બ્રેકિંગ ન્યુઝ
VTV / Do you have a habit of keeping your laptop in sleep mode?
Ravi
Last Updated: 12:51 PM, 2 December 2019
ADVERTISEMENT
લેપટોપ ઓન કરવામાં જે સમય લાગે છે તે બચાવવા માટે લોકો સ્લીપ મોડનો ઉપયોગ કરે છે.
લેપટોપ ઓન કરવામાં જે સમય લાગે છે તે બચાવવા માટે લોકો સ્લીપ મોડનો ઉપયોગ કરે છે. જ્યારે લાંબા સમય સુધી લેપટોપનો ઉપયોગ થતો નથી, ત્યારે તે આપમેળે સ્લીપ મોડમાં જાય છે. આ સિવાય યુઝર્સ સ્ટાર્ટ બટન દ્વારા લેપટોપને સ્લીપ મોડમાં મૂકી શકે છે. સ્લીપ મોડમાં બેટરી પર લોડ ચાલું રહે છે. લાંબો સમય લેપટોપ સ્લીપ મોડમાં રહે તો આગ લાગવાનું જોખમ રહે છે.
ADVERTISEMENT
લેપટોપને લાંબા સમય સુધી સ્લીપ મોડમાં રાખવું જોઈએ નહીં
તેથી લેપટોપને લાંબા સમય સુધી સ્લીપ મોડમાં રાખવું જોઈએ નહીં, કારણ કે તેનાથી બેટરીની લાઇફ ઓછી થાય છે અને ઝડપથી બગડે છે. સ્લીપ મોડમાં પણ લેપટોપના સીપીયુ અને મોનિટર પર ખરાબ અસર પડે છે. સ્લીપ મોડના કેટલાક ફાયદા પણ છે. સ્લીપ મોડમાં લેપટોપ ઓછી બેટરી વાપરે છે. ઉપરાંત, લેપટોપને વારંવાર ચાલુ-બંધ કરવાની જરુર પડતી નથી.
આ સિવાય સ્લીપિંગ મોડ દ્વારા જયાંથી ટાસ્ક જયાંથી છોડ્યું હોય ત્યાંથી ફરી શરુ કરી શકાય છે. જોકે થોડી મિનિટો માટે લેપટોપ સ્લીપ મોડમાં રાખો તો જ તે ઉપયોગી ફિચર છે. ઘણાં લોકો કલાકો સુધી સ્લીપ મોડ ચાલું રાખે છે. જે જોખમી છે. સ્લીપ મોડના વિકલ્પે હાઇબરનેશન મોડનો ઉપયોગ કરવો જોઇએ. તેમાં લેપટોપની બેટરીને બિલકુલ નુકસાન થતું નથી.
આ મોડમાં યુઝર્સ તેના લેપટોપ પરના સ્નેપશોટ વિંડોમાં સેવ કરી શકે છે. હાઇબરનેશન સ્લીપ મોડ કરતાં વધુ સારી રીતે કાર્ય કરે છે. ઉપરાંત તે બેટરીની લાઇફમાં પણ વધારો કરે છે. લેપટોપમાં હાઇબરનેશન મોડને એકટિવેટ કરવા કીબોર્ડ પર સ્ટાર્ટ અને R બટન એક સાથે પ્રેસ કરો. હવે વિંડો પાવર ઓપ્શન ખુલશે. જેમાં પાવર બટન દ્વારા સ્લીપ મોડને બદલે હાઇબરનેશન મોડ પસંદ કરી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.