લગ્નજીવનમાં નજીક આવતા વખતે કેટલાક નિયમોને ધ્યાનમાં રાખવા જોઇએ તો સંબંધ વધારે મજબૂત બને છે. તો ચલો જાણીએ એ જરૂરી વાતો.
વિશ્વાસ, જીતવો ખૂબ જ જરૂરી છે. જો તમે ઇચ્છો છો કે તમે તમારા સાથી સાથે દરેક સમસ્યાઓ ખાસ કરીને સેક્સ સમસ્યા માટે વાતચીત કરી શકો તો તમારે તમારા સાથીને વિશ્વાસમાં લેવો પડશે.
ઇશારાને સમજો. તમારે તમારા સાથીને એવી રીતે તૈયાર કરવો પડશે કે તે તમારી વાત ક્યા વગર સમજી જાય .
રાત્રે સૂતી વખતે શક્ય હોય તો ઇન્ટરનેટ અથવા ફોન કોઇ દિવસ ચેક કરશો નહીં. જો ખૂબ જરૂરી હોય તો પણ એવું કરશો નહીં. ધ્યાન ફઓન પર નહીં સાથી પર હોવું જોઇએ.
શારીરિક પછી બંને વચ્ચે એવું જોડાણ હોય છે જો બાકીના સમયે શક્ય નથી. તમારા રાઝ, તમારી પસંદ નાપસંદ આ દરેક વાત આ સમય પર કરી શકો છોસ જો કદાચ બાકીના સમય પર કરી શકો નહીં. રિસર્ચ કહે છે કે જે લોકો શારીરિક સંબંધ પછી વાતો કરે છે તે વધારે ખુશ અને સંતુષ્ટ હોય છે.
તમે બંને સાથે મળીને કિચનમાં જમવાનું બનાવી શકો છો. રૂપમને સાથે મળીને સાફ કરી શકો છો. સાથે ગીતો પણ સાંભળી શકો છો અથવા બહાર પણ જઇ શકો છો. આ બધી વસ્તુથી તમે એકબીજાનું મહત્વ સમજી શકશો.
તમારા સાથીના વખાણ કરો, મહિલા અને પુરુષ બંને સેક્સ દરમિયાન તેમના પ્રદર્શનને લઇને નર્વસ હોય છે. એટલા માટે તેમને એ વિશ્વાસ અપાવો જરૂરી છે કે સેક્સનો અનુભવ ઘણો સારો હતો.