do these 5 things on vasant panchami in order to get blessings from maa sarasvati
વસંત પંચમી /
વસંત પંચમી પર આજે જરૂર કરો આ 5 કામ, મળશે માં સરસ્વતીના આશીર્વાદ; ભણતરમાં રહેશો હંમેશા અવ્વલ
Team VTV09:47 AM, 05 Feb 22
| Updated: 10:24 AM, 05 Feb 22
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આજે વસંત પંચમી પર સિદ્ધ-સાધ્ય યોગ, બુધાદિત્ય યોગ તથા કેદાર યોગના વિશેષ સંયોગ બની રહ્યા છે. આ યોગોમાં માં સરસ્વતીની પૂજા કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે.
પૂજા માટે આખો દિવસ શુભ મુરત છે.
માં સરસ્વતીને અર્પણ કરો આ 5 વસ્તુઓ
મળે છે વિદ્યા તથા બુદ્ધિના આશીર્વાદ
Vasant Panchami 2022: માઘ શુક્લની પંચમી એટલે કે વસંત પંચમી આજે મનાવાઈ રહી છે. વિદ્યા તથા જ્ઞાનની દેવી સરસ્વતીની પૂજા માટે શુભ મુરત આજે આખો દિવસ છે. જોકે, પૂજન માટે સૂર્યોદયથી મધ્યાહન સુધીનો સમય ઉત્તમ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર ,અનુસાર, આજે સિદ્ધ-સાધ્ય યોગ, બુધાદિત્ય યોગ તથા કેદાર યોગના વિશેષ સંયોગ બની રહ્યા છે. બુધાદિત્ય યોગ વિદ્યાર્થીઓ માટે અત્યંત શુભ માનવામાં આવે છે. આવામાં જાણો છો કે માં સરસ્વતીને કઈ ૫ વસ્તુઓ અર્પિત કરવાથી વિદ્યા તથા બુદ્ધિના આશીર્વાદ મળશે?
વસંત પંચમી પર માં સરસ્વતીને અર્પિત કરો આ ૫ વસ્તુઓ
શાસ્ત્રો અનુસાર, વસંત પંચમી પર પીળા રંગનું વિશેષ મહત્વ હોય છે. આવામાં પીળા રંગના વસ્ત્રો પહેરીને માં સરસ્વતીની પૂજા કરવી જોઈએ.
સવારે સ્નાન બાદ માં સરસ્વતીની પ્રતિમા સ્થાપિત કર્યા બાદ તેમને પીળા રંગના વસ્ત્રો અર્પિત કરો. આવું કરવાથી માં સરસ્વતી વિદ્યા તથા બુદ્ધિનાં આશીર્વાદ આપે છે.
માં સરસ્વતીને સફેદ તથા પીળા રંગના ફૂલો ખૂબ જ પસંદ છે. આવામાં પૂજા દરમિયાન તેમને આ પ્રકારના ફૂલ જરૂર ચઢાવો. આવું કરવાથી માં સરસ્વતીની વિશેષ કૃપા પ્રાપ્ત થશે.
માં સરસ્વતી વિદ્યા તથા જ્ઞાનની દેવી છે. આવામાં માતાને પુસ્તક તથા કલમ જરૂર અર્પિત કરવા જોઈએ, કેમકે આવું કરવાથી બુધ ગ્રહ મજબૂત થાય છે, જેથી બુધ ગ્રહથી સંબંધિત દોષ દૂર થાય છે. સાથે જ શિક્ષામાં પણ સફળતા પ્રાપ્ત થાય છે.
માતા સરસ્વતીની પૂજા દરમિયાન તેમને પીળા રંગનો ભોગ તથા પીળા રંગના ચંદનને અર્પિત કરો. આવું કરવાથી માં સરસ્વતી પ્રસન્ન થાય છે. સાથે જ ગુરુ ગ્રહ પણ મજબૂત થાય છે.