મંગળવારની સાથે એકાદશીનો યોગ, આ રીતે હનુમાનજીને પ્રસન્ન કરી પામો ધનલાભ

By : juhiparikh 02:53 PM, 13 March 2018 | Updated : 02:53 PM, 13 March 2018
હિન્દુ પંચાંગ પ્રમાણે હાલ ફાગણ મહિનો ચાલી રહ્યો છે અને આ મહિનાના વદ પક્ષમાં આવતી અગિયારસને પાપમોચિની એકાદશી કહેવામાં આવે છે. આમતો, એકાદશીએ ભગવાન વિષ્ણુ માટે વ્રત રાખીને તેમની વિશેષ પૂજા કરવામાં આવે છે. પણ આ વર્ષે પાપમોચિની એકાદશી મંગળવાર, તા. 13 માર્ચના રોજ આવે છે. મંગળવારે એકાદશી હોવાથી આ દિવસે હનુમાનજીના ઉપાય કરવાથી, સંકટમોચન ખૂબ જ જલ્દી દરેક પાપોનો નાશ કરી ધનલાભ કરાવે છે.

મંદિર જઇને 1 નાળિયરે ઉપર સ્વસ્તિક બનાવવું, તે પછી આ નારિયેળ હનુમાનજીને અર્પણ કરવું અને સાથે જ હનુમાન ચાલીસાનો પાઠ કરવો. ખરાબ સમય જલ્દી દૂર થશે.

સૂર્યાસ્ત પછી હનુમાનજી સામે ચૌમુખા દીવો પ્રગટાવવો. આ ઉપાય કરવાથી ઘર-પરિવારની દરેક સમસ્યાઓ ઝડપથી દૂર થાય છે. 

હનુમાનજીના ગાયના શુદ્ઘ ઘીનો પ્રસાદ અર્પણ કરવો. આ પ્રસાદ ભક્તોમાં વહેંચવો અને સ્વયં ગ્રહક કરવો. આ ઉપાયથી હનુમાનજી પ્રસન્ન થશે અને દુ:ખ દૂર કરશે.

1 નાળિયેર ઉપર સિંદૂર, લાલ દોરો, ચોખા અર્પણ કરવાં અને નાળિયેરની પૂજા કરવી. તે પછી આ નાળિયેર હનુમાનજીને અર્પણ કરવું. આ ઉપાયથી ધનલાભનો યોગ બની શકે છે.Recent Story

Popular Story