બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / દારૂ પી લોકો કેમ વધુ બોલવા લાગે છે? કેમિકલ લોચોનું કારણ જાણી મગજ ચકરાશે

તમારા કામનું / દારૂ પી લોકો કેમ વધુ બોલવા લાગે છે? કેમિકલ લોચોનું કારણ જાણી મગજ ચકરાશે

Last Updated: 03:27 PM, 5 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Alcohol Latest News : દારૂ પીધા પછી કેમ લોકો વિચાર્યા વગર કઈં પણ વાતો કરતાં હોય છે ?

Alcohol News : સમગ્ર વિશ્વમાં દારૂ પીનારા લોકોની સંખ્યા ધીમે ધીમે વધી રહી છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે શા માટે લોકો દારૂ પીધા પછી વગર વિચાર્યે વાહિયાત વાતો કરવા લાગે છે? તમે અવારનવાર એવા લોકોને જોયા જ હશે કે જેઓ વધુ પડતા દારૂ પીતા હોય છે, વિચાર્યા વગર વાતો કહેતા હોય છે. તો આજે આપણે જાણીશું કે દારૂ પીધા પછી કેમ લોકો વિચાર્યા વગર કઈં પણ વાતો કરતાં હોય છે.

તમે જોયું જ હશે કે લોકો ઘણીવાર દારૂ પીધા પછી વિચાર્યા વગર જ વાતો કરે છે. જોકે કેટલાક લોકો એવા પણ છે જેઓ ક્યારેક ક્યારેક કોઈ કાર્યક્રમમાં દારૂ પીતા હોય છે. કેટલાક લોકો દારૂના વ્યસની હોય છે. જો તે દરરોજ દારૂ ન પીવે તો તેનું શરીર ધ્રૂજવા લાગે છે.

સંશોધનમાં સામે આવ્યા તારણો

કિંગ્સ કોલેજ લંડનના સંશોધકોએ પ્રોસીડિંગ્સ ઓફ ધ નેશનલ એકેડમી ઓફ સાયન્સમાં આ અંગે સંશોધન કર્યું છે. આ સંશોધનમાં જાણવા મળ્યું કે, દારૂના વ્યસન પાછળ RASGRF-2 નામના જીન અને ડોપામાઈન વચ્ચે ખાસ જોડાણ છે. વાસ્તવમાં આ બંને બાબતો મનની મજા અને ખુશી સાથે જોડાયેલી છે. એટલે કે જ્યારે આપણને કોઈ વસ્તુ ગમે છે ત્યારે આ બંને વસ્તુઓ તેના પર પ્રતિક્રિયા આપે છે અને મગજમાં ખુશીના હોર્મોન્સ ઉત્પન્ન કરે છે.

દારૂ પીધા પછી વિચાર્યા વગર બોલવાની ટેવ

જોકે બધા જ નહીં પરંતુ કેટલાક લોકો જ દારૂ પીધા પછી વિચાર્યા વગર બોલે છે. તમે તમારી આસપાસ ઘણી વાર જોયું હશે કે લોકો દારૂ પીને અહીં-તહીની વાત કરે છે. આ સિવાય તમને એ પણ ખ્યાલ હશે કે દારૂ પીધા પછી લોકો ઘણીવાર અંગ્રેજીમાં વાત કરવાનું શરૂ કરી દે છે. ઘણીવાર આવી પરિસ્થિતિ ત્યારે થાય છે જ્યારે વ્યક્તિ વધુ પડતી માત્રામાં આલ્કોહોલનું સેવન કરે છે.

દારૂ પીધા પછી બીજી ભાષામાં બોલવાનું શું કારણ ?

સાયન્સ મેગેઝિન 'જર્નલ ઓફ સાયકોફાર્માકોલોજી'માં પ્રકાશિત એક રિસર્ચ અનુસાર,થોડો આલ્કોહોલ પીધા પછી જે નશો થાય છે તે બીજી ભાષા બોલવામાં મદદરૂપ સાબિત થાય છે. યુનિવર્સિટી ઓફ લિવરપૂલ બ્રિટનની કિંગ્સ કોલેજ અને નેધરલેન્ડની માસ્ટ્રિક્ટ યુનિવર્સિટીના સંશોધકોએ લગભગ 50 જર્મનોના જૂથનો અભ્યાસ કર્યો જેઓ તાજેતરમાં ડચ શીખ્યા હતા અને નેધરલેન્ડ્સમાં અભ્યાસ કરી રહ્યા હતા જ્યાં ડચ જ બોલાય છે.

વધુ વાંચો : ટોયલેટ સીટ પર પડી ગયા છે જિદ્દી પીળા ડાઘ? મિનિટોમાં સફેદી આવી જશે, આટલું કરો

તમને જણાવી દઈએ કે, આલ્કોહોલ સ્વાસ્થ્ય માટે હાનિકારક માનવામાં આવે છે. પરંતુ જે લોકો શરાબ પીવે છે તેઓમાં ઘણીવાર એવું જોવા મળે છે કે પીધા પછી તેમનો આત્મવિશ્વાસ પહેલા કરતા વધારે વધી જાય છે. આલ્કોહોલના પ્રભાવ હેઠળ આ લોકો કોઈની પણ સામે પૂરા આત્મવિશ્વાસથી બોલે છે. દારૂના નશાને કારણે લોકો નશામાં ધૂત રહીને શું બોલી રહ્યા છે તેનું ભાન ન હોવાને કારણે વાહિયાત વાતો કરવા લાગે છે.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Alcohol Alcohol bottles
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ