બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / શું બદામ ખાવાથી કિડનીમાં પથરી થાય છે? જાણો શું કહે છે એક્સપર્ટ

photo-story

6 ફોટો ગેલેરી

સ્વાસ્થ્ય / શું બદામ ખાવાથી કિડનીમાં પથરી થાય છે? જાણો શું કહે છે એક્સપર્ટ

Last Updated: 08:22 PM, 18 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

બદામ આમ તો સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે, પરંતુ તેનું વધુ પડતું સેવન કરવામાં આવે તો કિડનીમાં પથરીની સમસ્યા થઈ શકે છે.

1/6

photoStories-logo

1. વધુ બદામ ન ખાવી

બદામમાં અનેક પોષક તત્વો સામેલ હોય છે. તે બ્લડ પ્રેશર અને હ્રદય રોગ તથા કેન્સરનું જોખમ ઘટાડે છે. અનેક લોકો સ્વાસ્થ્ય માટે ખૂબ બદામ ખાય છે. પરંતુ વધુ બદામ ખાવાથી નુકશાન પણ થાય છે. તેના કારણે કિડનીમાં પથરી થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. પથરીની સમસ્યા

પથરીના ક્રિસ્ટલ તમારી યુરીન ટ્રેકમાં ખનીજ અને બીજા પદાર્થથી બને છે. પથરીઓ આપણા પેશાબમાંથી બહાર નીકળી જાય છે. પરંતુ તે જ્યારે નીકળે છે ત્યારે ખૂબ દુઃખાવો થાય છે. જ્યારે તે યુરીન ટ્રેકમાં ફસાઈ જાય ત્યારે ડૉક્ટર પાસે જવાની ફરજ પડે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. ઓક્સાલેટનું વધુ હોય છે પ્રમાણ

એક્સપર્ટ અનુસાર, બદામમાં ઓક્સાલેટનું પ્રમાણ વધુ હોય છે. તે કેલ્શિયમ સાથે મળીને કિડનીની પથરી બનાવે છે. આપણું શરીર બીજા ખાદ્ય સ્ત્રોત કરતા બદામના ઓક્સાલેટને સારી રીતે અવશોષિત કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. બની શકે છે કિડનીમાં પથરી

બદામ વધારે ખાવાથી કિડનીમાં પથરી બની શકે છે. ખાસ કરીને એવા લોકોમાં જે લોકો હાઈપરઓક્સાલુરિયાથી ગ્રસ્ત હોય. આ સ્થિતિમાં વ્યક્તિના પેશાબમાં ઓક્સાલેટનું પ્રમાણ વધુ હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. 20-23 બદામ ખાવી

આથી એક્સપર્ટ મુજબ વયસ્ક લોકો માટે દિવસ દરમિયાન 20-23 બદામ ખાવાને આદર્શ માનવામાં આવે છે. જે લોકોને કિડનીમાં પથરી હોય તેવા લોકોએ બદામનું સેવન ઓછું કરવું જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. ઓક્સાલેટનું પ્રમાણ

કિડનીની પથરીવાળા લોકોએ ખોરાક પણ એવો ખાવો જોઈએ જેમાં ઓક્સાલેટનું પ્રમાણ ઓછું હોય. સ્ટ્રોબેરી, બ્લૂબેરી, બ્લેકબેરી, ચેરી, સફરજન, લીંબુને સામેલ કરી શકાય છે. બદામને આખી રાત પલાળી રાખવાથી ઓક્સાલેટનું પ્રમાણ ઘટી જાય છે. ઓછા મીઠાવાળો ખોરાક ખાવો અને મિનીમમ 2.5 લીટર પાણી પીવું. તેનાથી ઓક્સાલેટ સ્ટોનનો ખતરો ઘટી જાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Urine Problem Kidney Stones Almond

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ