બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / શું તમે પણ ઇચ્છો છો કે ભગવાન વિષ્ણુ અપાર કૃપા વરસાવે? તો દેવ દિવાળીએ રાશિ અનુસાર કરો આ દાન

જ્યોતિષ શાસ્ત્ર / શું તમે પણ ઇચ્છો છો કે ભગવાન વિષ્ણુ અપાર કૃપા વરસાવે? તો દેવ દિવાળીએ રાશિ અનુસાર કરો આ દાન

Last Updated: 08:22 PM, 13 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેવ દિવાળીના દિવસે દાન કરવાનું ખુબ મહત્વ છે. આ દિવસે રાશિ પ્રમાણે કેટલીક વસ્તુઓનું દાન કરવું જોઈએ.

દેવ દિવાળીનો દિવસ ખૂબ જ ખાસ હોય છે. દેવ દિવાળી કારતક પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. દેવ દિવાળીના દિવસે દાન કરવાનું ખુબ મહત્વ છે. આ દિવસે રાશિ પ્રમાણે કેટલીક વસ્તુઓનું દાન કરવું જોઈએ. આવો જાણીએ દેવ દિવાળીના દિવસે રાશિ પ્રમાણે શું દાન કરવું જોઈએ.

આ વર્ષે કાર્તિક પૂર્ણિમા 15 નવેમ્બરે છે. કારતક માસને તમામ માસમાં સૌથી વધુ શુભ અને ફળદાયી માનવામાં આવે છે. આ દિવસે દેવ દિવાળી ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે કારતક પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીમાં સ્નાન અને દાન કરવાથી આખા મહિના સુધી કરવામાં આવેલી પૂજા સમાન ફળ મળે છે. આવો જાણીએ દેવ દિવાળીના દિવસે રાશિ પ્રમાણે શું દાન કરવું જોઈએ.

ભગવાન શિવ ત્રિપુરારી બન્યા

પૌરાણિક કથાઓ અનુસાર આ દિવસે ભગવાન શિવે ત્રિપુરાસુર નામના શક્તિશાળી રાક્ષસનો વધ કર્યો હતો. આનાથી દેવતાઓને આ રાક્ષસના અત્યાચારથી મુક્તિ મળી અને દેવતાઓએ ખુશ થઈને ભગવાન શિવનું નામ ત્રિપુરારી રાખ્યું.

Lord Vishnu

ભગવાન વિષ્ણુનો પ્રથમ અવતાર

પૌરાણિક કથાઓમાં કહેવાય છે કે ભગવાન વિષ્ણુનો પ્રથમ અવતાર પણ આ દિવસે થયો હતો. પ્રથમ અવતાર તરીકે ભગવાન વિષ્ણુ મત્સ્ય એટલે કે માછલીના રૂપમાં પ્રગટ થયા. આ દિવસે ભગવાન સત્યનારાયણની કથા કરવાથી લોકો શુભ ફળ મેળવી શકે છે.

કાર્તિક પૂર્ણિમાના દિવસે તલથી સ્નાન કરવાથી શનિદોષથી રાહત મળે

જન્માક્ષર વિશ્લેષકના મતે કાર્તિક પૂર્ણિમાએ પાણીમાં તલ નાખીને સ્નાન કરવાથી શનિ દોષ દૂર થશે. ખાસ કરીને શનિની સાડેસાતી. જો કુંડળીમાં પિતૃ દોષ, ચાંડાલ દોષ, નાડી દોષ હોય તો તેમાં પણ ઝડપી લાભ થાય છે.

આ પણ વાંચોઃ 15 નવેમ્બર આવી નહીં, કે આ 7 રાશિના જાતકોને પડી જશે લીલા લહેર, કારણ શનિ માર્ગી

રાશિ પ્રમાણે કઈ વસ્તુઓનું દાન કરવું

મેષ-ગોળ

વૃષભ- ગરમ વસ્ત્રો

મિથુન-મગ દાળ

કર્ક-ચોખા

સિંહ-ઘઉં

કન્યા-લીલો ચારો

તુલા- ભોજન

વૃશ્ચિક - ગોળ અને ચણા

ધનુરાશિ - ગરમ ખાદ્ય પદાર્થો, જેમ કે બાજરી

મકર-બ્લેન્કેટ

કુંભ- કાળી અડદની દાળ

મીન- હળદર અને ચણાના લોટની મીઠાઈ

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Dev Diwali Religion Dev Diwali 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ