બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / રાત્રે ઉંઘમા નસકોરા બોલે છે? સમસ્યાથી કાયમી છૂટકારા માટે અજમાવો આ ઘરેલું ઉપાય

સ્વાસ્થ્ય / રાત્રે ઉંઘમા નસકોરા બોલે છે? સમસ્યાથી કાયમી છૂટકારા માટે અજમાવો આ ઘરેલું ઉપાય

Last Updated: 07:35 PM, 15 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નસકોરાના પ્રોબ્લેમના કારણે પાસે ઊંઘતા લોકોની ઊંઘ પણ ખરાબ થાય છે. જો તમને પણ આ સમસ્યા હોય તો અમુક ઘરેલુ નુસ્ખા અપનાવી આ પ્રોબ્લેમમાંથી છુટકારો મેળવી શકો છો.

રાત્રે સૂતી વખતે અનેક લોકોના નસકોરા બોલતા હોય છે. જેથી બાજુમાં સૂતા લોકોની ઊંઘમાં ખલેલ પડતી હોય છે. નસકોરા બોલવાના ઘણા કારણો હોઈ શકે છે. તેનાથી છુટકારો મેળવવા માટે લોકો અનેક પ્રયાસ પણ કરતા હોય છે. જેમાં કસરત, હેલ્થી લાઇફસ્ટાઇલ અને ડાયટમાં ફેરફાર કરતા હોય છે. આ સિવાય અમુક ઘરેલુ નુસ્ખા પણ નસકોરા બંદ કરવા માટે કારગર નિવડે છે.

વધુ વાંચો : તમે નથી કરતાને આવી ભૂલો? સેક્સ સમયે કોન્ડોમનો ઉપયોગ છતા પણ ગર્ભ રહેવાનો ખતરો!

  • પાણી અને ફુદીના

નસકોરા ઓછા કરવા માટે એક ગ્લાસ પાણીમાં ફુદીનાના કેટલાક પત્તા ઉકાળો. તે પાણી ઠંડુ થાય ત્યાર બાદ તેને પીઓ. તેનાથી ઘણી હદ સુધી તમને રાહત મળશે.

  • તજ પાવડર
    નસકોરાની સમસ્યામાં તજ પાવડરનો પણ ઉપયોગ કરી શકાય છે. આ માટે એક ગ્લાસ નવશેકા પાણીમાં એક ચમચી તજ પાવડર મિક્સ કરીને પીવો. તમને તેના સારા પરિણામ મળવા લાગશે.
  • લસણ
    લસણ પણ આ સમસ્યામાં રાહત આપવાનું કામ કરે છે. તેના માટે રાત્રે સૂતા પહેલા લસણની એક કળી શેકીને હુંફાળા પાણી સાથે તેનું સેવન કરો. તે વાતનું ધ્યાન રાખો કે લસણ પ્રકૃતિમાં ગરમ હોય છે, તેથી તેને વધુ ગરમ પાણીમાં અને વધુ માત્રામાં ખાવાનું ટાળો. આ સિવાય જે લોકોને ગરમ વસ્તુઓની એલર્જી હોય તેમણે પણ તેનાથી બચવું જોઈએ.
PROMOTIONAL 9
  • ઓલિવ ઓઈલ

ઓલિવ ઓઈલ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. આ તેલ નસકોરાની સમસ્યાને ઓછી કરવામાં પણ મદદરૂપ સાબિત થાય છે. આ માટે રાત્રે સૂતા પહેલા નાકમાં ઓલિવ ઓઈલના થોડા ટીપા નાખો.

  • દેશી ઘી
    નસકોરાની સમસ્યાને ઘટાડવા તમે દેશી ઘીનો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે દેશી ઘી ગરમ કરીને પોતાના નાકમાં ઘીનું એક ટીપું નાખવું પડશે. એ વાતનું ધ્યાન રાખો કે ઘી વધારે ગરમ ન હોવું જોઈએ.

સંકળાયેલા મુદ્દાઓ

Snore Problem Home Remedies Lifestyle
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ