બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / Budget / Do you know about the words and meanings used in budget speech? Otherwise understand here in very simple language
Megha
Last Updated: 09:56 AM, 1 February 2023
ADVERTISEMENT
નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે એટલે કે બુધવારે સવારે 11 વાગ્યે નાણાકીય વર્ષ 2023-24નું બજેટ રજૂ કરશે. 2024માં લોકસભાની ચૂંટણી થવાની છે, આવી સ્થિતિમાં આ મોદી સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું પૂર્ણ બજેટ હશે. જણાવી દઈએ કે અત્યાર સુધીના સૌથી લાંબા બજેટ ભાષણનો રેકોર્ડ નિર્મલા સીતારમણના નામે છે અને આ વખતે ભાષણ કેટલું લાંબુ છે તે જોવું રસપ્રદ રહેશે. જો કે હાલ સામાન્ય લોકોની નજર બજેટ પર ટકેલી છે, લોકો બજેટને ગંભીરતાથી સાંભળે છે પણ બજેટ સ્પીચમાં આવા અનેક શબ્દો સામેલ હોય છે, જેનો અર્થ ઘણા લોકો જાણતા નથી. આજે અમે તમને થોડા એવા શબ્દો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
ADVERTISEMENT
ઘણી મોટી જાહેરાતોની અપેક્ષા
આવનાર 2024ની સામાન્ય ચૂંટણી પહેલા નરેન્દ્ર મોદી સરકારનું આ છેલ્લું પૂર્ણ બજેટ છે. એવી સ્થિતિમાં સરકાર લોકોનહે ખુશ કરવાની પૂરતી કોશિશ કરશે લોકો એવું વિચારી રહ્યા છે. આ સાથે જ દેશની અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે પણ સરકાર ઘણી મોટી જાહેરાતો કરી શકે છે. જણાવી દઈએ કે દેશના મહિલા નાણામંત્રી નિર્મલા સીતારમણનું આ સતત પાંચમું બજેટ હશે અને નાણામંત્રી દ્વારા સંસદમાં જ્યારે બજેટ ભાષણ આપવામાં આવશે ત્યારે તેમાં ઘણા ખાસ શબ્દો સંભળાય છે, જેમ કે નાણાકીય વર્ષ, વેપાર ખાધ, ડિસઇન્વેસ્ટમેન્ટ અને બ્લુ શીટ.. આવા શબ્દો સામાન્ય રીતે મોટાભાગના લોકો સમજી શકતા નથી. ચાલો જાણીએ બજેટમાં વપરાતા આવા અટપટા શબ્દોનો અર્થ શું થાય..
નાણાકીય વર્ષ Financial Year
જે રીતે આપણા માટે નવું વર્ષ 1 જાન્યુઆરીથી શરૂ થાય છે અને વર્ષ 31 ડિસેમ્બરે પૂરું થાય છે, એમ સરકાર નાણાકીય વર્ષના આધારે તેનું કામ કરે છે. એટલે કે નાણાકીય વર્ષ 1લી એપ્રિલથી શરૂ થાય છે અને તે આવતા વર્ષે 31મી માર્ચ સુધી ચાલે છે.
ફિસ્કલ-રેવન્યુ ડેફિસિટ Fiscal-Revenue Deficit
રાજકોષીય ઘાટ એટલે કે ફિસ્કલ-રેવન્યુ ડેફિસિટ જ્યારે સરકારની કમાણી ખર્ચ કરતાં ઓછી હોય ત્યારે ફિસ્કલ ડેફિસિટનો ઉપયોગ ભાષણમાં થાય છે. બીજી તરફ મહેસૂલ ખાધનો અર્થ એ છે કે સરકારની કમાણી નિર્ધારિત લક્ષ્યાંક મુજબ નથી. Trade Deficit એટલે વેપાર ખાધ.
ડિસઇન્વેસ્ટમેન્ટ Disinvestment
બજેટના ભાષણમાં ડિસઇન્વેસ્ટમેન્ટનો ઉલ્લેખ ઘણી વાર સાંભળ્યો હશે . એટલે કે જ્યારે સરકાર સરકારી કંપનીઓનો હિસ્સો વેચે છે ત્યારે તેના માટે આ શબ્દ વપરાય છે. બીજી તરફ સરકારે નાણાકીય વર્ષમાં જે કમાણી અને ખર્ચ કર્યો તેને બજેટ અંદાજ કહેવામાં આવે છે.
બ્લુ શીટ Blue Sheet
બ્લુ શીટ એ બજેટને લગતા મહત્વના દસ્તાવેજો અને તેનાથી સંબંધિત જરૂરી ડેટાની એ એક બ્લૂ રંગની સિક્રેટ શીટમાં હોય છે. તેને બ્લુ શીટ કહે છે. આ ગુપ્ત દસ્તાવેજને બજેટ પ્રક્રિયાની કરોડરજ્જુ તરીકે પણ સંબોધવામાં આવે છે.
ઝીરો બજેટ Zero Budget
ઝીરો બજેટમાં પાછલા નાણાકીય વર્ષના ખર્ચ અને બાકીની રકમ આગળ વહન કરવામાં આવતી નથી. એટલે કે જો સરકારે કોઈપણ યોજના હેઠળ સાંસદોને કરોડો રૂપિયાની ફાળવણી કરી હોય અને તેનો માત્ર એક ભાગ જ ખર્ચવામાં આવ્યો હોય તો આ સ્થિતિમાં બાકીના નાણાં તેમને ફરીથી ફાળવવામાં આવતા નથી. જેને ઝીરો બજેટ કહેવામાં આવે છે.
ફાઇનાન્સ-એપ્રોપ્રિયેશન બિલ Finance-Appropriation Bill
સરકાર ફાઇનાન્સ બિલ દ્વારા તેની કમાણીની વિગતો રજૂ કરે છે, જ્યારે એપ્રોપરીશન બિલ તેની સામે મૂકવામાં આવે છે. આમાં સરકાર પોતાના ખર્ચની માહિતી સદનમાં રાખે છે. આ સિવાયનો હજુ એક જરૂરી શબ્દ હોય છે રેવન્યુ એક્સપેન્ડિચર. જેમાં સરકારને વિવિધ પ્રોજેક્ટ અને કર્મચારીઓના પગારની જરૂર હોય અથવા જે પણ ખર્ચની જરૂર હોય તેને રેવન્યુ એક્સપેન્ડીચર કહે છે.
પ્રત્યક્ષ-પરોક્ષ ટેક્સ Direct-Indirect Tax
જે વસ્તુની દેશના લોકો બજેટ દરમિયાન સૌથી વધુ રાહ જુએ છે તે છે ટેક્સ. એટલે જો આને લગતા શબ્દોની વાત કરીએ તો સામાન્ય માણસ પાસેથી સીધો લેવામાં આવતો ટેક્સ ડાયરેક્ટ ટેક્સ કહેવાય છે. પણ જએ ટેક્સ જનતા પાસેથી એક્સાઈઝ ડ્યૂટી અથવા કસ્ટમ ડ્યુટી દ્વારા વસૂલવામાં આવે છે તેને પરોક્ષ કર કહેવામાં આવે છે. દેશના કરદાતાઓની આવક જેના પર કોઈ કર વસૂલવામાં આવતો નથી, તેને એકસેમ્પશન એટલે કે છૂટ કહેવામાં આવે છે.
કોન્સોલિડેટેડ ફંડ Consolidated Fund
ઉધાર કે સરકારી લોન પર મળતા વ્યાજ પર સરકાર જે કંઈ કમાય છે તેને કોન્સોલિડેટેડ ફંડ કહેવામાં આવે છે અને દેશમાં સરકાર દ્વારા જે ખર્ચ થાય છે તે આ ફંડ દ્વારા કરવામાં આવે છે. જો કે આ ફંડમાંથી પૈસા ઉપાડવા માટે સરકારે સંસદમાંથી મંજૂરી લેવી પડે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.