બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / VTV વિશેષ / અમદાવાદના સમાચાર / તમારા કામનું / કેમ વધ્યો ડોગ રાખવાનો ટ્રેન્ડ? મનોચિકિત્સકે આપ્યું મજાનું કારણ, જાણીને લઈ આવશો ઘેર
Nidhi Panchal
Last Updated: 04:07 PM, 2 September 2024
પાલતું પ્રાણીઓ આપણા જીવનમાં પ્રેમ અને આનંદ લાવે છે. પ્રાચીન કાળથી માનવજાતી પશુ-પક્ષીઓ વચ્ચે જીવતો આવ્યો છે. ત્યારે બદલાતા યુગો સાથે માનવી પોતાના જ માણસોથી કંટાળી જાય છે, જેથી તેના મનને શાંતી મળતી નથી. અને એવી પરિસ્થિતી આવી જાય છે કે , તે કોઇને કહી નથી શક્તો કારણે કે અત્યારે જવાબદારો પણ એટલી વધી ગઇ છે. એટલે પાલતું પ્રાણીઓ જ આપણા જીવનમાં પ્રેમ અને આનંદ લાવે છે. આજે લવ યોર પેટ ડે જેવા દિવસો પણ વિશ્વમાં ઉજવાય રહ્યા છે. તો છેલ્લા 5 વર્ષમાં શ્વાન રાખવાની સંખ્યામાં વધારો થયો છે. હાલના સમયમાં ઘરે ઘરે લોકો શ્વાન રાખતા થયા છે. ડોગ લવર તો તેના સંતાનો કરતાં પણ તેને વધુ પ્રેમ કરતા જોવા મળે છે. આપણે પાલતુ પ્રાણીને સાચો મિત્ર ગણીએ શકીએ.
ADVERTISEMENT
ADVERTISEMENT
મનોચિકિત્સક ડૉ. ખ્યાતિ મહેતાલિયા સમજાવે છે કે વૈજ્ઞાનિક સંશોધન સૂચવે છે કે પાળતુ પ્રાણી રાખવાથી વ્યક્તિના મનને શાંતિ મળે છે. ''આજકાલ, ઘણી વ્યક્તિઓ ભીડવાળા વાતાવરણમાં પણ એકલતાની લાગણી અનુભવે છે. પરિવારો ઘણીવાર તકરાર અને મતભેદનો સામનો કરે છે, જેના કારણે ઘર અને ઓફિસ ,મિત્રો આ તમામ લોકો જોડે અલગ અલગ વહેવાર કરે છે. જો કે હકિકતમાં,ઘણા આંતરિક સંઘર્ષો સાથે માણસ ઝઝૂમી રહ્યા છે, જેના કારણે પાલતું પ્રાણીઓ સાથે લોકોને શાંતિ મળે છે. આપણા ગુજરાતમાં મોટા ભાગના લોકો ડોગ રાખે છે, કારણ કે તેઓ નિ:સ્વાર્થ પ્રેમ અને વફાદારી આપે છે. ઘરે પાળતુ પ્રાણી રાખવાથી એકલતા અને તાણની લાગણીઓને દૂર કરીને માનસિક સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળે છે''
ડોગની માંગમાં વધારો થતા હવે ડોગના બ્રિડર પણ વઘારે ડોગ વચેતા થયા છે. સામાન્ય રીતે એક ફીમેલ ડોગ 2 વાર માતા બની શકે છે પણ હવે ઇન્જેકશન આપીને પણ તેને પ્રેગનન્સી રાખે છે, જેથી તે 3 થી 4 વાર પપી આપી શકે. માંગ વધતાં ડોગના ભાવમાં પણ વધારો થયો છે. લેબ્રાડોર રીટ્રીવર જે બ્રિડ સૌથી વધારે ગુજરાતમાં ડિમાન્ડ છે તેની કિંમત અત્યારે 4000 થી 12000 રૂપિયા થઇ ગઇ છે. પગ જે ખુબ પ્રેમાળ અને નાન કદનું પપી છે તેની કિંમત 6000 થી 15000 રૂપિયા છે. ગોલ્ડન રીટ્રીવર જે કદમાં તો મોટું હોય છે પણ ખુબ પ્રેમાળ છે તેની કિંમત અત્યારે 5000 થી 20000 રૂપિયા છે. બીગલ્સ જે નાનું અને ક્યુટ પપી છે તેની કિંમત 8,000 થી રૂ. 16,000 છે. શિહ ત્ઝુ જેની માંગ અત્યારે દેશભરમાં વધારે છે તેની કિંમત 30,000 થી 70,000 રૂપિયા છે.
ડોગ્સ માટેના પેટ શોપ અલગ અલગ પ્રકારના ડોગ્સના ટોયઝથી લઇને ફૂડ મળે છે. ડોગ્સ જ્યારે નાના હોય છે ત્યારે જેમ નાના બાળકને રમવા માટે રમકડાં હોય છે એ જ પ્રકારે ડોગ માટે પણ અલગ અલગ પ્રકારના રમકડાં પેટ શોપમાં મળી રહ્યાં છે. ડોગ્સ માટે અલગ અલગ પ્રકારના શેમ્પૂથી લઈને સાબુ સુધીના વસ્તુઓ હવે પેટ શોપમાં મળી રહે છે. અમદાવાદમાં ઉન્નતિ એક્વેરિયમ અને પેટ શોપના માલિક વિરલ સોની જણાવે છે કે ''વ્યવસાયમાં ખાસ કરીને કૂતરા માટેની વસ્તુઓમાં છેલ્લાં ચારથી પાંચ વર્ષમાં વધારો થયો છે. લોકોએ ઘરે પાલતું પ્રાણીઓ રાખવાનું શરૂ કર્યું છે. ખાસ કરીને કોરોના રોગચાળા બાદ વધુ સંખ્યામાં લોકો ડોગ્સ પાળતા થયા છે. આપણે ડોગ પ્રોડક્ટ્સની કિંમતની ચર્ચા કરીએ તો ડોગ બેલ્ટ 200 થી 250 રૂપિયાથી શરૂ થાય છે. જ્યારે ડોગ શેમ્પૂ અને સાબુ જેવી વસ્તુઓ 100થી 150 રૂપિયાથી શરૂ થાય છે. ડોગ ફૂડ 2000 થી 5000 રૂપિયાથી શરૂ થાય છે. ડોગ રમકડાં 100 રૂપિયાથી શરૂ થાય છે. અને અમે તેને ગ્રાહકની પસંદગી અનુસાર ઓફર કરીએ છીએ. એક ડોગને રાખવાનો ખર્ચ મહિને 50 થી 60 હજારનો થાય છે.
અમદાવાદમાં પેટ વેર શોપ ચલાવી રહેલા ખ્યાતી શાહ પોતાના પંખી ડિઝાઈનર પેટ વેરમાં શ્વાનના લગ્ન માટે ડિઝાઈનર કપડાં તૈયાર કરે છે. આ અંગે ખ્યાતિ શાહ જણાવે છે કે, લોકો પોતાના પરિવારના સભ્યની જેમ શ્વાનનું લાલન પાલન કરતા હોય છે. જેથી પોતાના દીકરા કે દીકરીના માફક શ્વાનના પણ અલગ અલગ કપડા કરાવતા હોય છે. પોતાના ઘરે ડોગ્સ પાળતા લોકો ટ્વિનિંગ કરતા હોય છે, અહીં ડિઝાઈનર કપડાની જેવા અન્ય કપડાનો ભાવ 500 થી 600 રૂપિયાથી શરૂ થાય છે. ગુજરાતમાં લોકો શ્વાનને તેટલી જ ઈચ્છા ધરાવે છે જેટલી તેઓ અન્ય માનવ સાથીદારની ઈચ્છા રાખે છે અને હવે તેમની પાસે તેમના શ્વાન માટે વિવિધ વિકલ્પો અને સંસાધનો ઉપલબ્ધ છે. આ સૂચવે છે કે ડોગ્સને પરિવારના સભ્યો તરીકે ગણવામાં આવે છે
વધુ વાંચો : કમરના દુખાવાનો 'કાળ' એટલે કટીબસ્તી, જડમૂળથી મટી જશે બીમારી, આ રીતે લઈ શકાશે લાભ
એક તરફ અમદાવાદ જેવા મોટા શહેરોમાં શ્વાન સહિતના પ્રાણીઓને પાળવાનો ટ્રેન્ડ વધ્યો છે, બીજી તરફ સમસ્યા એ છે કે ઘણી વખત લોકો ઉત્સાહથી પ્રાણીને ઘરે તો લાવી દે છે, પરંતુ થોડા સમય પછી તેને ગમે ત્યાં તરછોડી દે છે. મૂંગા પશુઓની સેવા માટે NGO ચલાવતા પાયલબેન પંચાલના કહેવા પ્રમાણે,"લોકો શ્વાનને શોખ તરીકે મોંઘી કિંમતે ખરીદી તો લે છે. પરંતુ તેને સાચવવા માટે પૈસા ખર્ચવાની સાથે સાથે નાના બાળકની જેમ પ્રેમ અને સંભાળની જરૂર હોય છે. કેટલીકવાર લોકો શ્વાનને સાચવી નથી શક્તા, કેટલીકવાર તેનો ખર્ચો ભારે પડવા લાગે છે. આવી સ્થિતિમાં લોકો શ્વાનને ઘરથી દૂર ખુલ્લામાં ગમે ત્યાં તરછોડી દેતા હોય છે. પરંતુ માણસ સાથે ઘરમાં રહેવા ટેવાયેલા આ શ્વાન ખુલ્લામાં સર્વાઈવ કરી શક્તા નથી, તેઓ રિબાયા કરે છે." એટલે જો તમને પણ શ્વાન કે કોઈ પણ પ્રાણીને પાળવાનો શોખ હોય, તો સૌથી પહેલા એ ધ્યાન રાખજો કે તમે તેને પૂરતો પ્રેમ આપી શક્શો કે નહીં, તમે તેને સાચવી શક્શો કે નહીં. કારણ કે આખરે તો તે પણ એક સજીવ છે, તેને પણ લાગણી હોય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.