Do this remedy to eliminate the problem of kidney stones
હેલ્થ ટિપ્સ /
પથરીની પીડામાંથી કેવી રીતે મેળવશો મુક્તિ ? આજથી જ આ જ્યુસ પીવાનું કરી દો શરૂ, જોવા મળશે ચમત્કાર
Team VTV04:09 PM, 27 Jun 22
| Updated: 04:38 PM, 27 Jun 22
પથરીનો દુઃખાવો અસહ્યનીય હોય છે આવા સમયે સીધુ ડોક્ટર જોડે જ જવુ પડે પરંતુ જો ડાયટમાં ધ્યાન રાખીએ તો પથરીની સમસ્યાથી છૂટકારો મળી શકે છે
પથરીના દુઃખાવાથી કેવી રીતે મેળવશો રાહત
પથરીની પીડામાંથી કેવી રીતે મેળવશો મુક્તિ
ડાયટમાં સામેલ કરો આ જ્યૂસ
કિડની સાથે જોડાયેલી સમસ્યા ઘણી જ દર્દનાક હોય છે. તેમાંથી એક બીમારી છે પથરી. જી હા કિડનીમાં પથરી થઇ જાય તો જીવ જાય તેવી સ્થિતિ ઉભી જાય છે. કિડનીનો દુખાવો એટલો અસહ્યનીય બની જાય છે કે વાત જ ન પૂછો. ત્યારે જો તમને પથરી દૂર કરવી હોય તો આહારમાં કેટલાક ફેરફાર કરી લો. બહુ ઝડપથી જ તમને ફાયદો જોવા મળશે.
આ જ્યૂસને તમારા ડાયટમાં કરો સામેલ
જો તમે કિડનીની પથરીથી પરેશાન છો, તો તમારે આ 3 પ્રકારના જ્યુસને તમારા આહારમાં ઉમેરી શકો છો, જેનાથી દુખાવા સહિતની ઘણી સમસ્યાઓમાં રાહત મળી શકે છે.
ટામેટાંનો રસ
ટામેટાંનો રસ કિડનીની પથરી દૂર કરવામાં ખૂબ જ ઉપયોગી છે. આવી સ્થિતિમાં બે ટામેટાંને સારી રીતે ધોઈને પીસી લો. જ્યુસમાં મીઠું અને કાળા મરીનો પાઉડર મિક્સ કરીને તેનું સેવન કરવાનું છે, જો તમે ઈચ્છો તો તૈયાર મિશ્રણને ફ્રીજમાં રાખી શકો છો અને પછી જ્યુસના રૂપમાં તેનું સેવન કરી શકો છો.
લીંબુનો રસ
લીંબુની અંદર સાઇટ્રિક એસિડ હોય છે. આવી સ્થિતિમાં, જો તમે કિડનીની પથરીમાં લીંબુના રસનું સેવન કરો છો, તો સમસ્યા પણ દૂર થઈ શકે છે. એક વાસણમાં દહીં લો અને તેમાં એક ચમચી લીંબુનો રસ ઉમેરો, હવે સ્વાદ અનુસાર મીઠું ઉમેરો, મિશ્રણને સારી રીતે હલાવો અને તેનું સેવન કરો, આમ કરવાથી કિડનીની પથરીની સમસ્યામાં રાહત મળી શકે છે.
તુલસીનો રસ
તુલસીમાંથી બનાવેલ જ્યુસ કિડનીની પથરીની સમસ્યાને દૂર કરવામાં પણ ઉપયોગી છે. આવી સ્થિતિમાં તુલસીના પાનનો રસ કાઢીને તેમાં એક ચમચી મધ ઉમેરો અને તૈયાર કરેલા મિશ્રણનું સવાર-સાંજ સેવન કરો. આમ કરવાથી કિડનીની સમસ્યામાં રાહત મળે છે.