બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:03 PM, 19 January 2025
આ વર્ષે મૌની અમાસ 29 જાન્યુઆરી 2025ના રોજ આવી રહી છે. મૌની અમાસના દિવસે દાન કરવાથી ધન સંબંધિત દરેક સમસ્યા દૂર થઈ જાય છે. આ દિવસે લોકો પોતાની ભક્તિ પ્રમાણે વસ્તુઓનું દાન કરે છે, પરંતુ આ દિવસે કેટલીક વસ્તુઓનું દાન કરવું હિતાવહ નથી. તો ચાલો જાણીએ મૌની અમાવસ્યાના દિવસે કયું દાન ન કરવું જોઈએ.
ADVERTISEMENT
અમાસના દિવસે શું દાન ન કરવું જોઈએ?
ADVERTISEMENT
મૌની અમાસના દિવસે લોખંડની વસ્તુઓનું, સરસવના તેલનું, ચામડાની વસ્તુઓનું, તામસિક વસ્તુઓનું, કાળા રંગની વસ્તુઓનું દાન કરવું ન જોઈએ. ખાસ વાત કે, આ દિવસે ભૂલથી પણ મીઠું તો દાન કરવું જ નહીં. જો તમે આ વસ્તુઓનું દાન કરી રહ્યા છો, તો ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થશે અને એમાંય આર્થિક સમસ્યામાં વધારો થશે.
વધુ વાંચો: શનિની નક્ષત્રમાં 50 વર્ષ બાદ મંગળનું ગોચર, મીન સહિત આ રાશિના જાતકોનો ગોલ્ડન ટાઈમ શરૂ
હવે ધ્યાન રાખો કે, અમાસના દિવસે દારૂ અને માંસનું સેવન ણ કરવું અને વેર જેવી વસ્તુઓથી દૂર જ રહેવું. બીજું કે, આ દિવસે વાળ અને નખ ન કાપવા, સ્મશાન જેવી જગ્યા પર ન જવું, ઘરમાં ઝઘડો ન કરવો, કોઈનું અપમાન ન કરવું અને ન તો મુંડન કરવું. આ બધી બાબતોનું ખાસ ધ્યાન રાખવું.
અમાસના દિવસે શું દાન કરવું જોઈએ?
મૌની અમાસના દિવસે સફેદ મીઠાઈ, કપડાં, તલ, ચંપલ-ચપ્પલ અને ભોજનનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. મૌની અમાસના દિવસે પિતૃઓની શાંતિ માટે તર્પણ અને શ્રાદ્ધ પણ કરવું જોઈએ.
ખાસ વાત કે, અમાસના દિવસે શું ન ખરીદવું જોઈએ?
મૌની અમાસના દિવસે સાવરણી, ચાંદી કે ચાંદીની વસ્તુ, નવું ફર્નિચર, નવા વસ્ત્રો, નવી કાર, નવા ચપ્પલ, પૂજાની વસ્તુઓ, અગરબત્તી, ફૂલ, પૂજાની થાળી, મૂર્તિઓને ખરીદવાનું ટાળો. મૌની અમાસના દિવસે આ વસ્તુઓ ખરીદવાથી આર્થિક સંકટ આવી શકે છે.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.