બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Do you still have old closed notes of five hundred and thousand then know this rule or else you will have to pay a huge fine

તમારા કામનું / ભારે પડશે! તમારી પાસે 500 કે 1000ની જુની નોટો હોય તો ચેતજો, થશે આટલા હજારનો દંડ

Vishal Dave

Last Updated: 04:29 PM, 21 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણી વખત 500 અને 1000 રૂપિયાની જૂની નોટો હજુ પણ ઘરમાં જોવા મળે છે. સવાલ એ છે કે જો તમારી પાસે 500, 1000 રૂપિયાની નોટો હોય તો તમે જેલમાં જઈ શકો છો ?

શું તમારી પાસે હજુ પણ 500 અને 1000 રૂપિયાની જૂની નોટો છે? જાણો આવી કેટલી નોટો હોવાને લઇને આપને સજા થઇ શકે છે,  અને આ અંગેના સરકારી નિયમો શું છે. શું જૂની નોટો રાખવા બદલ સરકાર જેલમાં મોકલી શકે?  ઘણી વખત 500 અને 1000 રૂપિયાની જૂની નોટો હજુ પણ ઘરમાં જોવા મળે છે. સવાલ એ છે કે જો તમારી પાસે 500, 1000 રૂપિયાની નોટો હોય તો તમે જેલમાં જઈ શકો છો? આજે અમે તમને જણાવીશું કે જૂની નોટો રાખવાની શું સજા થઈ શકે છે.

જૂની નોટો રાખવાની સજા

સવાલ એ છે કે 500 અને 1000 રૂપિયાની જૂની પ્રતિબંધિત નોટો રાખવા બદલ સરકાર તમારી સામે શું કાર્યવાહી કરી શકે છે? મળતી માહિતી મુજબ, નિર્ધારિત મર્યાદાથી વધુ જૂની નોટો રાખનારને જેલની સજા નહીં થાય. પરંતુ આ કિસ્સામાં દંડ લાદવામાં આવશે અને દંડની રકમ ઓછામાં ઓછી 10,000 રૂપિયા હશે.

ડિમોનેટાઇઝેશન

નોંધનીય છે કે 8 નવેમ્બર, 2016ના રોજ સરકારે 500 અને 1000 રૂપિયાની જૂની નોટોને ડિમોનેટાઇઝ કરી અને તેના પર પ્રતિબંધ લગાવી દીધો હતો. જે બાદ પણ ઘણા લોકો પાસે જૂની નોટો છે. સવાલ એ છે કે હવે આ નોટો શું કામ આવશે? અને સરકાર આ અંગે શું પગલાં લઈ શકે? તમને જણાવી દઈએ કે નોટબંધી બાદ સરકારે 500 અને 1000 રૂપિયાની નોટો પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આ નોટ હવે બજારમાં ચલણમાં નથી, તેનો કોઈપણ રીતે ઉપયોગ કરી શકાશે નહીં. જો કે, નિર્ધારિત મર્યાદા કરતાં વધુ નોટ રાખવા બદલ સરકાર તમારી સામે દંડ લાદી શકે છે.

નિયમો અનુસાર 10થી વધુ જૂની નોટો કબજે કરનાર વ્યક્તિ સામે કાર્યવાહી થશે

તમને જણાવી દઈએ કે સરકારે 31 ડિસેમ્બર, 2016 પછી તમામ 500 અને 1000 રૂપિયાની નોટો પર પ્રતિબંધ લગાવી દીધો હતો. જેના કારણે તેનો ઉપયોગ થતો નથી. નોટબંધીના નિર્ણય બાદ સરકારે આ અંગે વટહુકમ તૈયાર કર્યો હતો અને તેમાં આ તમામ જોગવાઈઓ હતી. આ વટહુકમ અનુસાર રૂ.500 અને રૂ.1000ની જૂની નોટોની માન્યતા ઔપચારિક રીતે નાબૂદ કરવામાં આવી હતી અને નિયમો અનુસાર 10થી વધુ જૂની નોટો કબજે કરનાર વ્યક્તિ સામે કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચોઃ  'મારી પાસે કોઈ સત્તા નથી...', PM મોદીનું ED અને CBIની કામગીરીના સવાલ પર નિવેદન

2000ની નોટો

નોંધનીય છે કે ભારતીય રિઝર્વ બેંકે 19 મે 2023ના રોજ 2000 રૂપિયાની નોટને ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. જે બાદ ધીરે ધીરે ભારતીય રિઝર્વ બેંકે આ તમામ નોટો પાછી ખેંચી લીધી હતી. માર્ચ 2024: રૂ. 2,000ની કિંમતની લગભગ 97.62 ટકા નોટો RBIને પરત કરવામાં આવી છે.

 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

સંકળાયેલા મુદ્દાઓ

Government banned circulation demonetized impose punishment   fine Demonetization
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ