બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / શું તમારો મોબાઈલ પણ ગરમ થઈ જાય છે? તો ફોનને ઓવરહીટિંગ બચાવવાની આ રહી ટ્રિક્સ

તમારા કામનું / શું તમારો મોબાઈલ પણ ગરમ થઈ જાય છે? તો ફોનને ઓવરહીટિંગ બચાવવાની આ રહી ટ્રિક્સ

Last Updated: 01:28 PM, 15 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણા લોકો એવું વિચારતા હશે કે ફોન ઓવરહિટીંગ થવો એ સામાન્ય વાત છે તો એવું નથી, આને કારણે તમારા મોબાઈલને અને ખાસ કરીને બેટરીને નુકસાન પંહોચે છે.. તો પ્રશ્ન એ થાય કે ફોન ઓવરહિટ ન થાય એ માટે શું કરવું?

સ્માર્ટફોનમાં હીટિંગની સમસ્યા લગભગ દરેક સિઝનમાં થતી હોય છે, પરંતુ ગરમીમાં આ સમસ્યા વધી જાય છે. હવે તમારો ફોન નોર્મલ હીટ કરી રહ્યો છો તો તમારે ગભરાવવાની જરૂર નથી, પરંતુ સતત ઓવરહીટ થાય છે તો તમારે ચિંતા કરવાની જરૂર છે કારણ કે ઓવરહીટિંગનાં કારણે બેટરીને નુકસાન થઇ શકે, ફોન ઓટોમેટિક બંધ થઇ શકે સાથે જ ફોનની બેટરીમાં બ્લાસ્ટ પણ થઈ શકે છે.

તો હવે પ્રશ્ન એ છે કે ફોનને ઓવરહીટિંગ થવાથી કેવી રીતે બચાવવો જોઈએ.. તો આ માટે તમારે થોડી સાવચેતી રાખવી જોઈશે.

  • સૌથી પહેલા તો તમારા ફોનમાં જે બિનજરૂરી એપ્સ એટલે કે તેમે જે એપ્સનો ઉપયોગ નથી કરતા તેને બંધ કરી દો. બેકગ્રાઉન્ડમાં ચાલતી એપ્સ પણ ફોનને ગરમ કરી શકે છે.
  • બીજું એ કે સ્માર્ટ ફોનને ચાર્જમાં લગાવીને ઉપયોગ ન કરવો જોઈએ, આમ કરવાથી ફોન વધુ ગરમ થઈ શકે છે.
  • જો તમારો ફોન વારંવાર ગરમ થઈ રહ્યો છે, તો ફોનની હિટને બહાર કાઢવા માટે ફોનનું કવર થોડા સમય માટે હટાવી દો.
  • સ્માર્ટ ફોન પર સીધો તડકો ન પડે તેનું ધ્યાન રાખો, સનલાઇટને કારણ કે પણ સ્માર્ટ ફોન વધુ ગરમ થઈ શકે છે અને ફોનના ટચ રિસ્પોન્સને અસર કરી શકે છે.
  • ઓવરહીટિંગનું એક કારણ ફોનનો વધારે પડતો ઉપયોગ પણ છે, ઘણા એવા લોકો હોય છે કે જેઓ સતત ત્રણ-ચાર કલાક સુધી ફોન ચલાવતાં હોય છે તેના કારણે ફોનના પ્રોસેસર પર લોડ પડે છે અને ફોન ગરમ થાય છે.
  • ફોનની સ્ક્રીન ગરમ થવા પાછળનું એક કારણ બ્રાઇટનેસ પણ છે. લાંબા સમય સુધી ફુલ બ્રાઇટનેસ રહે તો તેની સીધી અસર બેટરી પર થાય છે અને સ્ક્રીન પણ ગરમ થાય છે.

વધુ વાંચો: જલ્દી કરો! છેલ્લો દિવસ નજીક આવી ગયો, પછી નહીં મળે આધારને ફ્રીમાં અપડેટ કરવાનો મોકો

સ્માર્ટ ફોનની બેટરીનો વપરાશ ઘટાડવા માટે અને ફોનને વધુ ગરમ થવાથી બચાવવા માટે પાવર સેવિંગ મોડનો ઉપયોગ કરો અને તમારા ફોનના સૉફ્ટવેરને સમય-સમય પર અપડેટ કરતા રહો. ફોનને ચાર્જ કરવા માટે શક્ય હોય ત્યાં સુધી ફોન સાથે આવેલા કંપનીના ઓરિજનલ ચાર્જરનો જ ઉપયોગ કરો અને તમારા ફોનની બેટરી 20 ટકાથી ઓછી ન થાય તેનું પણ ધ્યાન રાખો. જ્યારે 20 ટકાથી ઓછી બેટરી હોય ત્યારે ચાર્જમાં લગાવીને ફોનનો ઉપયોગ કરશો તો ફોન વધારે ગરમ થઈ જશે.

સંકળાયેલા મુદ્દાઓ

Phone Heating Phone overheating Phone Tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ