વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં છોડ લગાવવા શુભ માનવામાં આવે છે. પરંતુ દરેક છોડ ઘરે વાવી શકાતા નથી. વાસ્તુ અનુસાર ઘરમાં છોડ લગાવવા અંગે કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે.
ઘરમાં જરૂર વાવો મની પ્લાન્ટ
મની પ્લાન્ટ લગાવ્યા બાદ આ નિયમ રાખો ધ્યાનમાં
થશે ચમત્કારી લાભ
ઘરમાં રહેલા વૃક્ષો અને છોડ મનને શાંતિ આપે છે. સાથે જ તેઓ ઘરમાં સકારાત્મકતા લાવવા અને ધનની આવક વધારવાનું પણ કામ કરે છે. પરંતુ ઘરમાં છોડ લગાવવાની સાથે જો તેના નિયમોનું પણ ધ્યાન રાખવામાં આવે તો તે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
મની પ્લાન્ટ્સનું પણ એવું જ છે. મની પ્લાન્ટ લગભગ દરેક ઘરમાં લગાવવામાં આવે છે. પરંતુ મની પ્લાન્ટ એમુક જ લોકો માટે ફળદાપી સાબિત થાય છે. આનું મુખ્ય કારણ તેને યોગ્ય દિશામાં રાખવાનું છે.
વાસ્તુ નિષ્ણાતો કહે છે કે કોઈપણ વસ્તુ ત્યારે જ તેનો ચમત્કાર બતાવે છે જ્યારે તેને યોગ્ય જગ્યાએ અને યોગ્ય દિશામાં રાખવામાં આવે. પૈસાને લઈને વાસ્તુમાં ઘણા નિયમો જણાવવામાં આવ્યા છે. જો આ બધી બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો મની પ્લાન્ટથી ખરેખર પૈસાનો વરસાદ થવા લાગે છે. જો મની પ્લાન્ટ સાથે આ ખાસ ઉપાયો કરવામાં આવે તો ખાસ ફાયદો થાય છે.
જાણો વાસ્તુ અનુસાર મની પ્લાન્ટ રાખવાના નિયમો
દક્ષિણ-પૂર્વ દિશામાં મની પ્લાન્ટ લગાવવાથી શુભ લાભ મળે છે. જો તેને ખોટી દિશામાં લગાવવામાં આવે તો તેના વિપરીત પરિણામો જોવા મળે છે.
મની પ્લાન્ટને ક્યારેય સીધો જમીન પર ન લગાવવો જોઈએ. તેમજ તેના પાંદડાને જમીન પર સ્પર્શ ન થવા દો. તેને લાકડીની મદદથી ઉપરની તરફ બાંધો.
મની પ્લાન્ટ હંમેશા સ્વચ્છ જગ્યાએ લગાવો. આ વસ્તુનું ધ્યાન રાખવાથી ઘરમાં હંમેશા સમૃદ્ધિ આવે છે.
ત્યાં જ જો શુક્રવારે મની પ્લાન્ટમાં લાલ રંગનો દોરો અથવા રિબન બાંધવામાં આવે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર પ્રેમ અને લાગણીની સાથે લાલ રંગને કીર્તિ અને પ્રગતિનું પ્રતીક પણ માનવામાં આવે છે. તેથી તેના પર લાલ રિબન અથવા દોરો બાંધવો શુભ માનવામાં આવે છે.
આ ઉપાયો કરવાથી મની પ્લાન્ટ ઝડપથી વધે છે. એવું પણ માનવામાં આવે છે કે મની પ્લાન્ટ જેમ જેમ વધતો જશે તેમ તેમ ઘરમાં ધનનું આગમન થશે.