do These 5 remedies required according to Vastu on Chaitri Navratri Mataji will fulfill all wishes
ધર્મ /
ચૈત્રી નવરાત્રી પર વાસ્તુ અનુસાર જરૂર કરીલો આ 5 ઉપાય, માતાજી દરેક મનોકામનાઓ કરશે પુરી
Team VTV06:30 AM, 22 Mar 23
| Updated: 06:30 AM, 22 Mar 23
ચૈત્રી નવરાત્રીના પહેલા દિવસે શુક્લ પ્રતિપદા તિથિ પર શુભ મુહૂર્તમાં કળશ સ્થાપના કરતા વિધિ-વિધાનની સાથે માતાજીની આરાધનાનો પર્વ શરૂ થઈ જાય છે. એવી માન્યતા છે કે નવરાત્રી પર દેવી દુર્ગાની પૂજા કરવાથી દરેક મનોકામનાઓ પુરી થાય છે.
શુક્લ પ્રતિપદા તિથિએ આવે છે ચૈત્રી નવરાત્રી
વિધિ-વિધાનથી કરવામાં આવે છે માતાજીની આરાધના
નવરાત્રી પર આ ઉપાય કરવાથી પુરી થશે મનોકામના
ચૈત્રી નવરાત્રીના પર્વનું હિંદુ ધર્મમાં ખાસ મહત્વ છે. નવ દિવસ સુધી નવરાત્રી પર દેવી દુર્ગાની ઉપાસના અને વ્રત રાખવામાં આવે છે. ચૈત્ર નવરાત્રીના પહેલા દિવસે શુક્લ પ્રતિપદા તિથિ પર શુભ મુહૂર્તમાં કળશ સ્થાપના કરતા વિધિ-વિધાનથી માતાની આરાધના પર્વ શરૂ થઈ જાય છે.
એવી માન્યતા છે કે નવરાત્રી પર દેવી દુર્ગાની પૂજા કરવાથી દરેક પ્રકારની મનોકામનાઓ પુરી થાય છે. આજે ચૈત્ર નવરાત્રી આરંભ થઈ રહી છે. જે 30 માર્ચ સુધી ચાલશે.
વાસ્તુ દોષ દૂર કરવા માટે ઉત્તમ માનવામાં આવે છે નવરાત્રી
નવરાત્રી પર માતાના આશીર્વાદ મેળવવા માટે ઘણા પ્રકારના ઉપાય અને પૂજા પાઠ કરવામાં આવે છે. વાસ્તુ અનુસાર નવરાત્રીનો પર્વ ઘરમાંથી વાસ્તુદોષ દૂર કરવા માટે સૌથી ઉત્તમ માનવામાં આવે છે. નવરાત્રી પર કરવામાં આવતા ઉપાયોથી ઘરમાંથી દરેક પ્રકારની નકારાત્મક શક્તિઓ ખતમ થઈ જાય છે અને સુખ સમૃદ્ધીનો વાસ થાય છે.
ઘરના દરવાજા પર બનાવો આ નિશાન
ચૈત્રી નવરાત્રી પર માતાનું આગમન સ્વર્ગ લોકથી થાય છે અને સતત 9 દિવસ સુધી પૃથ્વી પર રહે છે. તે સમયે માતા દુર્ગા દરેક ભક્તના ઘરે જાય છે.
એવામાં નવરાત્રી પર માતાનું સ્વાગત કરવા અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે ઘરના મુખ્ય દ્વાર પર માતા લક્ષ્મીના શુભ ચરણ ચિન્હ, સ્વસ્તિક અને ઓમનું નિશાન જરૂર લગાવો. તેનાથી માતા ખૂબ પ્રસન્ન થાય છે.
કળશ સ્થાપના
નવરાત્રીના પહેલા દિવસે કળશ સ્થાપના કરતા માતા દુર્ગાના પહેલા સ્વરૂપ માતા શૈલપુત્રીની આરાધના થાય છે. નવરાત્રી પર કળશ સ્થાપના કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર જ્યારે કળશ સ્થાપના કરો તો હંમેશા ઈશાન કોણ પર જ કરવી જોઈએ.
તમને જણાવી દઈએ કે ઉત્તર અને પૂર્વની દિશાની વચ્ચેને ઈશાન કોણ કહેવામાં આવે છે. ઈશાનમાં દરેક દેવી દેવતાઓનો વાસ હોય છે. માટે ઈશાન કોણની સાફ-સફાઈ કરતા નવરાત્રીના પહેલા દિવસે કળશ સ્થાપના કરો. તેનાથી ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ હંમેશા માટે થાય છે.
કન્યા પૂજા
નવરાત્રી પર કન્યા પૂજા અને તેમને ભોજન કરાવવાનું ખાસ મહત્વ હોય છે. નવરાત્રીના અષ્ટમી અને નવી તિથિત પર 2થી 10 વર્ષની ઉંમર સુધી કન્યાઓનું પુજન કરવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
એવી માન્યતા છે કે કન્યા પૂજન અને ભોજન કરવાથી માતા દુર્ગાના આશીર્વાદ મળે છે અને ઘરમાં ધન-ધાન્યનીન કમી નથી થતી.
રંગોળી અને તોરણ
નવરાત્રી પર માતાને પ્રસન્ન કરવા માટે ઘરના મુખ્ય દ્વારની સામે રંગોળી અને તોરણ દ્વાર જરૂર બનાવો. તોરણ દ્વાર અને રંગોળીથી ઘરમાં સુંદરતાની સાથે માતાની ખાસ કૃપા મળે છે.
માટે નવરાત્રીના દરેક દિવસે મુખ્ય દ્વાર પર કેરી અને આસોપાલવના પાનના તોરણ જરૂર બનાવો.
દિવાનું ખાસ મહત્વ
હિંદુ ધર્મમાં કોઈ પણ શુભ કાર્યમાં દિવાનું ખાસ મહત્વ હોય છે. દિવો પ્રગટાવવો, આર્થિક સપન્નતા, સમૃદ્ધિ અને સકારાત્મકતાનું પ્રતિક માનવામાં આવે છે. એવામાં નવરાત્રી પર ઘર પર અખંડ દિવો જરૂર પ્રજ્વલીત કરવો જોઈએ.