બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:48 PM, 2 December 2024
ADVERTISEMENT
હિંદુ ધર્મમાં પૂનમનું આગવું મહત્વ છે. પૂનમના દિવસે સ્નાન અને દાન કરવાથી પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. આ સિવાય આ દિવસે વ્રત રાખવાથી અને ભગવાન સત્યનારાયણની પૂજા અને કથા સાંભળવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ આવે છે. પૂનમના દિવસે કોઈપણ પવિત્ર નદીમાં સ્નાન કરવાથી વ્યક્તિને તમામ પાપોમાંથી મુક્તિ મળે છે. આપણે અહીંયા જાણીશું કે 2024ની છેલ્લી પૂનમ ક્યારે છે અને સ્નાન અને દાન માટે કયો શુભ સમય રહેશે.
ADVERTISEMENT
કોઈ પણ પૂનમના દિવસે ભગવાન વિષ્ણુની પૂજાનું વિશેષ મહત્વ છે. આ સિવાય માગશર પૂનમના દિવસે ચંદ્રદેવની પૂજા કરવાની પણ પરંપરા છે. માન્યતા મુજબ આ દિવસે ચંદ્રદેવ અમૃતથી પરિપૂર્ણ થયા હતા. એવામાં જો કોઈ વ્યક્તિની કુંડળીમાં ચંદ્ર નબળો હોય તો તેને પૂનમના દિવસે ચંદ્રની પૂજા કરવી જોઈએ અને મંત્રોનો જાપ કરવો જોઈએ. આ સિવાય સફેદ વસ્તુઓનું દાન કરવુ જોઈએ.
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ગોલ્ડ પર મોટું અપડેટ / આ દિવસ સુધી ખરીદી લેજો સોનું પછી વધી જશે ભાવ, સામે આવ્યું મોટું કારણ
ADVERTISEMENT