બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:19 AM, 14 February 2025
દર વર્ષે 7 ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન વીકની શરૂઆત રોઝ ડેથી થાય છે. આ ક્રમમાં, પ્રપોઝ ડે, ચોકલેટ ડે, ચોકલેટ ડે, ટેડી ડે, પ્રોમિસ ડે, હગ ડે, કિસ ડે અને છેલ્લે વેલેન્ટાઇન ડે ઉજવવામાં આવે છે. આ એક વીકની ઉજવણીમાં વેલેન્ટાઇન ડેને સૌથી ખાસ માનવામાં આવે છે. પશ્ચિમના દેશો સાથે ભારતમાં પણ આ દિવસ ખૂબ ખાસ રીતે ઉજવવામાં આવે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે વેલેન્ટાઇન ડે ખરેખર એક સંતના બલિદાન સાથે સંકળાયેલ છે.
ADVERTISEMENT
વેલેન્ટાઇન કોણ હતા ?
ADVERTISEMENT
વેલેન્ટાઇન ડે ઉજવવા પાછળ ઘણી દંતકથાઓ છે પરંતુ સૌથી વધુ લોકપ્રિય સંત વેલેન્ટાઇનની વાર્તા છે. આ દંતકથા મુજબ તેઓ ત્રીજી સદીમાં રોમન પાદરી હતા. રોમન સમ્રાટ ક્લાઉડિયસ બીજા માનતા હતા કે જો સૈનિકો પ્રેમમાં પડી જાય તો તે તેમનું ધ્યાન ભંગ કરશે અને જો તેઓ એકલા હશે તો તેઓ વધુ સારી રીતે લડી શકશે. એટલા માટે તેમણે સૈનિકોના લગ્નો પર પ્રતિબંધ મૂક્યો હતો. આ સમયગાળા દરમિયાન સંત વેલેન્ટાઈને ઘણા સૈનિકોના ગુપ્ત રીતે લગ્ન કરાવ્યા પરંતુ એક દિવસ તે ઝડપાઈ ગયા અને તેમણે જેલમાં ધકેલી દેવામાં આવ્યા. આજના દિવસે એટલે કે 14 ફેબ્રુઆરી 269 AD ના રોજ તેમને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી.
વધુ વાંચો: એવી ફિલ્મો, જેને આજેય પ્રેમી-પંખીડાઓ વેલેન્ટાઇન ડે પર કરે છે યાદ, એક તો એવી કે સરકાર હચમચી ગયેલી!"
આ રીતે શરૂઆત થઈ
સંત વેલેન્ટાઇન પ્રેમના ઉપદેશક હતા તેથી લોકો માનતા હતા કે તેમણે દુનિયામાં પ્રેમનો સંદેશ ફેલાવવા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. આ દંતખથને આધારે વિશ્વભરમાં 14 ફેબ્રુઆરીના દિવસને પ્રેમના દિવસ તરીકે ઉજવવા માટે વેલેન્ટાઇન ડેની ઉજવણી શરૂ થઈ. સૌથી પહેલા રોમમાં વેલેન્ટાઇન ડે ઉજવવાની શરૂઆત થઈ હતી.
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.