્દીના વોર્ડમાં શ્વાન આંટાફેરા કરે છે, કોઈ હાંકી કાઢનારું પણ નથી
Team VTV07:25 PM, 03 May 22
| Updated: 07:27 PM, 03 May 22
નવી સવિલ હોસ્પિટલમાં 24 કલાક સિક્યુરીટી હોવા છતાં પણ શ્વાન મોજ થી દર્દીઓના ખાટલા નીચે આમ તેમ આંટાફેરા કરી રહ્યો છે
સુરત સિવિલની વધુ એક બેદરકારી
સિવિલના વોર્ડમાં શ્વાસ ફરતા દેખાયા
કિડની હોસ્પિટલમાં છે આવી સ્થિતિ
સુરત સિવિલ હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે. હોસ્પિટલના બીજા માળે વોર્ડમાં શ્વાન ફરતો જોવા મળતા તંત્રની વ્યવસ્થાઓ સામે અનેક સવાલ ઉઠયા છે.મોડી સાંજે કિડની હોસ્પિટલના બીજા માળે દર્દીઓની વચ્ચે એક શ્વાન આટાફેરા મારી રહ્યો હતો પણ નર્સિગ સ્ટાફ કે સિક્યૂરિટી ગાર્ડે પણ શ્વાનને ભગાડવાનું જરૂરી સમજ્યા ન હતા.
દર્દીઓની વચ્ચે ફરતો જોવા મળ્યો શ્વાન
સુરત સિવિલ અને વિવાદ એક બીજાના પર્યાય બની ગયા છે. સારવાર સિવાય અનેક ગંભીર બેદરકારીઓ વારંવાર છતી થઈ છે. કેટલીક વખત ગાંજાના છોડો મળી રહ્યા છે તો કેટલીક વખત હોસ્પિટલના બીજા માળે દર્દીના વોર્ડમાં શ્વાનનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. સિવિલના કિડની હોસ્પિટલના વોર્ડમાં હરણ્યા અને પ્રોસ્ટેટની સારવાર ખાતે એક શ્વાન ખુલ્લેઆમ ફરતો દેખાય છે. તેણે ત્યાંથી હાંકી કાઢનારું કોઈ નથી, આ ઘટનાનો વીડિયો ત્યાં હાજર દર્દીઓ બનાવી વાયરલ કર્યો છે. સવાલ એ છે કે શ્વાન જો દર્દી અથવા તો સાથે આવેલા સંબંધીને કરડી જાય તો જવાબદાર કોણ? વીડિયો ઉતારનાર ત્યાં હાજર વોર્ડ બોયને કહી રહ્યો છે શું આવી રીતે દરરજો શ્વાન અંદર ઘૂસી આવે છે ત્યારે સામેથી ફક્ત માથું ધૂણાવીને તે હા જવાબ આપવાનો ઈશારો કરે છે.
VTV ગુજરાતીના સળગતા સવાલ
સુરતની સિવિલ હોસ્પિટલનું તંત્ર શું કરી રહ્યું છે ?
અડધી રાત્રે સિવિલમાં કુતરા ફરે છે તો શું સિક્યુરીટી શું કરે છે ?
શું સિવિલ હોસ્પિટલમાં દર્દીની કોઇ કાળજી લેવામાં આવતી નથી ?
કુતરા દર્દીને ફાડી ખાશે તો તેની જવાબદારી કોની રહેશે ?
પથારીવશ દર્દી પોતાનું કુતરા સામે રક્ષણ કેવી રીતે મેળવશે ?
સુરત સિવિલના સત્તાવાળાના પેટનું પાણી કેમ હલતું નથી ?
સિવિલમાં દર્દીઓની સલામતીની ગેરંટી કોણ આપશે ?
દરેક વોર્ડમાં ગાર્ડ રાખ્યા છે. તેઓ શ્વાનને અંદર આવવા દેતા નથી: સુપરિન્ટેન્ડેન્ટ
સિવિલ હોસ્પિટલની સિક્યુરિટી પાછળ કરોડોનો ખર્ચ કરવામાં આવે છે. પણ તંત્રને હોસ્પિટલની વ્યવસ્થાની પડી છે ન તો દર્દીઓ યોગ્ય સુવિધા આપવામાં.. શ્વાન ભૂલો પડી વોર્ડમાં દાખલ થાય તેમાં કોઈ બે મત નથી પણ ત્યાંથી કોઈ તેણે ભગાડવાની પણ કોશિશ ન કરે એ ક્યાંનું વ્યાજબી કહેવાય તેવુ દર્દીઓના સંબધીઓ કહી રહ્યા છે. હાજર સિક્યુરિટીની લાપરવાહી પણ છતી થઈ છે તેમ છતાં એકદમ સહેલાઈથી ઈન્ચાર્જ સુપરિન્ટેન્ડેન્ટ ગણેશ ગોવેકરે આ બાબત સામાન્ય હોય તેમ કહ્યું વોર્ડમાં શ્વાન ન આવી શકે. અમે દરેક વોર્ડમાં ગાર્ડ રાખ્યા છે. તેઓ શ્વાનને અંદર આવવા દેતા નથી. તો આ વીડિયો તો બોલતો પુરાવો છે. તંત્ર કાર્યવાહી કરવાને બદલે મામલાને ઢાંકપિછોળો કરવામાં લાગ્યું છે.