બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / તમારી પણ છે આ રાશિ? તો ચેતી જજો, જીવનમાં આવી શકે છે ઉથલપાથલ, રાહુ કરશે શનિના નક્ષત્રમાં પ્રવેશ

ધર્મ / તમારી પણ છે આ રાશિ? તો ચેતી જજો, જીવનમાં આવી શકે છે ઉથલપાથલ, રાહુ કરશે શનિના નક્ષત્રમાં પ્રવેશ

Last Updated: 01:24 PM, 18 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર થોડા દિવસોમાં જ પાપી ગ્રહ કહેવતો રાહુ નક્ષત્ર પરિવર્તન કરવા જઈ રહ્યો છે અને આ કારણે થોડી રાશિના લોકોએ સાવચેત રહેવાની જરૂર છે. ચાલો જાણીએ કઈ છે એ રાશિ..?

ગ્રહો થોડા સમયાંતરે રાશિચક્રમાં ફેરફાર કરે છે અને તેની સાથે સાથે નક્ષત્ર પરિવર્તન પણ કરે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હાલમાં રાહુ મીન અને રેવતી નક્ષત્રમાં સ્થિત છે અને 8 જુલાઈના રોજ સવારે 4:11 વાગ્યે તે રેવતી નક્ષત્રથી નીકળીને ઉત્તરા ભાદ્રપદમાં પ્રવેશ કરશે.

zodiaccc

રાહુના આ નક્ષત્ર પરિવર્તનથી ઘણી રાશિના જાતકોને ઘણા વિશેષ લાભ મળશે તો થોડી રાશિના લોકોએ સાવચેત રહેવાની જરૂર છે. રાહુ માર્ચ 2025 સુધી આ નક્ષત્રમાં રહેશે. એવામાં જાણો કઈ રાશિના લોકોને રાહુ શનિના નક્ષત્રમાં આવવાને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

મેષ

ઉત્તરાભાદ્રપદમાં જતો રાહુ મેષ રાશિના જાતકો માટે ફાયદાકારક સાબિત નહીં થાય અને આ રાશિના લોકોએ થોડી સાવધાની રાખવાની જરૂર છે. આ રાશિના લોકોને અચાનક રોગોનો સામનો કરવો પડી શકે છે તો આર્થિક નુકસાનનો સામનો કરવો પડી શકે છે.

Zodiac.jpg

સિંહ

રાહુ નક્ષત્ર પરિવર્તનની અસરને કારણે સિંહ રાશિના લોકો મૂંઝવણમાં ફસાઈ શકે છે. સાથે જ નોકરીમાં પણ અનેક પ્રકારની અડચણો આવી શકે છે. કેટલાક લોકો માટે, કામ પર કામનો બોજ વધી શકે છે, પરંતુ તમે તેને પાર કરી શકશો.

Website Ad 3 1200_628

મિથુન

નક્ષત્ર પરિવર્તનને કારણે તમારા જીવનમાં મોટો ફેરફાર આવશે અને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. કામમાં અચાનક નકારાત્મક ઊર્જા વધી શકે છે. એટલા માટે કાર્યક્ષેત્રમાં થોડી સાવધાની રાખવાની જરૂર છે.

વધુ વાંચો: કષ્ટ અને પિતૃદોષમાંથી છૂટકારો મેળવવા અપનાવો આ ઉપાય, મળશે રાહત

મીન

રાહુના નક્ષત્રમાં પરિવર્તનને કારણે આ રાશિના લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ સમયગાળા દરમિયાન તમે જિદ્દી બની શકો છો, સાથે જ અહંકાર અને ખોટું બોલવાને કારણે તમે કેટલાક સંબંધો ગુમાવી શકો છો. રાહુના પ્રભાવથી ધનહાનિ પણ થઈ શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

zodiac sign Rahu Nakshtra Gochar 2024 Rahu Nakshatra Parivartan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ