પુષ્ટિ / હવે કોરોના વાયરસને લઈને હોંગકોંગથી આવ્યાં એવાં સમાચાર કે મચ્યો હડકંપ

Dog in Hong Kong first known case of human to animal coronavirus transmission

કોરોના વાયરસના કારણે ચીનની બહાર હવે બીજા ઘણા દેશોમાં મોતના આંકડાઓ ઝડપથી વધી રહ્યાં છે. ઇટાલીમાં કોરોનાનો આંકડો 100ની પાર પહોંચી ગયો છે. આ વચ્ચે હોંગકોંગમાં એક પાળતુ કુતરામાં કોરોનાના સંક્રમણ જોવા મળ્યું છે.  એક મળતાં અહેવાલ મુજબ હોંગકોંગમાં 60 વર્ષની મહિલાના પાળતુ કુતરામાં કોરોનાની પુષ્ટિ કરવામાં આવી છે. આ કદાચ પહેલો મામલો હશે જ્યારે મનુષ્યની જગ્યાએ પ્રાણીમાં કોરોનાનું સંક્રમણ જોવા મળ્યું છે. 

બ્રેકિંગ ન્યૂઝ