આ શિયાળાની ઋતુમાં લોકો ઠંડા હવામાનના કારણે બોડીને ગરમ રાખવા માટે ધૂમ્રપાન કરતા હોય છે. પરંતુ તેનાથી હૃદય સંબંધિત સમસ્યાઓનું જોખમ વધી શકે છે. ધૂમ્રપાન હૃદય, રક્ત અને રક્ત વાહિનીઓ સહિત સમગ્ર કાર્ડિયવેસ્કુલર સિસ્ટમને નુકસાન પહોંચાડે છે. તેનાથી હાઈ બ્લડ પ્રેશરથી લઈને કોરોનરી હાર્ટ ડિઝીઝનું જોખમ રહેલું છે. ચાલો જાણીએ ધૂમ્રપાનની હૃદયના સ્વાસ્થ્ય પર શું અસર થાય છે.
નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિનના રિપોર્ટ અનુસારવિશ્વભરમાં 10 માંથી 1થી વધુ ધૂમ્રપાનને કારણે મૃત્યુ થાય છે. ધૂમ્રપાનને કારણે હૃદય રોગથી 140,000 લોકો મૃત્યુ પામે છે. સિગારેટ પીવાથી ગ્લુકોઝ ઈનટોલરન્સ અને હાઈ - ડેંસિટી લિપોપ્રોટીન કોલેસ્ટ્રોલનું સીરમ લેવલ ઓછું થઈ શકે છે.

- ધૂમ્રપાન હૃદયને કેવી રીતે પહોંચાડે છે નુકસાન
એક્સપર્ટ અનુસાર, શિયાળામાં ધૂમ્રપાન કરવાથી હાર્ટ બ્લોકેઝનું જોખમ વધે છે. તેના ધુમાડામાં રહેલા રસાયણો પહેલાથી જ સંકુચિત રક્ત વાહિનીઓને નુકસાન પહોંચાડે છે, જેના લીધે પ્લેટલેટ્સ ભેગા થાય છે, જેના કારણે લોહી ગંઠાય છે. ધૂમ્રપાનઠું સેલ્સ લાઈનિંગ ક્ષતિગ્રસ્ત થાય છે, જે રક્ત પ્રવાહમાં અવરોધ પેદા કરે છે.
ધૂમ્રપાન સ્ત્રીઓ માટે ખૂબ જ હાનિકારક સાબિત થાય છે, જેનાથી હાર્ટ અટેક અને હાર્ટ સ્ટ્રોકનું જોખમ વધે છે. ધૂમ્રપાન કરતી સ્ત્રીઓમાં વંધ્યત્વનું જોખમ વધી જાય છે. જે સ્ત્રીઓ ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ એટલે કે બર્થ કંટ્રોલ ગોળીઓ લઈ રહી હોય તેમનામાં કોરોનરી હાર્ટ ડિઝીઝનું જોખમ પાંચ ગણું વધી જાય છે.

ધૂમ્રપાનથી હૃદયને થતાં નુકશાન
- હાઈ બ્લડ પ્રેશરનું જોખમ
ધમનીઓમાં લોહીનો પ્રવાહ વધવાને લીધે વ્યક્તિને હાઈ બ્લડ પ્રેશર એટલે કે હાઈપરટેન્શનનો સામનો કરવો પડે છે. ધુમાડામાં રહેલું નિકોટિનનું પ્રમાણ હાઈ બ્લડ પ્રેશરનું કારણ સાબિત થાય છે. જેના લીધે શરીરમાં તણાવ વધવા લાગે છે અને ચક્કરની સમસ્યા રહે છે.
- કોરોનરી હાર્ટ ડિઝીઝ
હૃદયની ધમનીઓ જ્યારે તેઓ હૃદયને સંપૂર્ણપણે લોહી પહોંચાડવામાં અસમર્થ બને છે ત્યારે શરીરમાં કોરોનરી હાર્ટ ડિઝીઝનું જોખમ વધી જાય છે. ઠંડીની ઋતુમાં ધમનીઓ સંકોચાઈ જાય છે અને ધૂમ્રપાનને કારણે તેમાં જામેલ પ્લાક રક્ત પરિભ્રમણને અવરોધે છે.

- સ્ટ્રોકનું જોખમ
ધૂમ્રપાન કરવાથી પ્લાક અને લોહી ગંઠાઇ શકે છે. જેના લીધે શરીરની રક્તવાહિનીઓ બ્લોક થવા લાગે છે. જો આ સમસ્યા મગજ સુધી પહોંચે તો તે સ્ટ્રોકનું કારણ બની શકે છે. તેનાથી મગજને પૂરતો ઓક્સિજન મળતો નથી, જેના લીધે મગજના કોષોને નુકસાન થવા લાગે છે.
- હાર્ટ અટેકનું જોખમ
ધૂમ્રપાન હૃદયમાં લોહીના પ્રવાહને અવરોધે છે, જેનાથી હાર્ટ અટેક આવી શકે છે. તેને મ્યોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન પણ કહેવામાં આવે છે. ઓક્સિજનયુક્ત લોહી વગર હૃદયના સ્નાયુઓને નુકસાન થવા લાગે છે.
ધૂમ્રપાન છોડવાના હૃદયને થતા ફાયદા
- સામાન્ય થાય છે હૃદયના ધબકારા
નિયમિત ધૂમ્રપાન કરવાથી બ્લડ પ્રેશર અને હૃદયના ધબકારાને અસર થાય છે. પરંતુ ધૂમ્રપાન છોડ્યાના 20 મિનિટ બાદ હૃદયના ધબકારા સામાન્ય થવા લાગે છે. શ્વાસ લેવાથી ફેફસાંમાં ઓક્સિજન પહોંચે છે. પરંતુ કોઈ રાસાયણિક ધુમાડાના સંપર્કમાં આવવાથી કંટેમીનેટિડ ધુમાડો શરીરમાં પ્રવેશવા લાગે છે

- રક્ત પ્રવાહમાં આવે છે સુધાર
સિગારેટના ધુમાડામાં કાર્બન મોનોક્સાઇડ હોય છે, જેના કારણે હૃદય સુધી પૂરતો ઓક્સિજન પહોંચવામાં મુશ્કેલી પડે છે. ધૂમ્રપાન છોડ્યાના 12 કલાક બાદ લોહીમાં કાર્બન મોનોક્સાઇડનું સ્તર સામાન્ય થવા લાગે છે અને હૃદય સુધી વધુ ઓક્સિજન પહોંચવાનું શરૂ થાય છે.
- ઘટે છે હાર્ટ અટેકનું જોખમ
જ્યારે શરીરમાં બ્લડ પ્રેશર સામાન્ય થવા લાગે છે ત્યારે હાર્ટ અટેકનું જોખમ ઓછું થાય છે. આ પ્રક્રિયા ધૂમ્રપાન છોડ્યાના 12 થી 24 કલાકની અંદર શરૂ થાય છે.
- બચાવે છે હૃદય રોગના જોખમથી
ધૂમ્રપાન છોડ્યાના એક વર્ષ બાદ શરીરમાં સ્ટ્રોક સહિત હૃદય રોગનું જોખમ લગભગ અડધું ઘટી જાય છે. જેના લીધે શરીરમાં કાર્બન મોનોક્સાઇડનું લેવલ કંટ્રોલમાં રહે છે અને શરીરમાં બ્લડ સર્ક્યૂલેશન યોગ્ય રહે છે.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ