બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:52 PM, 12 November 2024
આજે વિષ્ણુ ભગવાનનો સમર્પિત દિવસ એટલે કે દેવઉઠી એકાદશી છે. ત્યારે વિષ્ણુ ભગવાનને પ્રસન્ન કરવા રાત્રિ દરમિયાન એક ઉપાય કરવાની પરંપરા છે. કારતક માસમની શુક્લ પક્ષની અગિયારસે દેવઉઠી એકાદશી મનાવવામાં આવે છે.
ADVERTISEMENT
આ દિવસે ભગવાન વિષ્ણુ નિંદ્રામાંથી જાગે છે. જેથી વિવાહ જેવા શુભ કાર્યોની પણ શરૂઆત થાય છે. આ દિવસે એક ખાસ ઉપાય કરીને ભગવાન વિષ્ણુને જગાડવામાં આવે છે. આજે તે ઉપાય વિશે જાણીશું.
ADVERTISEMENT
દેવઉઠી એકાદશીએ ભગવાન વિષ્ણુને થાળી વગાડી કે સુંપડું પીટીને જગાડવામાં આવે છે. સાંજે પૂજા સ્થળે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની મૂર્તિ સ્થાપીને આ વિધિ કરવામાં આવે છે. તેમને આ દરમિયાન ફળ, ફૂલ પણ ચઢાવવામાં આવે છે.
ત્યાર બાદ શેરડીની મદદથી થાળી વગાડવામાં આવે છે અથવા સૂપડું પીટવામાં આવે છે. પછી ભગવાન વિષ્ણુ સામે દીપક પ્રગટાવવો. આ દરમિયાન ચોખાના લોટથી ચોક બનાવીને ભગવાનની પૂજા કરવાનો મહિમા છે. તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.