બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / શું તમારે પણ કરોડપતિ બનવું છે? તો દર મહિને કરો આટલાં રૂપિયાનું રોકાણ, રહેશો ફાયદામાં

કામની વાત / શું તમારે પણ કરોડપતિ બનવું છે? તો દર મહિને કરો આટલાં રૂપિયાનું રોકાણ, રહેશો ફાયદામાં

Last Updated: 10:55 PM, 9 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમે દરરોજ થોડી રકમ પણ બચાવવાનું શરૂ કરો છો તો લાંબા ગાળામાં તમારી પાસે કરોડો રૂપિયા જમા થઈ જશે

પૈસાના રોકાણની જ્યારે વાત આવે છે, ત્યારે લોકો કહે છે કે એટલા પૈસાની બચત ક્યા થાય છે કે રોકાણ કરવીએ. જો તમે દરરોજ થોડી રકમ પણ બચાવવાનું શરૂ કરો છો, તો લાંબા ગાળામાં તમારી પાસે કરોડો રૂપિયા જમા થઈ જશે . એક સામાન્ય માણસ પણ ઇચ્છે તો કંપાઉંડિંગની તાકાતથી લાંબા સમય સુધી નિયમિત રોકાણ કરે તો કરોડપતિ બની શકે છે.

આજે અમે તમને કરોડપતિ બનવાનો આઇડિયા જણાવવા જઈ રહ્યા છીએ. તમારું આ સપનું સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરીને પૂર્ણ કરી શકાય છે. SIPમાં રોકાણકારોને ચક્રવૃદ્ધિનો લાભ મળે છે અને લાંબા ગાળામાં વધુ વળતરની શક્યતા છે.

દર મહિને 5000 રૂપિયાનું રોકાણ કરીને કરોડપતિ બનો

ધારો કે તમારો પગાર 20 હજાર રૂપિયા છે અને દર મહિને 5 હજાર રૂપિયાની બચત કરી SIPમાં રોકાણ કરવાનો વિકલ્પ પસંદ કરો છો. તમે આગામી 22 વર્ષમાં 1,03,53,295 રૂપિયાનું ફંડ બનાવી શકો છો. અહીં આપણે લગભગ 15 ટકા વાર્ષિક વળતર ધારી રહ્યા છીએ. એવું નથી કે મ્યુચ્યુઅલ ફંડ SIP પર 15 ટકા વળતર માત્ર કહેવાની વાત છે. બજારમાં આવી ઘણી ફંડ યોજનાઓ છે જેણે લાંબા ગાળામાં બમ્પર વળતર આપ્યું છે.

Website_Ad_1_1200_1200.width-800

કરોડપતિ બની શકો છો

20 હજારના પગારમાં 5 હજાર બચત મુશ્કેલ તમને લાગતું હશે. ચાલો માની લઈએ કે તમે મહિને માત્ર 1,000 રૂપિયા બચાવો છો. તમે દર મહિને SIPમાં રૂ. 1,000નું રોકાણ કરો છો, તો તમે 33 વર્ષમાં રૂ. 1,10,08,645નું ફંડ બનાવી શકો છો.

વધું વાંચોઃ કોણ છે 'આગ્રા' ફિલ્મમાં બોલ્ડ સીન આપનાર રૂહાની શર્મા, જેને OTT પર મચાવી ધમાલ, Photos જોઇ ફીદા થઇ જશો

SIP શું છે?

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનો સૌથી સરળ રસ્તો SIP છે. આના દ્વારા તમે દર મહિને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકો છો. SIP બિલકુલ બેંક RD જેવી છે, પરંતુ અહીં તમને બેંક કરતા વધુ સારું વળતર મળે છે. દર મહિને તમારા બેંક ખાતામાંથી એક નિશ્ચિત સમયે એક નિશ્ચિત રકમ કાપવામાં આવે છે અને SIPમાં રોકાણ કરવામાં આવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Investment Tips Mutual Fund SIP Investment
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ