બ્રેકિંગ ન્યુઝ

logo
logo

શાહરૂખ ખાનને હોસ્પિટલમાંથી કરાયો ડિસ્ચાર્જ

logo

ગુજરાતમાં હીટવેવની સ્થિતિને લઈ CM ભૂપેન્દ્ર પટેલની X પર પોસ્ટ

logo

ગુજરાત ATSએ પોરબંદરથી ઝડપ્યો પાકિસ્તાની જાસૂસ

logo

કિર્ગીસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓ ફસાતા વરાછાના MLA કુમાર કાનાણીએ લખ્યો PM મોદીને પત્ર

logo

શાહરુખ ખાન બપોરે અપાઈ શકે છે રજા, પ્રાઇવેટ ચાર્ટર્ડમાં મુંબઈ પરત ફરશે

logo

અમદાવાદ ક્રાઈમબ્રાંચે દિલ્લીના એક શખ્સને ક્રિકેટ સ્ટેડિયમમાં સટ્ટો રમતા ઝડપ્યો

logo

રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત

logo

સુરતમાં કાળઝાળ ગરમીની અસર વર્તાઇ, છેલ્લા 24 કલાકમાં થયાં 10ના મોત

logo

રિઝર્વ બેન્કે કેન્દ્ર સરકારને વિક્રમજનક 2.11 લાખ કરોડનું ડિવિડન્ટ ચૂકવ્યું

logo

RCBનું સપનું 17મી વખત તૂટયું! રાજસ્થાને 4 વિકેટે જીતી મેચ

VTV / ભારત / Do you know Difference between FASTAG and GPS toll system understand it this way

તમારા કામનું / શું તમે જાણો છો? FASTAG અને GPS ટોલ સિસ્ટમ વચ્ચેનો તફાવત? આ રીતે સમજો

Priyakant

Last Updated: 05:45 PM, 2 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પહેલા કેશ પછી Fastag સરકાર બહુ જલ્દી GPS TOLL COLLECTION શરૂ કરવાની છે. હવે સવાલ એ છે કે Fastag અને GPS Toll Collection માં અંતર શું અને કઈ સિસ્ટમ તમારા માટે ફાયદાકારક છે?

જ્યારે પણ કોઈ વ્યક્તિ એક શહેરથી બીજા શહેરમાં કાર દ્વારા મુસાફરી કરે છે, ત્યારે તેણે હાઈવે અને એક્સપ્રેસ વે પરના ટોલ પ્લાઝામાંથી પસાર થવું પડે છે. એક સમય એવો હતો જ્યારે ટોલ પ્લાઝા પરથી પસાર થતી વખતે રોકડ દ્વારા પેમેન્ટ કરવું પડતું હતું, જેના કારણે ટોલ પ્લાઝા પર લાંબી લાઇન લાગતી હતી. લાંબી લાઇનની ઝંઝટને દૂર કરવા માટે, સરકારે ફાસ્ટટેગ લાવ્યું અને હવે એક પગલું આગળ વધીને, સરકાર ટૂંક સમયમાં જીપીએસ ટોલ સિસ્ટમ શરૂ કરવાની છે. 
જ્યારથી સરકારે જાહેરાત કરી છે કે ફાસ્ટેગને ટૂંક સમયમાં જીપીએસ ટોલ કલેક્શન સિસ્ટમ દ્વારા બદલવામાં આવશે. ત્યારથી, ઘણા લોકોના મનમાં આ મૂંઝવણ છે કે GPS ટોલ કલેક્શન અને ફાસ્ટેગ કેવી રીતે અલગ છે, બંને વચ્ચે શું તફાવત છે?

બંને વચ્ચે શું ફરક?

જો આપણે બંને વચ્ચેના તફાવતની વાત કરીએ, તો GPS ટોલ કલેક્શન સિસ્ટમ ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ પર કામ કરે છે. આ સિસ્ટમની મદદથી, વ્યક્તિને કારના ચોક્કસ સ્થાનને ટ્રેક કરવાની સુવિધા મળે છે. જ્યારે ફાસ્ટેગમાં  તમારી કારની વિન્ડશિલ્ડ પરના ફાસ્ટેગ સ્ટીકરમાં પૈસા હોય છે, ટોલ પ્લાઝા પર લગાવેલ મશીન આ સિસ્ટમને સ્કેન કરે છે અને પછી તમારા ફાસ્ટેગ વોલેટમાંથી પૈસા કાપે છે.

કેવી રીતે ફાયદો થશે? 

ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ એટલે કે જીપીએસ અને ભારતની જીપીએસ એઇડેડ જીઓ ઓગમેન્ટેડ નેવિગેશન એટલે કે GAGAN ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનો સૌથી મોટો ફાયદો એ થશે કે આ સિસ્ટમમાં અંતરના આધારે ટોલની ગણતરી કરે છે.સરળ ભાષામાં સમજાવીએ, તો  આ સિસ્ટમ શરૂ થયા પછી, તમારે હાઇવે અથવા એક્સપ્રેસવે પર જેટલું અંતર કાપ્યું છે તેટલું જ ટોલ ચૂકવવો પડશે.

ફાસ્ટેગને જીપીએસ સાથે સરખાવી, જ્યારે ટોલ લેવાનું શરૂ થશે, ત્યારે કઈ સિસ્ટમ તમારા માટે ફાયદાકારક સાબિત થશે? ફાસ્ટેગમાં એવું નથી કે જે અંતર કવર કરવામાં આવશે તેના હિસાબે ટોલ વસૂલવામાં આવશે, જ્યારે, જીપીએસ સિસ્ટમ શરૂ થવાનો સૌથી મોટો ફાયદો એ થશે કે આ સિસ્ટમ તમને ટોલ ટેક્સ બચાવવામાં મદદ કરશે. જીપીએસ સિસ્ટમ દ્વારા, તમે મુસાફરી કરો છો તે અંતર અનુસાર તમારે ટોલ ચૂકવવો પડશે.

વધુ વાંચો: મોબાઇલ યુઝર્સને લઇ કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, આગામી આ તારીખથી બંધ થશે કૉલ ફોરવર્ડિંગ ફીચર

ટેસ્ટિંગ શરૂ થઈ ગઈ 

GPS TOLL COLLECTION ટેસ્ટિંગ અત્યારે પાયલેટ પ્રોજેક્ટ તરીકે મૈસૂર, બેંગલોર અને પાનીપત જગ્યાએ શરૂ કરવામાં આવ્યું છે. આશા કરવામાં આવે છે કે ફાસ્ટેગને રિપ્લેસ કરી આ સિસ્ટમ આ વર્ષથી શરૂ થઈ શકે છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગના મંત્રી નીતિન ગડકરીએ નવી ટોલ સિસ્ટમ વિશે માહિતી આપી છે.
નવી ટેક્નોલોજીના આવ્યા  પછી, તમે હાઇવે પર કવર કરેલું અંતર ઓન-બોર્ડ યુનિટ એટલે કે કારમાં સ્થાપિત OBU અથવા ટ્રેકિંગ ઉપકરણ દ્વારા શોધી કાઢવામાં આવશે કે તમે કેટલું અંતર કાપ્યું અને તે પ્રમાણે ટોલ વસૂલવામાં આવશે.

કેટલા પૈસા કપાશે ?

હવે સવાલ એ થાય છે કે અંતરના હિસાબે ટોલ ટેક્સની ગણતરી થશે પણ પૈસા કેવી રીતે કપાશે? ડિજિટલ વોલેટને OBU સાથે લિંક કરવામાં આવશે અને આ વોલેટ દ્વારા પૈસા કપાશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ