બ્રેકિંગ ન્યુઝ
VTV / do this Thing before online shopping in festival season and get more benefits
Noor
Last Updated: 01:41 PM, 20 October 2020
ADVERTISEMENT
કોઈપણ પ્રોડક્ટ ખરીદતા પહેલાં તેની કિંમત અન્ય સાઈટ્સ પર ચેક કરો
તમે mysmartprice.com, compareraja.in અને buyhatke.com જેવી વેબસાઈટ પર જઈને પ્રોડક્ટ્સની કિંમત ચેક કરી શકે છે. આ સાથે જ તમે બજારમાં જઈને પણ પ્રોડક્ટ્સની કિંમત ચેક કરી શકો છો.
ADVERTISEMENT
ઓનલાઈન શોપિંગ કરતાં પહેલાં ડિસ્કાઉન્ટ અમાઉન્ટ સમજો
ઓનલાઇન શોપિંગ દરમિયાન કંપનીઓ કોઈ ચોક્કસ બેંકના ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ દ્વારા કરવામાં આવતી ખરીદી પર ડિસ્કાઉન્ટ આપે છે. પરંતુ તેની પણ એક મર્યાદા હોય છે. માની લો કે કોઈ કંપની પ્રોડક્ટ ક્રેડિટ કાર્ડથી ખરીદવા પર 10 ટકા ડિસ્કાઉન્ટ આપી રહી છે, પરંતુ મહત્તમ ડિસ્કાઉન્ટ ફક્ત 1 હજાર રૂપિયા છે, આવા કિસ્સામાં જો તમે 20 હજારનું પ્રોડક્ટ ખરીદો છો, તો તમને તેના પર 2 હજાર ડિસ્કાઉન્ટને બદલે ફક્ત 1 હજાર રૂપિયા જ છૂટ મળશે.
ઓનલાઈન શોપિંગમાં કેશબેક સ્કીમ છે જટિલ
કેશબેક ઓફર ઓનલાઈન શોપિંગને ઘણી વખત જટિલ બનાવી છે. ઘણી કંપનીઓ કેશબેક ઓફરના પ્રાઈસને કસ્ટમરના એકાઉન્ટમાં ક્રેડિટ ન કરીને પોતાની કંપનીના વોલેટ અકાઉન્ટમાં ક્રેડિટ કરે છે.
સાથે જ કોઈ વેબસાઈટ પર શોપિંગ કરતા પહેલાં તેના URLને અવશ્ય ચેક કરો. જો તેમાં તાળાનું નિશાન છે અને એ પછી secure લખેલું છે અને વેબ એડ્રેસથી પહેલાં https લખેલું છે કે નહીં આ બધી બાબતો નોંધાયેલી છે તો અહીં શોપિંગ કરવી સેફ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.