બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / Do you also have a monthly salary of 87,500, then you don't have to pay a single rupee of tax, know how

તમારા કામનું / શું તમારી પણ મહિને છે 87,500 સેલરી, તો નહીં આપવો પડે એક પણ રૂપિયા ટેક્સ, જાણો કેવી રીતે

Megha

Last Updated: 03:16 PM, 24 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમારી સેલેરી 10.5 લાખ રૂપિયા એટલે કે દર મહિને 87,500   છે તો તમે આ સેલરી પર પણ તમારો સંપૂર્ણ ટેક્સ બચાવી શકો છો. તમારે આટલી આવક પર એક રૂપિયો પણ ટેક્સ નહીં ભરવો પડશે.

  • 2.5 લાખ રૂપિયા સુધીની આવક ટેક્સ ફ્રી છે
  • NPS દ્વારા પણ ટેક્સ બેનિફિટ મેળવી શકાય છે
  • તમારા પરિવાર માટે ઈન્શ્યોરન્સ પણ લઈ શકો છો

નાણાકીય વર્ષ પૂર્ણ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. એવામાં દરેક વ્યક્તિ ટેક્સ બચાવવાના વિકલ્પ શોધી રહ્યા છે.   ઈનકમ ટેક્સ ભરનારાઓ માટે એક સારા સમાચાર છે. જો તમે પણ ટેક્સ ભરો છો તો હવે તમને ફાયદો થવાનો છે. તમને જણાવી દઈએ કે જો તમારી સેલેરી 10.5 લાખ રૂપિયા એટલે કે દર મહિને 87,500   છે તો તમે આ સેલરી પર પણ તમારો સંપૂર્ણ ટેક્સ બચાવી શકો છો. તમારે આટલી આવક પર એક રૂપિયો પણ ટેક્સ નહીં ભરવો પડશે. આવો જાણીએ કઈ રીતે.   

2.5 લાખ સુધીની આવક છે ટેક્સ ફ્રી
હાલના સમય પર 2.5 લાખ રૂપિયા સુધીની આવક ટેક્સ ફ્રી છે, પરંતુ તેમ છતા તમારે 10.5 લાખ સુધીના પગાર પર ટેક્સ ચૂકવવો નહી પડે. 

સ્ટાન્ડર્ડ ડિડક્શનથી બચાવી શકો છો 50,000 
જો તમારી વાર્ષિક આવક 10 લાખ 50,000 રૂપિયા છે તો તમે સ્ટાન્ડર્ડ ડિડક્શન મુજબ 50,000 રૂપિયા બચાવી શકો છો. આ સ્થિતિમાં તમારી ટેક્સેબલ ઈનકમ 10 લાખ રૂપિયા થઈ જાય છે.

80સીમાં મળશે 1.5 લાખની છૂટ 
આ સિવાય તમે ઈન્કમ ટેક્સ એક્ટ 1961ની કલમ 80સી મુજબ પૂરા 1.5 લાખ રૂપિયા સુધી ટેક્સ બેનિફિટ   લઈ શકો છો. જેમાં LIC, PPF સહિતની ઘણી સુવિધાઓ સામેલ છે. આ હિસાબે તમારી ટેક્સેબલ ઈનકમ માત્ર રૂ.8,50,000 થઈ જશે. 

NPS પર પણ બચશે 50,000
ઈનકમ ટેક્સ એક્ટ 1961ની કલમ 80CCD હેઠળ NPS દ્વારા પણ ટેક્સ બેનિફિટ મેળવી શકાય છે. જેમાં તમને 50,000 રૂપિયા સુધીની છૂટ મળશે, બાદમાં તમારી ટેક્સેબલ આવક માત્ર 8 લાખ રૂપિયા રહી જશે.

હોમ લોન 2 લાખની છૂટ
જો તમે કોઈ ઘર લીધુ છે અથવા તમારા નામ પર કોઈ હોમ લોન છે તો તમને ટેક્સમાં છૂટ મળી શકે છે. ઈન્કમ ટેક્સ એક્ટ 24B હેઠળ તમને 2 લાખ સુધીની છૂટ મળે છે. બાદમાં તમારી ટેક્સેબલ ઈનકમ માત્ર 6 લાખ રૂપિયા જ રહેશે.

ઈન્શ્યોરન્સ પર લઈ શકો છો 75,000 રૂપિયાની છૂટ 
ઈનકમ ટેક્સની કલમ 80D હેઠળ તમે એડિશનલ 75,000 રુપિયાનો ક્લેમ કરી શકો છો. તમે તમારા પરિવાર માટે ઈન્શ્યોરન્સ પણ લઈ શકો છો. આમ કરવાથી તમારી ટેક્સેબલ આવક માત્ર 5 લાખ 25 હજાર રૂપિયા રહી જશે.

દાન કરવાથી ટેક્સ બચશે
જો તમે કોઈ ઈનકમ ટેક્સ આપવા નથી માંગતા તો તમે 25 હજાર રુપિયા કોઈપણ સંસ્થા અથવા ટ્રસ્ટને દાન કરી શકો છો. તમે તેને ઈનકમ ટેક્સની કલમ 80G હેઠળ ક્લેમ કરી શકો છો.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ