બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Does the company deposit PF money in your account every month Check it

EPFO / શું કંપની દર મહિને તમારા ખાતામાં PF ના પૈસા જમા કરાવે છે કે નહીં? આ રીતે ઘરે બેઠા કરો ચેક

Megha

Last Updated: 04:46 PM, 4 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દર મહિને ર્મચારીના પગારમાંથી ચોક્કસ રકમ કાપીને PF ખાતામાં જમા કરવામાં આવે છે. પણ શું તમે જાણો છો કે તમારી કંપની પણ દર મહિને તમારા પીએફ ખાતામાં પૈસા જમા કરાવી રહી છે કે નહીં?

  • કંપનીઓના કર્મચારીઓનો PF કાપવામાં આવે છે
  • આ રીતે ઘર બેઠા કરો PF ખાતાનું બેલેન્સ ચેક 

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે EPFO વિશે તો લગભગ ફ્રેક નોકરિયાત વ્યક્તિ જાણતો જ હશે. જે લોકો નોકરી કરે છે અને જે લોકોના પગારમાંથી PF કપાઈ છે એ લોકોને ખબર જ હશે કે  PF દ્વારા આર્થિક મદદ કેવી રીતે મેળવી શકો છો. આપણે બધા જાણીએ છીએ એ નિયમ છે કે  જે કંપનીઓના કર્મચારીઓનો PF કાપવામાં આવે છે, તેમને સરકાર દ્વારા તેના પર વ્યાજ પણ આપવામાં આવે છે. 

જણાવી દઈએ કે દર મહિને પીએફ ખાતામાં કર્મચારીના પગારમાંથી ચોક્કસ રકમ કાપીને PF ખાતામાં જમા કરવામાં આવે છે. પણ અહીં સવાલ એ થાય છે કે શું તમે જાણો છો કે તમારી કંપની પણ દર મહિને તમારા પીએફ ખાતામાં પૈસા જમા કરાવી રહી છે કે નહીં? જો તમને પણ એ જાણવા માંગતા હોય તો આ સમાચાર તમારા કામના છે. આજે અમે તમને જણાવશું કે તમારા PF ખાતામાં દર મહિને પૈસા જમા થઈ રહ્યા છે કે નહીં એ તમે કઈ રીતે ચેક કરી શકશો. 

આ રીતે ઘર બેઠા કરો PF ખાતાનું બેલેન્સ ચેક 
- જો તમારા પગારમાંથી PF કાપવામાં આવે છે અને તમે તે ખાતામાં બેલેન્સ ચેક કરવા માંગો છો તો  આ માટે, સૌ પ્રથમ તમારે EPFO ​ની સત્તાવાર વેબસાઇટ unifiedportalmem.epfindia.gov.in/memberinterface/ પર જવું પડશે. 
- EPFOની આ વેબસાઈટ પર જઈને UAN નંબર અને તમારો પાસવર્ડ આ સાથે જ સ્ક્રીન પર આપવામાં આવેલ કેપ્ચા કોડ દાખલ કરીને લોગીન કરવું પડશે.
- લોગિન કર્યા બાદ 'View' સેક્શનમાં જઈને ચોથા નંબર પર આપેલા 'પાસબુક' વિકલ્પ પર ક્લિક કરો 
- પાસબુક સેક્શનમાં લોગિન કરવા માટે ફરીથી તમારો UAN નંબર, પાસવર્ડ અને કેપ્ચા કોડ દાખલ કરો
- આ પછી તમારે મેમ્બર આઈડી પસંદ કરો 
- એ બાદ તમે જોઈ શકો છો કે તમારી કંપનીએ કયા મહિનામાં પૈસા જમા કરાવ્યા અને કયા મહિનામાં નથી કર્યા.

આ સાથે જ અહીં તમે પીએફ ખાતામાંથી મળેલા વ્યાજ અને ઉપાડેલા પૈસા વિશે માહિતી મેળવી શકો છો

વાંચો સ્ટોરી  કંપની સેલેરીના પૈસા PF ખાતામાં જમા ન કરતી હોય તો ચિંતા ન કરતાં, આ રીતે કઢાવી શકો છો ફસાયેલું ફંડ

સંકળાયેલા મુદ્દાઓ

EPFO EPFO rules PF Amount PF money PF ખાતાધારક ઇપીએફઓ પીએફ EPFO
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ