બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / Food and Recipe / ખોરાક અને રેસીપી / ધોયા બાદ પણ પ્લાસ્ટિકના વાસણોમાં આવે છે દુર્ગંધ? આ ચકચકાટ ટિપ્સ છે કારગર
Last Updated: 07:42 PM, 27 June 2024
તમારી પાસે પણ તમારા રસોડામાં પ્લાસ્ટિકના ટિફિન અથવા બોક્સ છે જે સરળતાથી સાફ નથી થતા. ડીશવોશથી સાફ કર્યા પછી પણ તેની ચિકણાહટ અને ડાઘ-ધબ્બા દૂર નથી થતા અને દુર્ગંધ પણ દૂર નથી થતી તો કેટલાક ઘરગથ્થુ ઉપાયો તમને આમાં મદદ કરી શકે છે. સફાઈ માટે ખાવાનો સોડા, લીંબુ, મીઠું અને કોફી પાવડરનો ઉપયોગ કરો.
ADVERTISEMENT
દરેક પરિવારના ઘરમાં અત્યારે રસોડામાં પ્લાસ્ટિકના વાસણોનો ઉપયોગનું ચલણ વધ્યું છે. આ સ્ટીલના વાસણો કરતાં સસ્તાં અને હળવા પણ છે, જેના કારણે તેને લઈ જવામાં સરળતા રહે છે, પરંતુ આ વાસણોની એક અલગ સમસ્યા છે તેને સાફ રાખવામાં મુશ્કેલી પડે છે. તેના પર હળદર કે તેલના નિશાન જલ્દી જતા નથી. આટલું જ નહીં ક્યારેક બે-ચાર વાર ધોયા પછી પણ ચીકણું રહે છે અને એક વિચિત્ર વાસ આવતી રહે છે. આ બધી સમસ્યાઓને દૂર કરવામાં કેટલાક ઘરેલું ઉપચાર મદદરૂપ સાબિત થઈ શકે છે.
કોફી પાવડર
ADVERTISEMENT
પ્લાસ્ટિકના વાસણોમાંથી આવતી દુર્ગંધ કોફીથી સરળતાથી દૂર કરી શકાય છે. આ માટે બોક્સ અથવા ટિફિનમાં કોફી પાવડર છાંટો અને બોક્સ બંધ કરીને 10-15 મિનિટ માટે છોડી દો. તે પછી વાસણોને ડીશવોશ અને પાણીથી સાફ કરો.
ખાવાના સોડા
ખાવાના સોડાનો ઉપયોગ કરીને ફર્નિચરથી લઈને અરીસાઓ અને વાસણો સુધીની દરેક વસ્તુને ચમકાવી શકાય છે અને તેમાંથી આવતી દુર્ગંધ પણ દૂર કરી શકાય છે. આ ઉપરાંત પ્લાસ્ટિકના કન્ટેનરની સ્ટીકીનેસ દૂર કરવામાં પણ ખૂબ અસરકારક છે. આ માટે એક મોટા વાસણ અથવા ડોલમાં નવશેકું પાણી રેડો અને તેમાં 2 થી 3 ચમચી ખાવાનો સોડા ઉમેરો. હવે તેમાં પ્લાસ્ટિકના વાસણો નાખો અને ઓછામાં ઓછા 30 મિનિટ માટે રાખો. તે પછી વાસણને સ્વચ્છ પાણીથી ધોઈ લો.
આ પણ વાંચોઃ દરરોજ સવારે ખાલી પેટ પીવો તુલસી-આદુનું પાણી, પાચન સહિતની ઘણી સમસ્યામાંથી છૂટકારો
લીંબુ અને મીઠું
લીંબુની મદદથી વાસણોમાંથી ચિકણાહટ દૂર થાય છે, તેના પરના ડાઘ-ધબ્બા દૂર થાય છે અને દુર્ગંધથી પણ રાહત મળે છે. તેના માટે પાણીમાં લીંબુનો રસ અને મીઠું મિક્સ કરી તેને ઉકાળો. તે થોડું ઠંડુ થાય પછી તેમાં પ્લાસ્ટિકના વાસણો નાખો. તેને 5 મિનિટ સુધી રાખ્યા બાદ તેને ડીશવોશથી સાફ કરો.
લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.