બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / ગુજરાતી સિનેમા / શું વિક્રમ ઠાકોર પણ વિગ પહેરે છે? નથી ખબર ને! તો જોઇ લો આ Video

ગુજરાતી સિનેમા / શું વિક્રમ ઠાકોર પણ વિગ પહેરે છે? નથી ખબર ને! તો જોઇ લો આ Video

Last Updated: 03:19 PM, 22 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vikram Thakor Wig Video : વિક્રમ ઠાકોરના ચાહકોમાં સવાલ થઈ રહ્યો છે કે, શું ખરેખર વિક્રમ ઠાકોર વિગ પહેરે છે ? આ સાથે શું વિક્રમ ઠાકોર હમેંશા વિગ પહેરે છે કે કોઈ પાત્રના અભિનય માટે વિગ પહેરે છે ?

Vikram Thakor Wig Video : ગુજરાતી ફિલ્મ અભિનેતા વિક્રમ ઠાકોરનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં તેઓ વિગ પહેરેલી હાલતમાં જોવા મળી રહ્યા છે. આ તરફ હવે વિક્રમ ઠાકોરના ચાહકોમાં સવાલ થઈ રહ્યો છે કે, શું ખરેખર વિક્રમ ઠાકોર વિગ પહેરે છે ? આ સાથે શું વિક્રમ ઠાકોર હમેંશા વિગ પહેરે છે કે કોઈ પાત્રના અભિનય માટે વિગ પહેરે છે ?

વાસ્તવ આપણે મોટા ભાગે જોઈએ છીએ કે કોઈ પણ ફિલ્મ-નાટક કે સિરિયલમાં અભિનેતા કે અભિનેત્રી વિગ પહેરતાં હોય છે. જેમાં તેમની માથાના વાળની સ્ટાઈલ એકદમ જોરદાર લાગતી હોય છે.

હવે આપણે વાત કરીએ ગુજરાતી ફિલ્મ જગતની તો વિક્રમ ઠાકોર પોતાના અવાજ અને અભિનયની સાથે-સાથે તેમની હેર સ્ટાઈલ માટે પણ એટલા જ જાણીતા છે. વિક્રમ ઠાકોરની હેર સ્ટાઈલની કોપી તેમના ચાહકો કરતાં હોય છે. તેવામાં હવે એક વીડિયો સામે આવ્યો છે જેમાં વિક્રમ ઠાકોર વિગ પહેરતા જોવા મળી રહ્યા છે. હવે સવાલ એ થાય છે કે, શું ખરેખર વિક્રમ ઠાકોર વિગ પહેરે છે ? આવો જાણીએ શું છે આ વીડિયોનું સત્ય ?

વધુ વાંચો : માથે તિલક, ગળામાં રુદ્રાક્ષ, અમદાવાદમાં જન્મ, એવાં બાલવીર ફેમ ટીવી એક્ટરે કરી સગાઇ, આપ્યો હટકે પોઝ

જાણો શું છે વીડિયોમાં ?

ફિલ્મ અભિનેતા વિક્રમ ઠાકોરે તેમના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 30 ડિસેમ્બર 2024ના દિવસે એક વિડીયો અપલોડ કર્યો હતો. આ વીડિયોનું કેપ્શન હતું, "તું દુનિયા છે મારી " મતલબ કે તેમણે એક ફિલ્મના શૂટિંગનો આ વીડિયો અપલોડ કર્યો હતો. આ વીડિયોમાં તેઓ કહી રહ્યા છે કે, મારી વિગ બતાવું તમને, જે હું ફિલ્મમાં ઉપયોગ કરું છું. આ સાથે વિક્રમ ઠાકોર વીડિયોમાં કહી રહ્યા છે કે, જ્યાં સુધી વાળ મોટા ન થાય ત્યાં સુધી વિગનો સહારો લઈશું. નોંધનિય છે કે, ન માત્ર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ બૉલીવુડમાં પણ કોઈપણ પાત્ર જરૂરિયાત પ્રમાણે વિગનો ઉપયોગ કરતાં હોય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vikram Thakor Wig Video Gujarati Film Actor Vikram Thakor
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ