લોકો ગ્રીન ટીને હેલ્થી ડ્રીંક તરીકે ઉપયોગ કા છે. પરંતુ જો તમે સવારે ઊઠીને ખાલી પેટે ગ્રીન ટી પીવો છો તો તેની ઘણી સાઈડ ઇફેક્ટ થઈ શકે છે.
Share
લોકો વેઇટ લોસ માટે હેલ્થી ડ્રીંક તરીકે ગ્રીન ટી પીવાનું પસંદ કરે છે. તેને પીવાથી અનેક ફાયદા થાય છે. પરંતુ લોકો તેનાથી થતી સાઈડ ઇફેક્ટથી અવગત નથી હોતા અથવા તેને નજઅંદાજ કરે છે. ગ્રીન ટી હેલ્થ માટે હાનીકારક પણ સાબિત થઈ શકે છે. આજે તેની સાઈડ ઈફેક્ટ વિશે જાણીશું.
ADVERTISEMENT
બ્લડ પ્રેશર અને હાર્ટ બીટ સવારે ઉઠીને એકલી ગ્રીન ટી એન પીવી જોઈએ. કેમ કે તેમાં સામેલ કેફીન એડ્રેનલ ગ્લેન્ડને ઉત્તેજિત કરે છે. જે કોર્ટિસોલ અને એડ્રેલાઈન જેવા સ્ટ્રેસ હોર્મોન રિલીઝ કરે છે. તેનાથી બ્લડ પ્રેશર અને હાર્ટ રેટ વધે છે.
ADVERTISEMENT
ચક્કર આવવાં જો તમે સવારે ઉઠી ખાલી પેટ ગ્રીન ટી પીવો છો તો તમને થાક લાગવો અને ચક્કર આવી શકે છે. તેમાં સામેલ કેફીનના કારણે બ્રેઇન અને સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં બ્લડ ફ્લોને ઘટાડે છે. જેના કારણે ચક્કર આવી શકે છે. સાથે થાક પણ લાગી શકે છે.
બ્લિડિંગ ડિસઓર્ડર ખાલી પેટ ગ્રીન ટી પીવાથી તેમાં સામેલ મિનરલ શરીર અને લોહી પર ખરાબ પ્રભાવ નાખે છે. જેના કારણે પ્રોટીન ઘટી જાય છે. જેથી લોહીના ગઠ્ઠા જામી શકે છે. ચામાં સામેલ એન્ટીઓક્સિડન્ટના લીધે ફેટી એસિડના ઓક્સિડન્ટની પરમિશન નથી આપતી જેથી લોહી પાતળું બની શકે છે.
આયરનની ઉણપ કે એનિમિયા ખાલી પેટ ગ્રીન ટી પીવાથી આયરનની ઉણપ થઈ શકે છે. ગ્રીન ટી આયરનને ઓબ્જોર્બ કરવાની નેચરલ ક્ષમતા ઘટાડી નાખે છે.આથી એનિમિયાથી પીડિત વ્યક્તિને ગ્રીન ટી નહીં પીવાની સલાહ આપવામાં આવે છે. ખાલી પેટે તો બિલકુલ ન પીવું જોઈએ.
કબજિયાત અને પેટનો દુખાવો ગ્રીન ટી પેટમાં એસિડનું લેવલ વધારી શકે છે. તેના લીધે કબજિયાત પણ થઈ શકે છે. આ સિવાય પેપ્ટિક અલ્સર કે એસિડ રિફ્લેક્સથી પીડિત વ્યક્તિઓને ગ્રીન ટી નહીં પીવાની સલાહ આપવામાં આવે છે.