બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:18 PM, 21 June 2024
શુક્રવારના દિવસે માતા લક્ષ્મીની પૂજાનો મહિમા છે. આ દિવસે કેટલાક ઉપાય કરવાથી ઘર પરિવારમાં સુખ અને સમૃદ્ધિ પણ આવે છે. કેમ કે શુક્ર ગ્રહ માતા લક્ષ્મીના કારક છે. આથી જો તમે શુક્રવારે કેટલાક ઉપાયો કરો છો તો માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. આજે જાણીએ શુક્રવારના ઉપાય વિશે.
ADVERTISEMENT
વિષ્ણુની કૃપા પ્રાપ્ત થશે
જો તમે આર્થિક તંગીથી છુટકારો મેળવવા ઈચ્છો છો તો શુક્રવારની રાત્રે દક્ષિણાવર્તી શંખમાં જળ ભરીને ભગવાન વિષ્ણુનો અભિષેક કરો. આ ઉપાય કરવાથી માતા લક્ષ્મીની સાથે વિષ્ણુ ભગવાનની પણ કૃપા પ્રાપ્ત થાય છે.
ADVERTISEMENT
માતા લક્ષ્મીની આ રીતે કરો પૂજા
શુક્રવારની રાત્રે માતા લક્ષ્મીની પૂજા વખતે માતા લક્ષ્મી સામે ઘીનો દીવો પ્રગટ કરો. આ સાથે માતા લક્ષ્મીને ખીર ચઢાવો. આ ઉપાય કરવાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અને ધનની પણ પ્રાપ્તિ થાય છે. આ સાથે તમે શુક્રવારની રાત્રે લક્ષ્મી સૂક્તનો પાઠ પણ કરી શકો છો.
વધુ વાંચોઃ કન્યા સહિત આ 6 રાશિના જાતકોના દિવસો સુધરી જશે, ભરેલા રહેશે ધનના ભંડાર, થશે બુધનો પ્રવેશ
આ મંત્રનો કરો જાપ
શુક્રવારે અષ્ટ લક્ષ્મીની પૂજા કરવી. અષ્ટ લક્ષ્મીમાં માતા લક્ષ્મીના આઠ સ્વરૂપ હોય છે. શુક્રવારે રાત્રે અષ્ટ લક્ષ્મી નિમિત્ત 8 દીપક પ્રગટ કરી માતા લક્ષ્મી સામે રાખો. આ સિવાય શુક્રવારે રાત્રે સૂતા પહેલાં ‘ऐं ह्रीं श्रीं अष्टलक्ष्मीयै ह्रीं सिद्धये मम गृहे आगच्छागच्छ नम: स्वाहा’ મંત્રનો જાપ કરો. આવું કરવાથી ધન સંબંધી મુશ્કેલીમાંથી છુટકારો મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.