બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / શ્વાને બાળકીને ફાડી ખાધી, શ્વાન માલિકે કહ્યું તે તો અહીં જ ફરશે તમારે ઘરમાં રહેવાનું
Last Updated: 05:23 PM, 13 May 2025
અમદાવાદના હાથીજણ વિસ્તારમાં શ્વાને બાળકી પર હુમલો કરતા ચકચાર મચી ગઇ છે. આ હુમલામાં બાળકીનું મોત નિપજ્યું છે. નોઇડામાં બને તેવી ઘટના અમદાવાદમાં બનતા ચકચાર મચી ગઇ છે. દિલીપ પટેલ શ્વાન માલિક છે. શ્વાન માલિક સામે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અનેક રજુઆત કરી છતાં સેક્રેટરી હોવાને કારણે બધાને દબાવતા હતા. પોતાની દાદાગીરી સતત ચાલતી હતી.
ADVERTISEMENT
બાળક પર શ્વાનનો હુમલો
ગઈકાલે તેમના બાળકો શ્વાન લઈને નીચે આવ્યા હતા. આ શ્વાને શ્વાને બાળકીને ફાડી ખાધી હતી. અનેક રજુઆત થઈ હતી છતાં કોઈ સાંભળતું નથી. શ્વાનનું રજિસ્ટ્રેશન નથી કરાવ્યું તેમ છતા દાદાગીરી કરતા જોવા મળે છે. શ્વાનને કારણે કોઈ અહીં પ્રસંગ પણ નથી કરી શકતા. પ્રસંગમાં પણ આ કુતરો છોડી મુકે છે. કોઈ શ્વાન વિશે ફરિયાદ કરે તો તેમને ધમકી આપતા હતા. શ્વાન માલિકે AMCમાં રજીસ્ટ્રેશન પણ કરાવ્યું નથી. પાલતુ શ્વાન માટે AMCમાં રજિસ્ટ્રેશન કરાવવું છે ફરજિયાત છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : 'ઘરમાં ઘૂસીને મારીશું, બચવાનો મોકો પણ નહીં આપીએ...' આતંકીઓને PM મોદીની ચેતવણી
અમદાવાદના હાથીજણ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદના હાથીજણ વિસ્તારનો ચોંકાવનાર કિસ્સો પ્રકાશમાં સામે આવ્યો છે. પાલતુ શ્વાને 4 મહિનાની બાળકીને ફાડી ખાધી હતી. હાથીજણ વિસ્તારની રાધે રેસિડન્સીમાં ગઈકાલે ઘટના બની હતી. શ્વાન હુમલાની ઘટનાનાં CCTV સામે આવ્યા છે. બાળકીનું સારવાર દરમિયાન મોત થયું હતું. પાલતુ શ્વાનને લઈ બહાર નીકળેલ યુવતી ફોન પર વાત કરી રહી હતી. તે સમયે શ્વાન હાથમાંથી છૂટી જતા બાળકી પર હુમલો કર્યો હતો.
શ્વાનને જપ્ત કરવામાં આવ્યો, કાર્યવાહી પણ થશે
હાથીજણમાં શ્વાન માલિકનો શ્વાન જપ્ત કરવામાં આવશે. શ્વાન માલિકે રજિસ્ટ્રેશન ન કરાવ્યું હોવાનું આવ્યું સામે આવ્યું છે. વારંવાર નોટિસ આપવા છતાં રજિસ્ટ્રેશન કર્યું નહોતું. પાલતું શ્વાન માટે રજીસ્ટ્રેશન કરાવવાનો નિયમ છે. નિયમના ઉલ્લંઘન બદલ કાર્યવાહી થશે. રાધે રેસીડેન્સીમાં શ્વાનનાં હુમલાથી બાળકીનું મોત થયાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. અન્ય શ્વાન માલિકોને પણ વહેલીતકે રજિસ્ટ્રેશન કરાવવા આદેશ આપવામાં આવ્યો છે. પાલતું શ્વાન માટે રજીસ્ટ્રેશન કરાયું છે ફરજિયાત છે. શ્વાનના માલિકે રજીસ્ટ્રેશન ન કરતાં હવે શ્વાન જપ્ત કરવાનો પણ નિયમ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT